અહો આશ્ચર્યમ! ચોખામાં ભળશે દેશી દારૂનો નશો, કીટાણુઓથી બચાવવા ખેડૂતોએ શોધ્યો વિચિત્ર નુસખો!

તમને એ જાણીને નવા લાગશે કે મહારાષ્ટ્રના ખેડૂતો ચોખાની ખેતીને કીટાણુઓના નુકસાનથી બચાવવા માટે દેશી ખાતર અને પાણીમાં દેશી દારૂ મિલાવીને તેને પોષણ આપી રહ્યા છે અને આશ્ચર્ય એ વાતનું છે કે, આ રીત અપનાવ્યા બાદ ખેતરમાંથી જીવજંતુઓનો સફાયો પણ થઈ ગયો છે

અહો આશ્ચર્યમ! ચોખામાં ભળશે દેશી દારૂનો નશો, કીટાણુઓથી બચાવવા ખેડૂતોએ શોધ્યો વિચિત્ર નુસખો!

માધવ ચંદનકર, ગોદિયા/મુંબઈઃ માયાનગરી મુંબઈથી માત્ર 1000 કિમી દૂર મહારાષ્ટ્રના ગોદિયા જિલ્લાના ચારગાંવના ખેડૂત પ્રતીક ઠાકુરનો ગયા વર્ષે 10 એકરનો પાક કીટાણુઓના કારણે ખરાબ થઈ ગયો હતો. ત્યાર બાદ પ્રતીક આ કીટાણુઓથી છૂટકારો મેળવવાનો ઉપાય શોધવા મથી રહ્યો હતો. પ્રતીકને ખબર પડી કે, મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ખેડૂતો ચોખાની ખેતીને બચાવવા માટે દેશી ખાતર અને પાણીમાં દેશી દારૂ મિલાવી રહ્યા છે અને તેનાથી તેમને પાયદો પણ થયો છે. 

પ્રતીક જે વિસ્તારમાં ખેતી કરે છે ત્યાં માવા અને તુરતુડા નામના બે પ્રકારના કીટાણુઓ ખેતરમાં ઊભા થયેલા પાકનો સંપૂર્ણ સફાયો કરી નાખે છે. ચોખાના ધરૂ જેવા મોટા થવા લાગે છે કે આ કીટાણુ તેમાં પેદા થઈ જાય છે અને પાકનો નાશ કરી નાખે છે. 

હવે, ખેડૂતો આ કીટાણુથી બચવા માટે 16 લીટર પાણીમાં 90 એમએલ દેશી દારૂ મિલાવે છે અને પછી તેનો ઊભા પાક પર છંટકાવ કરવામાં આવે છે. પ્રતીકે જણાવ્યું કે, પ્રકારનો છંટકાવ કર્યા બાદ પાકમાં કોઈ પણ પ્રકારના કીટાણુ કે કોઈ અન્ય જીવજંતુઓ જોવા મળ્યા નથી. આ વિસ્તારમાં પ્રતીકની જેમ જ અન્ય 50 જેટલા ખેડૂતો ચોખાની ખેતીમાં દેશી દારૂનો છંટકાવ કરી રહ્યા છે. 

આ ખેડૂતો લગભગ 2000 હેક્ટર જમીનના માલિક છે. દેશી દારૂનો છંટકાવ કરવામાં એક ખેડૂતનો ખર્ચ પણ ઓછો આવી રહ્યો છે. ઓછો ખર્ચ પણ દાશી દારૂનો છંટકાવ કરવાનું કારણ છે. 

ચોખાની ખેતી પર દેશી દારૂનો છંટકાવ કરવાનું બહાર આવ્યા બાદ કૃષિ નિષ્ણાતોએ જણાવ્યું કે, જે ખેડૂતો દેશી દારૂનો છંટકાવ કરી રહ્યા છે તેઓ તેનો એટલા ઓછા પ્રમાણમાં તેનો ઉપયોગ કરે છે કે તેથી કીટાણુ સિવાય છોડ પર કોઈ અસર થશે નહીં. સાથે જ વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, જે ખેડૂતો દેશી દારૂના બદલે લીમડાની છાલનો પણ ઉપયોગ કરે તો તેનાથી પણ ખેડૂતોને ફાયદો થતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news