દિવાળી બાદ થશે મોટો ધડાકો? નવાબ મલિકે કહ્યું- 'The Lalit' માં છૂપાયેલા છે અનેક રહસ્યો, રવિવારે મળીએ
આર્યન ખાન ડ્રગ્સ કેસની તપાસ કરી રહેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ના અધિકારી સમીર વાનખેડે પર મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક સતત હુમલા કરી રહ્યા છે. તેઓ સતત પ્રેસ કોન્ફરન્સ અને ટ્વીટ કરીને વાનખેડે પર નવા નવા આરોપ લગાવી રહ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: આર્યન ખાન ડ્રગ્સ કેસની તપાસ કરી રહેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ના અધિકારી સમીર વાનખેડે પર મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક સતત હુમલા કરી રહ્યા છે. તેઓ સતત પ્રેસ કોન્ફરન્સ અને ટ્વીટ કરીને વાનખેડે પર નવા નવા આરોપ લગાવી રહ્યા છે. હવે નવાબ મલિકે એક એવી ટ્વીટ કરી છે જેનાથી એવું લાગે છે કે તેઓ દિવાળી બાદ કોઈ મોટો ધડાકો કરવાના છે.
આ અગાઉ મંગળવારે મલિકે કહ્યું કે 'વાનખેડે પ્રાઈવેટ આર્મી દ્વારા વસૂલી કરે છે અને કરોડો રૂપિયાના કપડા પહેરે છે. તેઓ 10 કરોડના કપડાં પહેરે છે. તેઓ 70 હજારનું શર્ટ અને 50 લાખની ઘડિયાળ પહેરે છે. તેઓ રોજ નવા કપડાં પહેરે છે. વાનખેડેના જૂતા અઢી લાખ રૂપિયાના હોય છે. મલિકે કહ્યું કે વાનખેડેના કપડાં પીએમ મોદી કરતા પણ વધુ મોંઘા છે.'
शुभ दीपावली
आप सभी की दिवाली मंगलमय हो
होटल 'The Lalit' मे छुपे है कई राज़...
मिलते है रविवार को
— Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) November 3, 2021
તેમણે કહ્યું કે 'હું એ વાત પર કાયમ છું કે સમીર વાનખેડેએ વસૂલી કરી છે અને તેની તપાસ થવી જોઈએ. ડ્રગ્સનો ખુલ્લો ખેલ ક્યાંય પણ રાજનીતિક સંરક્ષણ વગર ચાલી શકતો નથી' ત્યારબાદ સમીર વાનખેડેની પત્ની ક્રાંતિએ નવાબ મલિક પર પલટવાર કર્યો.
'સાવન કે અંધે કો દિખતી હૈ હરિયાલી'
પતિ વિરુદ્ધ નવાબ મલિકની સતત નીતનવી ટિપ્પણીઓથી દુખી થયેલી સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ વાનખેડેએ કહ્યું કે તેમના પતિની સમગ્ર પ્રોપર્ટી તેમની માતાએ મેળવેલી છે. તે સમયે તેઓ જીવતા હતા. પોતાની ટ્વીટમાં ક્રાંતિએ કહ્યું કે સાવન કે અંધે કો હરિયાલી દિખતી હૈ. ક્રાંતિએ લખ્યું કે અસલમાં કુલ સંપત્તિ 50ની છે 100 કરોડની નહીં. 15 વર્ષની ઉંમરથી સમીર વાનખેડે પાસે આ સંપત્તિ છે અને તમામ દસ્તાવેજી કાગળો નોકરશાહના નિયમો મુજબ સરકાર સામે રજુ કરાય છે. તે બેનામી સંપત્તિ નથી.
સમીર વાનખેડેએ આરોપ નકાર્યા
આ બધા વચ્ચે એનસીબી અધિકારી સમીર વાનખેડેએ પણ પોતાના પર લાગેલા આરોપો પર સફાઈ આપી છે. સમીર વાનખેડેએ આરોપો પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેમના પર મોંઘા કપડાના આરોપ લગાવવામાં આવ્યા છે. જે સાચા નથી. તેમણે એમ પણ કહ્યું કે મલિકને તેમના વિશે ઓછી જાણકારી છે.
વાનખેડેએ કહ્યું કે સલમાન નામના ડ્રગ પેડલરે બહેન યાસમીનનો કેસ લડવા માટે સંપર્ક કર્યો હતો. પરંતુ તેણે ના પાડી દીધી. કારણ કે તે NDPS હેઠળ નોંધાયેલા કેસ લડતી નથઈ. ત્યારબાદ સલમાને એક વચેટિયા દ્વારા અમને ફસાવવાની કોશિશ કરી હતી. તેની પણ પછી ધરપકડ કરી લેવામાં આવી. હાલ તે જેલમાં છે. હવે તેની જ વોટ્સએપ ચેટને શેર કરીને ખોટા આરોપ લગાવવામાં આવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે