જેમણે અમને જીતાડ્યા તેઓ પણ અમારા, જે જીતાડવામાં ચૂક્યા તેઓ પણ અમારા: પીએમ મોદી
લોકસભા ચૂંટણી બાદ પહેલીવાર કેરળ પહોંચેલા વડાપ્રધાન મોદીએ પોતાના ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યાં. તેમણે કહ્યું કે અનેક રાજકીય પંડિતો એવું વિચારે છે કે કેરળમાં ભાજપનું ખાતું પણ ખુલ્યું નથી પરંતુ આમ છતાં મોદી ધન્યવાદ કરવા પહોંચી ગયાં. હું તેમને જણાવવા માંગુ છું કે કેરળ પણ મારું એટલું જ છે જેટલું બનારસ મારું છે. વડાપ્રધાને કહ્યું કે જે લોકો અમને જીતાડે છે તે પણ અમારા છે અને જે આ વખતે અમને જીતાડવામાં ચૂકી ગયા તેઓ પણ અમારા છે.
Trending Photos
તિરુવનંતપુરમ: લોકસભા ચૂંટણી બાદ પહેલીવાર કેરળ પહોંચેલા વડાપ્રધાન મોદીએ પોતાના ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યાં. તેમણે કહ્યું કે અનેક રાજકીય પંડિતો એવું વિચારે છે કે કેરળમાં ભાજપનું ખાતું પણ ખુલ્યું નથી પરંતુ આમ છતાં મોદી ધન્યવાદ કરવા પહોંચી ગયાં. હું તેમને જણાવવા માંગુ છું કે કેરળ પણ મારું એટલું જ છે જેટલું બનારસ મારું છે. વડાપ્રધાને કહ્યું કે જે લોકો અમને જીતાડે છે તે પણ અમારા છે અને જે આ વખતે અમને જીતાડવામાં ચૂકી ગયા તેઓ પણ અમારા છે.
ગુરુવાયૂરમાં જનસભાને સંબોધતા પીએમ મોદીએ લોકતંત્રના ઉત્સવમાં ભાગ લેવા બદલ કેરળના લોકોનો આભાર વ્યક્ત કર્યો. વડાપ્રધાને કહ્યું કે, 'જનતા જનાર્દન ઈશ્વરનું રૂપ છે, તે આ વખતની ચૂંટણીમાં સારીપેઠે જોવા મળ્યું. રાજકીય પક્ષો જનતાના મિજાજને ઓળખી શક્યા નહીં. પરંતુ જનતાએ ભાજપ અને એનડીએના પક્ષમાં પ્રચંડ જનાદેશ આપ્યો. હું માથું નમાવીને જનતાને નમન કરું છું.' મોદીએ ગુરુવાયૂરને પુણ્ય ભૂમિ તરીકે ગણાવી.
PM Narendra Modi: We believe that elections have a place of their own but after elections the more important responsibility is towards the 130 crore citizens. Those who made us win our ours, those who did not make us win are also ours. Kerala is as much mine as is Varanasi. https://t.co/KgSKCuJWT0
— ANI (@ANI) June 8, 2019
વડાપ્રધાને કહ્યું કે અમે ભાજપના કાર્યકર્તા ચૂંટણી રાજકારણ માટે મેદાનમાં નથી હોતા. અમે 365 દિવસ જનતાની સેવામાં લાગેલા હોઈએ છીએ. અમે રાજકારણમાં ફક્ત સરકાર બનાવવા માટે નથી આવ્યાં. અમે રાજકારણમાં દેશ બનાવવા માટે આવ્યાં છીએ. પીએમ મોદીએ કહ્યું કે અમને જનપ્રતિનિધિ 5 વર્ષ માટે જનતા બનાવે છે પરંતુ અમે જનસેવક છીએ, જે આજીવન છીએ અને જનતા માટે સમર્પિત હોઈએ છીએ.
જુઓ LIVE TV
તેમણે કહ્યું કે આ લોકસભા ચૂંટણીમાં જનતાએ નકારાત્મકતાને ફગાવી દીધી છે. પીએમ મોદીએ કહ્યું કે, 'ચૂંટણી દરમિયાન ભારતની 130 કરોડની જનતાએ સકારાત્મકતાને સ્વીકારી અને એક વા જોશ સાથે નકારાત્મકતાને ફગાવી દીધી. જેણે વિશ્વસ્તરે દેશના વલણને મજબુત બનાવ્યું.'
પીએમ મોદીએ કહ્યું કે કેરળની યુવા પેઢી માટે પર્યટન રોજગારનો સ્ત્રોત છે. એનડીએ સરકારની યોજનાઓની અસર હવે જોવા મળી રહી છે અને દેશ પર્યટનના માનચિત્રમાં ખુબ આગળ આવી ગયો છે. કેરળમાં હેરિટેજ ટુરિઝમની ખુબ સંભાવના છે અને સરકાર તેના માટે પ્રયત્નો કરી રહી છે. વડાપ્રધાને કહ્યું કે નિપાહ વાઈરસ કેરળમાં સામે આવ્યો છે. હું રાજ્ય સરકાર અને કેરળની જનતાને આશ્વાસન આપવા માંગુ છું કે આ વાઈરસને પહોંચી વળવા માટે કેન્દ્ર તરફથી તેમને સંપૂર્ણ સહયોગ મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે