Big Breaking: ઝાંસીમાં UP ATS ની મોટી કાર્યવાહી, અતીક અહમદના પુત્રનું Encounter
Atique Ahmed Son Asad Encounter: ઝાંસીમાં યૂપી એસટીએફે મોટી કાર્યવાહી કરી છે. એસટીએફ તરફથી જણાવવામાં આવ્યું કે આ લોકોની ઘેરાબંધી થઈ તો અસદ અને ગુલાબ ફાયરિંગ કરવા લાગ્યા હતા. તેના પર જવાબી કાર્યવાહી થઈ, જેમાં બંને માર્યા ગયા છે.
Trending Photos
Atiq Ahmed News: ઉત્તર પ્રદેશમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. યુપી એસટીએફએ ઝાંસી જિલ્લામાં અતિક અહેમદના પુત્ર અસદ અને તેના શૂટર મોહમ્મદ ગુલામનું એન્કાઉન્ટર કર્યું છે. બંને એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. પોલીસે જાણકારી આપી છે કે અસદ પુત્ર અતીક અહમદ અને ગુલામ પુત્ર મકસૂદન, બંને પ્રયાગરાજના ઉમેશ પાલ હત્યાકાંડમાં વોન્ટેડ હતા અને બંને પર પાંચ-પાંચ લાખ રૂપિયાનું ઈનામ હતું. ઝાંસીના ડીએસવી નવેન્દુ અને ડીએસપી વિમલના નેતૃત્વમાં યૂપીએસટીએફ ટીમની સાથે અથડામણમાં બંને માર્યા ગયા છે. બંનેની પાસેથી વિદેશી હથિયાર પણ મળ્યા છે.
ઝાંસીમાં યૂપી એસટીએફે મોટી કાર્યવાહી કરી છે. એસટીએફ તરફથી જણાવવામાં આવ્યું કે આ લોકોની ઘેરાબંધી થઈ તો અસદ અને ગુલાબ ફાયરિંગ કરવા લાગ્યા હતા. તેના પર જવાબી કાર્યવાહી થઈ, જેમાં બંને માર્યા ગયા છે. યૂપી એસટીએફના એડીજી અમિતાભભ યશે આ એનકાઉન્ટરની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે બંને પાસેથી વિદેશી હથિયાર મળ્યા છે.
Asad, son of mafia-turned-politician Atiq Ahmed and Ghulam S/o Maksudan, both wanted in Umesh Pal murder case of Prayagraj and carrying a reward of Rupees five lakhs each; killed in encounter with the UPSTF team led by DySP Navendu and DySP Vimal at Jhansi. Sophisticated foreign… pic.twitter.com/dAIS6iMM3G
— ANI (@ANI) April 13, 2023
તેમણે કહ્યું કે આ લોકોની પાછળ અમારી ટીમ દોઢ મહિનાથી લાગી હતી અને આજે અમને મોટી સફળતા મળી છે. તેમણે કહ્યું કે થોડા દિવસ પહેલા પણ બંને 5 મિનિટના અંતરે પોલીસને ચકમો આપી ભાગી ગયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે