સાવંતનું રાજીનામું, મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ આપ્યું મોટું નિવેદન
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગેનું કહેવું છે કે મહારાષ્ટ્રની જનતાએ અમને વિપક્ષમાં બેસવાનો જનાદેશ આપ્યો છે અને આ જ અમારો નિર્ણય છે.
Trending Photos
જયપુર: મહારાષ્ટ્રમાં જબરદસ્ત રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. એકબાજુ જ્યાં શિવસેના અને ભાજપનું ગઠબંધન ભંગાણને આરે છે ત્યાં બીજી બાજુ આજે શિવસેનાના કોટામાંથી મોદી મંત્રીમંડળમાં સમાવાયેલા અરવિંદ સાવંતે આજે પોતાના પદ પરથી રાજીનામું આપી દેવાની જાહેરાત કરતા હવે અટકળો વધી ગઈ છે કે શિવસેના અને એનડીએના છૂટાછેડા....મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગેનું કહેવું છે કે મહારાષ્ટ્રની જનતાએ અમને વિપક્ષમાં બેસવાનો જનાદેશ આપ્યો છે અને આ જ અમારો નિર્ણય છે. જો કે અમે હાઈ કમાન્ડના નિર્દેશ મુજબ આગળ વધીશું. આજે સવારે 10 વાગે એક બેઠક છે અને તેમાં આગળની રણનીતિ નક્કી થશે.
સૂત્રોનું માનવું છે કે શિવસેના આજે સરકાર બનાવવાનો દાવો રજુ કરી શકે છે. નવી સરકારમાં તેમની સહયોગી પાર્ટી એનસીપી હશે. સૂત્રોના જણાવ્યાં મુજબ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આગામી મુખ્યમંત્રી બની શકે છે. એનસીપી નેતા અજીત પવારને ડેપ્યુટી સીએમનું પદ મળી શકે છે. આ સરકારને સમર્થન કરવાના બદલામાં કોંગ્રેસને વિધાનસભા અધ્યક્ષનું પદ મળી શકે છે. દિલ્હીમાં સોનિયા ગાંધીના નિવાસ સ્થાને મહારાષ્ટ્રના રાજકીય હાલાતને લઈને કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પણ થવાની છે. આ બાજુ મુંબઈમાં દેવેન્દ્ર ફડણવીસના ઘરે આજે ભાજપની કોર ગ્રુપની બેઠક થવાની છે.
Congress leader Mallikarjun Kharge on Maharashtra govt formation: There's a meeting at 10 am today. We will proceed according to instruction from high command. But our original decision & decision of the people is that we should sit in opposition, that is the present position. pic.twitter.com/9Z6YLBTI7m
— ANI (@ANI) November 11, 2019
કોંગ્રેસ શરતો સાથે સમર્થન આપવાના પક્ષમાં
સૂત્રોએ જણાવ્યું છે કે મોટા ભાગના વિધાયક સેનાના નેતૃત્વવાળી સરકારને શરતો સાથે સમર્થન આપવાના પક્ષમાં છે. પાર્ટીના રાજ્ય પ્રભારી મલ્લિકાર્જૂન ખડગે રાજનીતિક હાલાત અંગે બહુ જલદી સોનિયા ગાંધીને માહિત ગાર કરશે. અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રમનાં કોંગ્રેસ વિધાયકોના હોસ્ટ ટ્રેડિંગને રોકવા માટે તેમને દિલ્હી-જયપુર રાજમાર્ગ પર એક રિસોર્ટમાં રાખવામાં આવ્યાં છે.
મહારાષ્ટ્રમાં સંખ્યાબળ
હાલ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં 105 વિધાયકો સાથે ભાજપ સૌથી મોટો પક્ષ છે જ્યારે શિવસેના પાસે 56 ધારાસભ્યો છે, એનસીપી પાસે 54 અને કોંગ્રેસ પારે 44 ધારાસભ્યો છે.
પવાર-સોનિયાની મુલાકાત
કોંગ્રેસની રણનીતિ શરદ પવારના પરામર્શ પર નિર્ભર રહેશે. જે મંગળવારે એનસીપી વિધાયકોની બેઠક બાદ સોનિયા ગાંધીને મળવાના છે.
કોંગ્રેસ રાજ્યની દુશ્મન નથી
આ બાજુ શિવસેનાના પોતાના મુખપત્ર સામનામાં એક સંપાદકીયમાં એમ પણ કહી દીધુ કે કોંગ્રેસ રાજ્યની દુશ્મન નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે