રામ મંદિર પર PM મોદી બોલ્યા કે તેઓ ભાવુક છે, હું પણ ઇમોશનલ છું કેમ કે ત્યાં 450 વર્ષ સુધી મસ્જિદ હતી: ઓવૈસી
Trending Photos
નવી દિલ્હી: AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ આજે રામ મંદિરને લઇને કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેઓ ભાવુક છે, હું પણ એટલો જ ભાવુક છે, કેમ કે, હું નાગરિકત્વના સહ-અસ્તિત્વ અને સમાનતામાં વિશ્વાસ કરું છું. ઓવૈસીએ કહ્યું કે, હું ઇમોશનલ છું કેમ કે, ત્યાં 450 વર્ષ સુધી મસ્જિદ હતી.
The Prime Minister today said he was emotional. I want to say that I am also equally emotional because I believe in coexistence and equality of citizenship. Mr Prime Minister, I am emotional because a mosque stood there for 450 years: AIMIM chief Asaduddin Owaisi https://t.co/2nUjt9IKCk
— ANI (@ANI) August 5, 2020
અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે. પ્રધાનમંત્રીએ રામ મંદિરના ભૂમિ પૂજનમાં સામેલ થઇ તે શપથને તોડી છે. જે તેમણે પીએમ પદ સંભાળતી વખતે લીધી હતી. આજે તે દિવસ છે જ્યારે લોકતંત્ર અને ધર્મનિરપેક્ષતાની હાર થઇ છે અને હિન્દુત્વની જીત.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે