આજે દેવ દિવાળી: માતા લક્ષ્મીની અસીમ કૃપા કાયમ રહે તે માટે શું કરવું અને શું ન કરવું, ખાસ જાણો
આજે કારતક માસની પૂનમ છે જે કારતક પૂર્ણિમા કે દેવ દિવાળીના નામે ઓળખાય છે. આજના દિવસે દેવો દિવાળી ઉજવે છે. માન્યતા મુજબ દેવ દિવાળીના દિવસે બધા દેવતાઓ ગંગાના ઘાટ પર આવીને દિપ પ્રગટાવીને પોતાની પ્રસન્નતા દર્શાવે છે.
Trending Photos
આજે કારતક માસની પૂનમ છે જે કારતક પૂર્ણિમા કે દેવ દિવાળીના નામે ઓળખાય છે. આજના દિવસે દેવો દિવાળી ઉજવે છે. માન્યતા મુજબ દેવ દિવાળીના દિવસે બધા દેવતાઓ ગંગાના ઘાટ પર આવીને દિપ પ્રગટાવીને પોતાની પ્રસન્નતા દર્શાવે છે. આથી આ દિવસે ગંગા સ્નાન કરીને દીપદાનનું ખુબ મહત્વ છે. આ દિવસે દિપ દાન કરવાથી લાંબુ આયુષ્ય મળે છે. તેને ત્રિપુરારી પૂર્ણિમા પણ કહે છે. કારણ કે પ્રાચીન સમયમાં આ તિથિ પર શિવજીએ ત્રિપુરાસૂર નામના દૈત્યનો નાશ કર્યો હતો. આ ઉપરાંત એવી પણ માન્યતા છે કે આ દિવસે જ ભગવાન વિષ્ણુએ મત્સ્યાવતાર પણ લીધો હતો. આજના જ દિવસે શીખોના ગુરુ ગુરુનાનકદેવજીનો પણ જન્મ થયો હતો. આજના આ પવિત્ર દિવસે શું કરવું અને શું ન કરવું તેના વિશે તમને જણાવીએ છે...
આજે આ કામ કરો તો થશે અઢળક લાભ
- આજના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરો. સ્નાન બાદ સૂર્યને જળ ચઢાવો અને ત્યારબાદ દિપદાન, પૂજા, આરતી અને દાન કરો.
- આજે તુલસીજીની પૂજા અને પરિક્રમા જરૂર કરો અને તેમના સમક્ષ દિપદાન કરો.
- સત્યનારાયણ ભગવાનની કથા વાંચો અને સાંભળો.
- આજના દિવસે શિવલિંગ પર જળ ચઢાવીને ઓમ નમ: શિવાય મંત્રનો જાપ કરો.
- આજે હનુમાનજીની સામે ઘીનો દિવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરો.
- ગંગા નદીના તટ પર સ્નાન કરીને દિપ પ્રગટાવીને દેવતાઓ પાસે કોઈ મનોકામના રાખીને પ્રાર્થના કરો.
- આજે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી લક્ષ્મીજી સદા માટે પ્રસન્ન રહે છે.
જુઓ LIVE TV
ભૂલેચૂકે આ કામ ન કરો
- મોડે સુધી સૂવું નહીં. સવારે જલદી ઉઠીને સ્નાન કરવું. પાણીમાં ગંગાજળના કેટલાક ટીપા નાખવા
- આજના દિવસે તુલસી પૂજાનું ખાસ મહત્વ હોય છે. આથી તુલસીના પાંદડા તોડવા નહીં અને મૂળમાંથી ઉખાડવા પણ નહીં.
- આજે અડદ અને મસૂરની દાળ ન ખાવી. આ ઉપરાંત ખાવામાં કારેલા, રિંગણા અને લીલા શાકભાજી પણ ખાતા બચવું જોઈએ.
- આજના દિવસે ઘરના મુખ્ય દ્વારને ખાલી ન રાખો. રંગોળી બનાવો અને તોરણથી શણગારો.
- આજનો દિવસ ખુબ શુભ છે આથી ઘરમાં કોઈ પણ પ્રકારનો કલેશ ન કરવો અને લડાઈ ઝઘડાથી દૂર રહો.
- તામસી ભોજનથી દૂર રહો. માંસ તો ભૂલેચૂકે ન ખાવું. બની શકે તો ભોજનમાં ડુંગળી, લસણનો પણ ઉપયોગ ન કરો.
- આજે ભગવાન ગમે તે સ્વરૂપે તમારી સામે આવી શકે છે. તો ભૂલથી પણ કોઈનું અપમાન ન કરવું કે અપશબ્દો ન બોલવા. ક્રોધ પર કાબુ રાખો અને સમજી વિચારીને બોલો.
- ઘરના દરવાજે આવેલા કોઈને પણ ખાલી હાથે પાછા ન મોકલો. કઈંક ખવડાવો કે દાન કરો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે