VIDEO: ભાજપે કોંગ્રેસને ચેલેન્જ ફેંકી છે, તેને હવે હરાવવો જરૂરી છે-અહેમદ પટેલનો હુંકાર

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ડ્રામા વચ્ચે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને હોર્સટ્રેડિંગથી બચાવવા માટે દરેક શક્ય કોશિશ કરી રહી છે. આ કડીમાં જ મુંબઈમાં મોરચો સંભાળી રહેલા વરિષ્ઠ કોંગ્રેસી નેતા અહેમદ પટેલે કોંગ્રેસ ધારાસભ્યોને સમજાવતા કહ્યું કે આ કોંગ્રેસના સન્માનની લડાઈ છે. આપણે બધાએ મળીને ભાજપને હરાવવાનો છે. 

VIDEO: ભાજપે કોંગ્રેસને ચેલેન્જ ફેંકી છે, તેને હવે હરાવવો જરૂરી છે-અહેમદ પટેલનો હુંકાર

મુંબઈ: મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ડ્રામા વચ્ચે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને હોર્સટ્રેડિંગથી બચાવવા માટે દરેક શક્ય કોશિશ કરી રહી છે. આ કડીમાં જ મુંબઈમાં મોરચો સંભાળી રહેલા વરિષ્ઠ કોંગ્રેસી નેતા અહેમદ પટેલે કોંગ્રેસ ધારાસભ્યોને સમજાવતા કહ્યું કે આ કોંગ્રેસના સન્માનની લડાઈ છે. આપણે બધાએ મળીને ભાજપને હરાવવાનો છે. 

રાજ્યસભા સાંસદ પટેલે ધારાસભ્યોને કહ્યું કે આપણે લોકો મહેનત કરીને અહીં સુધી આવ્યાં છીએ. 30 તારીખે આપણી જરૂર જીત થશે. હકીકતમાં એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે મહારાષ્ટ્ર વિધાનસભામાં 30 નવેમ્બરના રોજ ફ્લોર ટેસ્ટ થઈ શકે છે. 

જુઓ VIDEO

કોંગ્રેસ નેતાએ પાર્ટીના ધારાસભ્યોને કહ્યું કે ભાજપે કોંગ્રેસને ચેલેન્જ ફેંકી છે. આપણે બધાએ એકમત રહેવાનું છે. મનોબળ નબળું પડવા દેવાનું નથી, ક્યાય નબળાઈ બતાવવાની નથી. આપણે ઘણા આગળ આવી ગયા છીએ. ભાજપના મુખ્યમંત્રી જ નહીં પરંતુ વડાપ્રધાન મોદી અને અમિત શાહે પણ આપણને ચેલેન્જ ફેકી છે. તેમને હરાવવા જરૂરી છે. 

જુઓ LIVE TV

નોંધનીય છે કે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ શનિવારે સવારે 8 વાગે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવ્યાં. એનસીપી પ્રમુખ શરદ પવારના બળવાખોર ભત્રીજા અજિત પવારે પણ તેમની સાથે ઉપ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા. ત્યારબાદથી તો જાણે રાજકીય ભૂકંપ આવી ગયો છે. સરકારની રચના વિરુદ્ધ શિવસેના, એનસીપી અને કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યાં છે. કોર્ટે જો કે આજે તેમની અરજી પર થયેલી સુનાવણી દરમિયાન તાબડતોબ ફ્લોર ટેસ્ટ કરાવવાની માગણી નામંજૂર કરી દીધી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીને નોટિસ પાઠવી છે. હવે સોમવારે ફરીથી સુનાવણી થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news