બિહારમાં બે ઉપમુખ્યમંત્રી પદનો ફોર્મૂલા: તારકિશોર પ્રસાદ અને રેણુ દેવી વિશે જાણો બધું જ

આ વખતે બિહારમાં તારકિશોર પ્રસાદ અને રેણુ દેવી  (Renu Devi)ને ઉપ મુખ્યમંત્રી પદ માટે સિલેક્ટ કરવામાં આવ્યા. આવો અમે તમને જણાવીએ બંને નેતાઓ વિશે. જેમના વિશે સામાન્ય લોકો ખૂબ ઓછું જાણે છે. 

બિહારમાં બે ઉપમુખ્યમંત્રી પદનો ફોર્મૂલા: તારકિશોર પ્રસાદ અને રેણુ દેવી વિશે જાણો બધું જ

પટના: બિહારમાં એનડીએને બહુમત મળ્યો છે. નીતીશ કુમાર (Nitish Kumar) રેકોર્ડ સાતમીવાર મુખ્યમંત્રી પદની શપથ લેવા જઇ રહ્યા છે. પરંતુ આ વખતે તેમની સાથે ઉપ મુખ્યમંત્રી પદ પર સુશીલ મોદી (Sushil Modi)નહી, પરંતુ તેમની જગ્યાએ બે અલગ ઉપ મુખ્યમંત્રી બનાવવામાં આવી રહ્યા છે. આ વખતે બિહારમાં તારકિશોર પ્રસાદ અને રેણુ દેવી  (Renu Devi)ને ઉપ મુખ્યમંત્રી પદ માટે સિલેક્ટ કરવામાં આવ્યા. આવો અમે તમને જણાવીએ બંને નેતાઓ વિશે. જેમના વિશે સામાન્ય લોકો ખૂબ ઓછું જાણે છે. 

તારકિશોર પ્રસાદ
ભાજપના નેતા તારકિશોર પ્રસાદ  (Tar Kishor Prasad) ચોથીવાર ધારાસભ્ય બન્યા છે. તારકિશોર પ્રસાદની બિહારના રાજકારણમાં સારી પકડ છે. આ વખતે તારકિશોર પ્રસાદએ આરજેડીના ડોક્ટર રામ પ્રકાશ મહતોને 12 હજારથી વધુ વોટોથી હરાવ્યા હતા. 2015માં લાલૂ અને નીતીશની જોડી બાદ પણ તારકિશોર પ્રસાદ ચૂંટણી જીતવામાં સફળ થયા હતા. 

કરોડપતિ છે તારકિશોર, અભ્યાસ 12મું પાસ
તારકિશોર પ્રસાદ 12મું પાસ છે. પરંતુ ચૂંટણીના સોગંધનામા અનુસાર તે કરોડપતિ છે. તારકિશોર વેપારી છે અને કૃષિ કાર્ય પણ કરે છે. તારકિશોરની કુલ સંપત્તિ 1.9 કરોડ રૂપિયા છે. જેમાં 49.4 લાખની ચાલ અને 1.4 કરોડ રૂપિયાની અચલ સંપત્તિ છે. 

રેણુ દેવી
ભાજપના નેતા રેણું દેવીનું સાર્વજનિક જીવન ખૂબ લાંબું રહ્યું છે. તેમણે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદ સુધીની જવાબદારી સંભાળી છે. દુર્ગાવાહીની રાજકારણની શરૂઆત કરનાર રેણું દેવી અતિપછાત સમુદાયની નોનિયા જાતિમાંથી આવે છે. બાળપણથી જ આરએસએસ સાથે જોડાયેલી રેણુ દેવી મહિલા અધિકારોની લડાઇમાં સક્રિય રીતે લડતી રહી છે. વર્ષ 1993માં ભાજપ મહિલા મોરચાની અધ્યક્ષ બનેલી રેણુ દેવી 2014માં ભાજપની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બની.  

ધારાસભ્યથી મંત્રી પદ અને હવે ઉપ મુખ્યમંત્રી 
રેણુ દેવી વર્ષ 1995માં પહેલીવાર ચૂંટણીના મેદાનમાં ઉતરી પરંતુ સફળ થઇ નહી. જોકે વર્ષ 2000 બાદ તે સતત ચાર વાર ધારાસભ્ય રહી અને 2007માં બ ઇહાર સરકારમાં મંત્રી પણ રહી. 2015માં ચૂંટણી હાર્યા બાદ આ વખતે તે ફરીથી બેતિયા સીટ પર ચૂંટણી જીતવામાં સફળ રહી અને હવે ઉપ મુખ્યમંત્રી બનવા જઇ રહી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news