ઉતરાખંડમાં વાદળ ફાટ્યા: દિલ્હી-NCRમાં પણ તોફાની પવનથી જનજીવન ખોરવાયું
ઉતરાખંડમાં વાદળ ફાટ્યા: દિલ્હી-NCRમાં પણ તોફાની પવનથી જનજીવન ખોરવાયું
Trending Photos
નવી દિલ્હી : ઉતરાખંડમાં હવામાન બગડ્યા બાદ દિલ્હીમાં પણ ભારે તોફાન સાથે વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. દિલ્હીમાં શુક્રવારે સાંજે ધૂળની ડમરી સાથેનો તોફાની પવન જોવા મળ્યો હતો. આ જ કારણે કેટલાક વિસ્તારોમાં ઝાડ પણ તુટી પડ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉથી જ હવામાન વિભાગ દ્વારા તોફાન મુદ્દે એલર્ટ આપ્યું હતું. મળતી માહિતી અનુસાર વંટોળિયા, અને તોફાનનાં કારણે ઘણા સ્થળો પર ઝાડ તુટી પડ્યા છે. જો કે હજી સુધી કોઇ પ્રકારનાં જાનમાલનાં નુકસાનનાં સમાચાર નથી.
હવામાન વિભાગનાં અનુસાર દિલ્હી -NCRમાં પાનીપત, મુજફ્ફરનગર, ગનૌર, બરૌત, બાગપત, મેરઠ, મોદી નગર, હાપુડ, બિજનોર, ગઢમુક્તેશર, બુલંદશહર, સિયાના તથા આસપાસનાં વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ થશે. જ્યારે આ વિસ્તારોમાં ધુળીયું તોફાનની પણ આગાહી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ વારંવાર આ વરસાદ અંગે એલર્ટ આપી ચુક્યું છે. ગત્ત દિવસોમાં ઉત્તર ભારતમાં તોફાનનાં કારણે ઘણી તબાહી મચી ચુકી હતી.
હવામાન વિભાગનાં અનુસાર ઉનાળાના વાતારવરણાં આ પ્રકારનાં ફેરફારો થતા જ હોય છે. જો કે આ વખતે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ઉપરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાન અને મધ્યપ્રદેશ પર ચક્રવાતની પરિસ્થિતી સર્જાઇ છે જેનાં કારણે વાતાવરણ સતત બદલાતું રહે છે અને ખરાબ રહે છે. હવામાન વિજ્ઞાનની ભાષામાં તેને લોકલ ક્લાઉડ સેલ કહે છે. ઘણી વખત એકથી બે કલાકમાં જ સામાન્ય વંટોળીયો તોફાનનું સ્વરૂપ લઇ લે છે. સમગ્ર ઉત્તરભારતમાં આ સ્થિતી ઘણા રાજ્યોમાં બની છે.
ઉતરાખંડમાં વાદળ ફાટ્યા
ઉતરાખંડમાં એકવાર ફરીથી પ્રકૃતીએ પોતાનું વિકરાળ સ્વરૂપ દેખાડ્યું છે. શુક્રવારે સાંજે ઉતરાખંડમાં ઉત્તરકાશીહ, ટિહરી સહિત ચાર સ્થળો પર વાદળ ફાટ્યા હતા. જેનાં કારણે હવામાન વિભાગે 36 કલાક માટે એલર્ટ આપ્યું છે. પરિસ્થિતીને જોતા ઉતરાખંડમાં રહેલ ITBPને પણ એલર્ટ પર મુકાયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે