અયોધ્યા કેસ : વકીલને શ્રાપ આપનારને CJI  પુછ્યું, તમે 88 વર્ષના છો, તમે આવું કેમ કર્યું?

અયોધ્યા રામ મંદિર વિવાદ કેસ: અયોધ્યા મામલે મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને શ્રાપ આપનાર તમિલનાડુના 88 વર્ષિય નિવૃત્ત અધ્યાપક શનમુગમ વિરૂધ્ધ દાખલ થયેલી અરજી સંદર્ભે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી...

અયોધ્યા કેસ : વકીલને શ્રાપ આપનારને CJI  પુછ્યું, તમે 88 વર્ષના છો, તમે આવું કેમ કર્યું?

નવી દિલ્હી : અયોધ્યા મામલે મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવનને શ્રાપ આપનાર તમિલનાડુના 88 વર્ષિય અધ્યાપક શનમુગમ વિરૂધ્ધ દાખલ થયેલ બદનક્ષી અરજી મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી. ચીફ જસ્ટિસ રંજન ગોગાઇએ પ્રોફેસરને પુછ્યું કે તમે આવું કેમ કર્યું? તમારી ઉંમર 88 વર્ષની છે? આ સંદર્ભે પ્રોફેસર શનમુગમે પોતાના વર્તન માટે કોર્ટ સમક્ષ ખેદ પ્રગટ કર્યો. પ્રોફેસર દ્વારા ખેદ પ્રગટ કરતાં સુપ્રીમ કોર્ટે કેસ બંધ કર્યો હતો. 

ધવને પોતાની ફરિયાદમાં કહ્યું કે, કેસમાં મુસ્લિમ પક્ષ તરફથી કેસ લડી રહ્યો છું જેને પગલે પ્રોફેસર શનમુગમ તરફથી એમને પત્ર લખી ધમકી આપવામાં આવી હતી. જે અંગે કોર્ટમાં બદનક્ષી સંદર્ભે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. અગાઉની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે પ્રોફેસરને નોટિસ મોકલી હતી. 

પત્ર લખી આપ્યો શ્રાપ
ચેન્નઇના રહેવાસી 88 વર્ષિય પ્રોફેસર શનમુગમે 14 ઓગસ્ટે પત્ર લખી કહ્યું હતું કે, ફેબ્રુઆરી 1941થી લઇને અત્યાર સુધીમાં 50 લાખ વખત ગાયત્રી મંપનો જાપ કરી ચૂક્યો છું. સપ્ટેમ્બર 1958થી અત્યાર સુધીમાં 27 હજાર વખત ગીતાનો દસમો અધ્યાય વાંચ્યો છે. ભગવાનના કામમાં અડચણ ઉભી કરવા માટે તમને હું શ્રાપ આપું છું કે તમારી જીભ બોલવાનું બંધ કરી દે. તમારા પગ કામ કરતા બંધ થઇ જાય. તમારી આંખોની રોશની જતી રહે. તમારા કાન સાંભળવાનું બંધ કરી દે, આ પત્ર બાદ વકીલ ધવને ન્યાયના કામમાં અડચણ ઉભી કરવા માટે પ્રોફેસર સામે બદનક્ષી સંદર્ભે કેસ કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news