જાવડેકરનો આરોપ- કોંગ્રેસ-AAP નેતાઓએ ભડકાવી દિલ્હીમાં હિંસા


દિલ્હી હિંસા પર કોંગ્રેસના આરોપોનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, સીએએ પાસ થયા બાદ ઉશ્કેરવાનો પ્રયત્ન બે મહિનાથી થઈ રહ્યો હતો. કોંગ્રેસના નેતાઓએ રામલીલા મેદાનની રેલીમાં લોકોને ઉશ્કેર્યા હતા. 
 

જાવડેકરનો આરોપ- કોંગ્રેસ-AAP નેતાઓએ ભડકાવી દિલ્હીમાં હિંસા

નવી દિલ્હીઃ દિલ્હી હિંસા મામલામાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ આમને-સામને છે. કોંગ્રેસના આરોપોનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, દિલ્હીમાં છેલ્લા બે દિવસથી શાંતિ છે. ધરપકડ થઈ રહી છે, ષડયંત્ર કરનાર ઉઘાડા પડશે. 

મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી પર નિશાન સાધતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું, 'દિલ્હીના મુખ્યપ્રધાન હિંસાગ્રસ્ત વિસ્તારમાં જવાની જગ્યાએ તે વિસ્તારમાં મૃત્યુ પામનાર લોકોનો ધર્મ જણાવી રહ્યાં હતા. કાલે સોનિયા ગાંધીએ પત્રકાર પરિષદ કરી અને આજે રાષ્ટ્રપતિના દરવાજા પર પહોંચ્યા અને ત્યાં ભાજપ પર દોષારોપણ કરી રહ્યાં છે.'

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આરોપ લગાવ્યો કે બે દિવસની હિંસા નથી બે મહિનાથી ઉશ્કેરવામાં આવી રહ્યાં છે. સીએએ પાસ થયા બાદ રામ લીલા મેદાનમાં સોનિયા ગાંધીજીએ રેલી કરી જેમાં તેમણે કહ્યું હતું કે, આ આર-પારની લડાઈ છે, નિર્ણય લેવો પડશે આ પાર કે તે પાર. ઉશ્કેરવાનું કામ ત્યાંથી શરૂ થયું હતું. 

— BJP LIVE (@BJPLive) February 27, 2020

પ્રિયંકા અને રાહુલ ગાંધી પેર નિશાન સાધતા પ્રકાશ જાવડેકરે કહ્યું, 'પ્રિયંકાએ કહ્યું હતું કે, લાખોને બંધક બનાવવામાં આવશે, જે નહીં લડે તે કાયર કહેવાશે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તમે ડરો નહીં કોંગ્રેસ તમારી સાથે છે. કોઈની નાગરિકતા જશે નહીં, તે જાણવા છતાં કે જાણી જોઈને આવા ખોટા નિવેદન અને ડર પેદા કરવો તેમની પૃષ્ટભૂમિ છે. ઉશ્કેરવાનું કામ ત્યાંથી શરૂ થયું હતું.'

આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તાહિર હુસૈનના મકાનની છત પર મળેલા પથ્થર, પેટ્રોલ બોંબ, ગુલેલનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, તાહિરના ઘરે તોફાનોની તૈયારીનો સામાન મળ્યો છે. આ લોકો જિન્ના વાળી આઝાદી, 100 કરોડ પર 15 કરોડ ભારે, આસામને અલગ કરવું પડશે, આ બધા ઉશ્કેરીજનક ભાષણ થયા હતા. પોલીસ પર હુમલો થયો, પરંતુ કોંગ્રેસ અને આપ ચુપ છે. અમે આવી હલ્કી રાજનીતિની ટીકા કરીએ છીએ. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news