બુરાડીનું નિરંકારી ગ્રાઉન્ડ બનશે કિસાનોનું 'જંગત-મંતર', પ્રદર્શન કરવાની મળી મંજૂરી
દિલ્હી પોલીસની અરજી નામંજૂર કરતા આપ સરકારે કહ્યું કે, કિસાનોની માંગ વ્યાજબી છે. દિલ્હીના ગૃહ મંત્રી સત્યેન્દ્ર જૈન તરફથી જારી નિવેદન અનુસાર, અહિંસક રીતે આંદોલન કરતા કિસાનોને જેલમાં ન મોકલી શકાય.
Trending Photos
નવી દિલ્હીઃ દેશની રાજધાનીમાં કિસાનોની એન્ટ્રી બંધ છે. દિલ્હી ચલો માર્ચ હેઠળ પંજાબ અને હરિયાણાના હજારો કિસાન નિકળી પડ્યા છે. હરિયાણામાં ઘણા સ્થાનો પર કિસાનોને રોકવામાં આવ્યા છે. ન માનવા પર ટીયર ગેસ અને પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. બોર્ડર પર સઘન ચેકિંગ અભિયાનથી ટ્રાફિક વ્યવસ્થા પર અસર પડી છે. તો એનસીઆરના શહેરોમાં દિલ્હીથી મેટ્રો સેવા બંધ રહેવાથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ગુડગાંવ, નોઇડા, ગાઝિયાબાદથી દિલ્હી આવનાર લોકોએ ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હી અને પંજાબની સરકારો ખુલીને આંદોલનના સમર્થનમાં આવી ગઈ છે. ટિકરી બોર્ડર, સિંધુ બોર્ડર, પંજાબ હરિયાણા બોર્ડર પર ઘર્ષણ થયું ત્યારબાદ પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા અને પાણીનો મારો ચલાવ્યો છે.
પીએમ આવાસ સુધી પહોંચ્યા કિસાન
આંદોલનકારી કિસાનો દિલ્હીમાં પ્રવેશી ચુક્યા છે. કેટલાક કિસાન 7 આરસીઆર સ્થિત પ્રધાનમંત્રી આવાસ સુધી પહોંચી ચુક્યા છે. જાણવા મળી રહ્યું છે કે પીએમ હાઉસ સુધી જનારામાં આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ સામેલ હતા. પોલીસે કિસાનો અને આપ નેતાને હટાવ્યા છે.
#WATCH Water cannon and tear gas shells used to disperse protesting farmers at Shambu border, near Ambala pic.twitter.com/EaqmJLhAZI
— ANI (@ANI) November 27, 2020
દિલ્હી સરકાર કિસાનોના સમર્થનમાં
દિલ્હી પોલીસની અરજી નામંજૂર કરતા આપ સરકારે કહ્યું કે, કિસાનોની માંગ વ્યાજબી છે. દિલ્હીના ગૃહ મંત્રી સત્યેન્દ્ર જૈન તરફથી જારી નિવેદન અનુસાર, અહિંસક રીતે આંદોલન કરતા કિસાનોને જેલમાં ન મોકલી શકાય.
બીજીતરફ પંજાબ સીએમઓ તરફથી જારી નિવેદન અનુસા, કેપ્ટન અમરિંદર સિંહે કેન્દ્રને વિનંતી કરી છે કે તત્કાલ કિસાનો સાથે વાતચીત કરી સ્થિતિને શાંત કરવાનો પ્રયાસ કરે.
કિસાનોને બુરાડીના નિરંકારી ગ્રાઉન્ટ જવાની મંજૂરી
દિલ્હી પોલીસે કિસાનોને બુરાડીના નિરંકારી ગ્રાઉન્ડમાં ભેગા થવાની મંજૂરી આપી છે. પોલીસનું કહેવું છે કે કિસાન અહીં ભેગા થઈ પ્રદર્શન કરી શકે છે.
Haryana: Police use tear gas to try to disperse farmers as they take part in protests against Centre's Farm laws, at the Singhu border (Delhi-Haryana border) pic.twitter.com/gVxsvulHhx
— ANI (@ANI) November 27, 2020
સિંધુ બોર્ડર પર થઈ બબાલ
જ્યારે કિસાનોને સિંધુ બોર્ડર પાર કરવાની મંજૂરી મળવાના સમાચાર આવ્યા તો ત્યાં બબાલ શરૂ થઈ ગઈ. કિસાનો તરફથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને બેરિકેડ તોડવામાં આવ્યા હતા. જવાબમાં પોલીસે વોટર કેનનો ઉપયોગ કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે