રાજ્યસભામાં આજે બપોરે 2 વાગે રજૂ થશે નાગરિકતા સંશોધન બિલ, 6 કલાક થશે ચર્ચા
નાગરિકતા સંશોધન બિલ-2019(Citizenship Amendment Bill 2019) લોકસભામાં(Loksabha) પસાર થઈ ગયા પછી આજે (બુધવારે) રાજ્યસભામાં(Rajyasabha) બપોરે 2.00 કલાકે રજુ કરવામાં આવશે. વિરોધ પક્ષે આ બિલનો ભારે વિરોધ શરૂ કર્યો છે. રાજ્ય સરકારે પણ રાજ્યસભામાં(Rajyasabha) બિલ પસાર કરવાની પુરતી તૈયારીઓ કરી લીધી છે.
Trending Photos
નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન બિલ 2019(Citizenship Amendment Bill 2019) લોકસભામાં(Loksabha) પસાર થઈ ગયા પછી આજે (બુધવારે) રાજ્યસભામાં(Rajyasabha) બપોરે 2.00 કલાકે રજુ કરવામાં આવશે. વિરોધ પક્ષે આ બિલનો ભારે વિરોધ શરૂ કર્યો છે. રાજ્ય સરકારે પણ રાજ્યસભામાં(Rajyasabha) બિલ પસાર કરવાની પુરતી તૈયારીઓ કરી લીધી છે. સરકાર તરફથી રાજ્યસભા માટે સંપૂર્ણ તૈયારી કરી દીધી છે. બધી જ પાર્ટીઓનો ટેકો મેળવીને સંખ્યાબળ એકઠું કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
રાજ્યસભામાં 2.00 કલાકે રજુ થશે બિલ
રાજ્યસભામાં(Rajyasabha) બપોરે 2.00 કલાકે નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019) રજુ કરવામાં આવશે. આ બિલ (Bill) પર ચર્ચા માટે 6 કલાકનો(6 Hour) સમય સભાપતિ દ્વારા આપવામાં આવ્યો છે. વિરોધ પક્ષના વિરોધની વચ્ચે સરકાર આ બિલ પાસ કરાવવા માટે કટિબદ્ધ છે.
યૂએસની સંસ્થાને કર્યો બિલનો વિરોધ
લોકસભામાં પાસ થયેલા આ બિલનો અમેરિકા (યૂએસ)ના ઇન્ટરનેશનલ કમીશન ઓફ રિલીઝન ફ્રીડમે પણ વિરોધ કર્યો છે. કમીશને કહ્યું હતું કે લોકસભા બાદ જો સરકાર તેને રાજ્યસભામાં પાસ કરાવે છે તો યૂએસને આ મામલે વિરોધ કરવો જોઇએ. તેનાથી નાગરિકતા અધિકારોનું ઉલ્લંઘન ગણાવ્યું છે, પરંતુ યૂએસના આ કમિશન તરફથી કરવામાં આવેલી ટિપ્પણીને ભારતીય વિદેશ મંત્રાલયે નકારી કાઢી છે.
ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કહ્યું કે યૂએસના ઇન્ટરનેશનલ કમીશન ઓન રિલીઝન ફ્રીડમની આ ટિપ્પણી બેજવાબદાર અને અસ્વિકાર્ય છે. કમીશનનો દ્વષ્ટિકોણ ભારતને લઇને ખાસ માનસિકતાથી ગ્રસિત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે