અરુણ જેટલીનો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- રાહુલ ગાંધીના રાફેલ ડીલ પર 7 જુઠ્ઠાણા
રાફેલ ડીલમાં કેન્દ્રની મોદી સરકાર પર સતત ભ્રષ્ટાચારનો આરોપ લગાવતી કોંગ્રેસ પર નાણા મંત્રી અરુણ જેટલીએ આજે આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે 'કોંગ્રેસ તરફથી રાફેલ ડીલની કિંમત પર હંમેશાથી ખોટા તથ્યો રજુ કરાયા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતે જ પોતાના અલગ અલગ ભાષણોમાં 2007ની આ રાફેલ ડીલની સાત અલગ અલગ કિંમતો ગણાવી છે.'
Trending Photos
નવી દિલ્હી: રાફેલ ડીલમાં કેન્દ્રની મોદી સરકાર પર સતત ભ્રષ્ટાચારનો આરોપ લગાવતી કોંગ્રેસ પર નાણા મંત્રી અરુણ જેટલીએ આજે આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે 'કોંગ્રેસ તરફથી રાફેલ ડીલની કિંમત પર હંમેશાથી ખોટા તથ્યો રજુ કરાયા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતે જ પોતાના અલગ અલગ ભાષણોમાં 2007ની આ રાફેલ ડીલની સાત અલગ અલગ કિંમતો ગણાવી છે.'
રાહુલની વિચારસરણી નાની
સમાચાર એજન્સી એએનઆઈને આપેલા એક ઈન્ટરવ્યુમાં નાણા મંત્રી અરુણ જેટલીએ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે રાફેલ ડીલ પર આરોપ લગાવનારી ચર્ચા પ્રાઈમરી શાળામાં થતી ચર્ચા સમાન છે. જે રીતે મેં કોઈ સામાન માટે 500 રૂપિયા આપ્યાં અને તમે 1600 રૂપિયામાં ખરીદ્યો. આ બધા તર્ક એ દર્શાવે છે કે રાહુલ ગાંધીની સોચ કેટલી નાની છે.
Every fact that they (Congress) have said on pricing is factually false. Mr Rahul Gandhi himself has given 7 different prices in different speeches with regard to the 2007 Rafale offer: FM Arun Jaitley (File pics) #FMtoANI pic.twitter.com/b15l6ZWAY9
— ANI (@ANI) August 29, 2018
મુદ્રા કિંમતોમાં થયેલા ફેરફારથી ભાવ વધ્યા
જેટલીએ રાફેલ ડીલની કિંમતોમાં વધારો કરવાના આરોપ પર કહ્યું કે '2015 અને 2016માં રાફેલ વિમાન ડીલ પર જેટલી પણ વાતચીત થઈ અને જ્યારે 2016માં આ ડીલ ફાઈનલ થઈ તો જે ભાવો વધ્યાં, તે આંતરરાષ્ટ્રીય સ્તરે મુદ્રા કિંમતોમાં થયેલા ફેરફારના કારણે વધ્યાં. વિમાનની પાયાની કિંમતમાં તો 9 ટકાનો ઘટાડો થયો. તે કોંગ્રેસ પણ જાણે છે.'
This (allegations on Rafale deal) is like a kindergarten or primary school debate, “Well, I was paying 500 something and you’ve paid 1600 something”. That’s the argument being given, it shows how little understanding (Rahul Gandhi) he has: FM Arun Jaitley #FMtoANI (file pics) pic.twitter.com/80TrYecWMx
— ANI (@ANI) August 29, 2018
દરેક વિમાન પર અમે 20 ટકા ભાવ ઓછા કરાવ્યાં
તેમણે કહ્યું કે હું આ વાક્ય અગાઉ પણ દોહરાવી ચૂક્યો છું કે તેઓ (રાહુલ ગાંધી) આ અંગે કેટલું જાણે છે અને તેઓ ક્યારે જાણશે. શું તમે વિમાનની મૂળભૂત કિંમતોની સરખામણી પૂર્ણરૂપથી તૈયાર વિમાનની કિંમતો સાથે કરી રહ્યાં છો. શું તમે મામૂલી વિમાનની સરખામણી ફાઈટર વિમાન સાથે કરી રહ્યો છો. જેટલીએ કહ્યું કે અમારી સરકારે ફાઈટર વિમાનની કિંમતોને ઓછી કરાવવા માટે દરેક શક્ય વાતચીત કરી. તેનાથી 2007ની કોંગ્રેસ સરકાર સમયની ડીલની સરખામણીમાં 2016માં દરેક વિમાન પર 20 ટકા કિંમત ઓછી થઈ.
What was negotiated from 2015 to 2016 and finally executed in 2016, with the escalations and the currency variations, the basic aircraft price turns out to be 9% cheaper. Is the Congress party aware of this?: FM Arun Jaitley on Rafale deal #FMtoANI pic.twitter.com/jRWIUahceZ
— ANI (@ANI) August 29, 2018
કોઈ ખાનગી કંપની ભાગીદાર નથી
જેટલીએ આરોપ લગાવ્યો કે જે ડીલને દસ વર્ષ સુધી રોકી રાખી અને દેશની સુરક્ષા સાથે રમત કરાઈ. તેનું કોઈ કારણ પણ જણાવાયું નથી. અમારી સેનાઓની લડવાની ક્ષમતા વધવી જોઈતી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસ એ વાત સમજી લે કે તે દરેક વખતે લોકોને બેવકૂફ બનાવી શકે નહીં. આ સરકારની સરકાર તરફ વ્યવસ્થા છે. સરકાર સીધા ફ્રાન્સ પાસેથી રાફેલ વિમાન ખરીદી રહી છે. તેમાં કોઈ ખાનગી કંપની હિસ્સેદાર નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે