જો આવતા મહિના સુધીમાં પુર્ણ નહી કરો આ કામ તો કેન્સલ થઇ જશે PAN કાર્ડ
અડધાથી પણ વધારે પાનકાર્ડ ધારકો દ્વારા સુપ્રીમ કોર્ટનો આદેશ છતા પણ આધારકાર્ડનું આ કામ પુર્ણ કરવામાં આવ્યું નથી
Trending Photos
નવી દિલ્હી : પાન કાર્ડ (PAN)થી આધારને જોડવાની સમયસીમા 31 માર્ચ નજીક આવ્યા છતા પણ હજી સુધી 50 ટકા પાનકાર્ડ ધારકોએ જ પોતાનાં આધારને પાનકાર્ડ સાથે જોડ્યું છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડનાં ચેરમેન સુશીલ ચંદ્રાએ જણાવ્યું કે, આવકવેરા વિભાગે અત્યાર સુધી 42 કરોડ પાન ફાળવણી કરી છે. તેમાં 23 કરોડ લોકોએ જ પાન સાથે આધારને જોડ્યા છે. સુપ્રીમ કોર્ટે આધાર પર સુનવણી કરતા આવકવેરા રિટર્ન દાખલ કરતા સમયે આધારને ફરજીયાત કરી દીધું હતું. સુપ્રીમ કોર્ટે પાન અને આધારને જોડવાની સમયસીમા 31 માર્ચ નિશ્ચિત કરી છે.
અનેક એજન્સીઓ પણ આધાર સાથે જોડાયેલી છે
ચંદ્રાએ એસોચેમનાં એક કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે, આધાર સાથે જોડવાથી માહિતી મળશે કે કોઇની પાસે નકલી પેન તો નથી. જો તેને આધાર સાથે નહી જોડવામાં આવે તો અમે પૈન રદ્દ પણ કરી શકીએ છીએ. તેમણે કહ્યું કે, જ્યારે પૈનને આધાર સાથે જોડવામાં આવશે અને પૈન બેંક ખાતા સાથે જોડાયેલું રહેશે તો આઇટી વિભાગ કરદાતાનાં ખર્ચ કરવાની પદ્ધતી અને અન્ય માહિતી સરળતાથી માહિતી મળી શકશે. અનેક એજન્સીઓ પણ આધાર અંગેની માહિતી હશે તો તે અંગે પણ માહિતી કે સમાજ કલ્યાણ યોજનાઓનો લાભ લોકોને મળી રહ્યો છે કે નહી.
અત્યાર સુધીમાં 6.31 કરોડ રિટર્ન દાખલ
આ વર્ષે અત્યાર સુધીમાં 6.31 કરોડ રિટર્ન દાખલ કરવામાં આવ્યા છે. આ ગત્ત વર્ષનાં 5.44 કરોડ રિટર્ન વધારે છે. આ વર્ષ વિભાગ 95 લાખ નવા કરદાતાઓને જોડી ચુક્યા છે. તેમણે અફસોસ વ્યક્ત કરતા કહ્યું કે, 125 કરોડ વસ્તીને 7.5 ટકા જ આર્થિક વૃદ્ધ દર ધરાવતા દેશમાં માત્ર 1.5 લાખ રિટર્નમાં આવક એક કરોડ રૂપિયાથી વધારે દેખાડવામાં આવી રહી છે.
ચંદ્રાએ કહ્યું કે, આ ખુબ જ ચિંતાજનક સ્થિતી છે કે આ દેશમાં જ્યાં જીડીપી, ખર્ચ, ઉપભોગ વધારે વધી રહ્યું છે. તમામ 5 સ્ટાર હોટલ ભરાયેલા છે, પરંતુ જ્યારે તમે કોઇને પુછશો કે કેટલા લોકો એક કરોડ રૂપિયાથી વધારે આવકની માહિતી રિટર્નમાં આપી રહ્યા છે? આ ખુબ જ દયનીય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે