Darbhanga Blast Case: NIA નો મોટો ખુલાસો, પાકિસ્તાન અને લશ્કર દ્વારા થયું હતું ફંડિંગ
તમને જણાવી દઇએ કે આ કાવતરાનો માસ્ટર માઇન્ડ ઇકબાલ કાના છે. તેના ઇશારે આ ખૌફનાક પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.
Trending Photos
દરભંગા: બિહારના દરભંગા રેલવે સ્ટેશન પર 17 જૂનના રોજ સિકંદરા બાદથી આવેલા કપડાના પાર્સલમાં થયેલા બ્લાસ્ટ કેસમાં દરરોજ નવા નવા ખુલાસા થઇ રહ્યા છે. ધીમે ધીમે આ નક્કી થતું જાય છે કે પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓના ઇશારે જ દેશને ધ્રુજાવવા માટે મોટા કાવતરાને અંજામ આપવામાં આવી શકે છે. જેમાં ઉત્તર પ્રદેશના કૈરાનાથી ધરપકડ કરવામાં આવેલા સલીમ અને કફીલ નામના બે આરોપીઓની મોટી ભૂમિકા હતી.
ઘટનાને અંજામ આપનાર નાસિર અને ઇમરાનને એનઆઇએની વિશેષ કોર્ટે શુક્રવારે 7 દિવસની કસ્ટડીમાં મોકલી દીધા હતા. અને NIA ની ટીમ હવે તેમને લઇને દિલ્હી આવી ગઇ છે. આ ઉપરાંત શનિવારે NIA ની ટીમના કફીલના પણ 6 દિવસના રિમાંડ મળી ગયા છે. જોકે મુખ્ય કાવતરાખોર સલીમને બિમાર હોવાથી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.
દરભંગા બ્લાસ્ટના કેસમાં એક મોબાઇલ નંબરથી કાવતરાનો ખુલાસો થયો છે. 17 જૂનના રોજ દેશને ધ્રૂજાવવા માટે મોટા કાવતરાનો પર્દાફાશ થઇ ગયો પરંતુ આ કાવતરાના તાર ફરી એકવાર સરહદ પાર સાથે જોડાયેલા મળ્યા છે.
તમને જણાવી દઇએ કે આરોપી કફીલને હાલ પટનાના બેઉર જેલમાં મોકલવામાં આવ્યો છે, જ્યાંથી NIA ની ટીમ તેની કસ્ટડી લેશે. NIA સ્પેશિયલ કોર્ટે કાવતરાના મુખ્ય સૂત્રધારને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે. બિમાર હોવાથી હાલ તેને NIA ની કસ્ટડીમાં મોકલવામાં નહી આવે.
તમને જણાવી દઇએ કે આ કાવતરાનો માસ્ટર માઇન્ડ ઇકબાલ કાના છે. તેના ઇશારે આ ખૌફનાક પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. NIA નું કહેવું છે કે ઘટના માટે હાલ 1 લાખ 60 હજાર રૂપિયાનું ફડિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ જો આ લોકો પોતાના ઇરાદામાં સફળ થઇ જાય છે તો તેમને કરોડો રૂપિયાની ફંડિંગ મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે