3 રાજ્યોનાં પરાજય બાદ કેવળ જ્ઞાનની પ્રાપ્તી: મોદી સરકાર ખેડૂતોનું દેવુ માફ કરવાની તૈયારીમાં
જો કે કૃષી મંત્રાલય દ્વારા આ અહેવાલોને નકારી દેવાયા છે, આ મુદ્દો રાજ્યોનો છે તેઓ ઇચ્છે તો દેવા માફી કરી શકે છે
Trending Photos
નવી દિલ્હી : મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ હવે ભાજપને મોડુ મોડુ ભાન થયું છે. હવે આ પરાજયોમાંથી પાઠ ભણીને મોદી સરકાર લોકસભાની ચૂંટણી અગાઉ દેવા માફીની જાહેરાત કરે તેવી શક્યતા છે. સરકારી સુત્રોનાં અનુસાર સમગ્ર દેશનાં 26.3 કરોડ ખેડૂતોનું રૂપિયા 4 લાખ કરોડ રૂપિયાનું દેવુ માફ થઇ શકે છે. જો કે સરકાર દ્વારા તેનો ઇન્કાર કરવામાં આવી રહ્યો છે. સુત્રોના અનુસાર દેવામાફી માટે નાણાની ફાળવણીની યોજના પર સરકાર ટુંક સમયમાં વિચારણા ચાલુ કરી શકે છે.
સરકાર પાસે હાલ ટેકાનાં ભાવ વધારીને કે અન્ય કોઇ પણ રીતે ખેડૂતોને આકર્ષવા માટેનો કોઇ જ વિકલ્પ નથી. જેથી સરકાર હવે ટુંક સમયમાં દેવામાફીની જાહેરાત કરી શકે છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર દેવા માફીને આંકડો 4 લાખ કરોડ હોઇ શકે છે. એક અધિકારીએ કહ્યું કે જો સરકાર આ નિર્ણય લેશે તો ખેડૂતોને અત્યાર સુધીમાં અપાયેલી સૌથી મોટી મદદ હશે. ઉલ્લેખનીય છે કે, 2008માં કોંગ્રેસનાં વડપણમાં યુપીએ સરકાર દ્વારા 72 હજાર કરોડ રૂપિયાનું ખેડૂતોનું દેવુ માફ કરવામાં આવ્યું હતું. આ પગલાએ યુપીએ સરકારને 2009માં ફરી સરકાર રચવામાં મદદ કરી હતી.
દેવા માફી રાજ્યસરકારોનો વિષય
કૃષી મંત્રાલયનાં વધારાનાં સચિવ અશોક દળવીએ કહ્યું કે, સમગ્ર દેશમાં ખેડૂતોની દેવામાફી મુદ્દે કેન્દ્ર સમક્ષ કોઇ દરખાસ્ત નથી પરંતુ સરકારનો હેતુ કેડૂતોની આવક વધારવાનો છે. એક બાબત સ્પષ્ટ છે કે દેવા માફી રાજ્યોનો પ્રશ્ન છે. કેન્દ્ર સરકાર દ્વારા તે મુદ્દે કોઇ જ દખલઅંદાજી કરવામાં નહી આવે. જો રાજ્યો ઇચ્છે તો તેઓ પોતાનાં રાજ્યોમાં ખેડૂતોની દેવા માફી કરવા માટે મુક્ત છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે