દિલ્હી: કોરોનાને લઇને આવી ગઇ નવી ગાઇડલાઇન્સ, નાઇટ કર્ફ્યુ અને માસ્કને લઇને થઇ મોટી જાહેરાત
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોનાવાયરસના કેસમાં ઘટાડો થયા બાદ દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ મોટી રાહત આપી છે અને ચેપને રોકવા માટે લાદવામાં આવેલા ઘણા પ્રતિબંધોમાં છૂટછાટ આપી છે. ડીડીએમએની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
Trending Photos
નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોનાવાયરસના કેસમાં ઘટાડો થયા બાદ દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ મોટી રાહત આપી છે અને ચેપને રોકવા માટે લાદવામાં આવેલા ઘણા પ્રતિબંધોમાં છૂટછાટ આપી છે. ડીડીએમએની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ડીડીએમએની બેઠકમાં કહ્યું કે હવે કોરોના નિયંત્રણમાં છે અને દિલ્હીમાં બધું ખોલવું જોઈએ.
સોમવારથી નાઇટ કર્ફ્યુ સમાપ્ત થશે
દિલ્હીમાં કોરોના વાયરસનો પોઝીટીવીટી દર એક ટકાથી ઓછો રહેવાની સ્થિતિમાં સોમવારથી દિલ્હીમાં નાઇટ કર્ફ્યુ સમાપ્ત થઈ જશે. આપને જણાવી દઈએ કે હાલમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ છે.
માત્ર માસ્ક ન પહેરવા બદલ 500 રૂપિયાનો દંડ
દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની બેઠક બાદ દિલ્હીમાં માસ્ક ન પહેરવા પર લાગતો દંડ પણ ઘટાડી દેવામાં આવ્યો છે. માસ્ક ન પહેરવા બદલ 2000 રૂપિયાનો દંડ ઘટાડીને 500 રૂપિયા કરવામાં આવ્યો છે.
બસો અને મેટ્રોમાં ઊભા રહીને મુસાફરી કરવાની છૂટ
ડીડીએમએએ દિલ્હીમાં બસો અને મેટ્રોમાં ઉભા રહીને મુસાફરી કરવાની પણ પરવાનગી આપી છે. આ સાથે દુકાનો ખોલવા અને બંધ કરવાની સમય મર્યાદા પણ સમાપ્ત થઈ જશે. આ સિવાય રેસ્ટોરાં ખોલવા માટે કોઈ સમય મર્યાદા નહીં હોય અને રેસ્ટોરન્ટ મોડી રાત સુધી ખુલ્લી રહી શકશે.
1 એપ્રિલથી સંપૂર્ણ રીતે ખુલશે શાળાઓ
દિલ્હીમાં કોરોનાવાયરસના કેસમાં ઘટાડો થયા બાદ 1લી એપ્રિલથી તમામ શાળાઓ સંપૂર્ણ રીતે ખોલવામાં આવશે. હવે 1 એપ્રિલથી શાળા સંપૂર્ણપણે ઓફલાઈન મોડમાં ચાલશે.
દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 556 નવા કેસ સામે આવ્યા
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 556 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ કોરોના ચેપને કારણે 6 લોકોના મોત થયા છે. હાલમાં દિલ્હીમાં સક્રિય કેસની સંખ્યા 2,276 છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે