આ ડિવાઇસ માહિતી આપશે કે ભવિષ્યમાં તમને હાર્ટએટેક આવશે કે નહી
ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નૉલોજી આઇઆઇટી બોમ્બેના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓએ મળીને એક એવું ડિવાઇસ બનાવ્યું છે જે ન માત્ર હાર્ટ અટેકની માહિતી આપશે પરંતુ ભવિષ્યમાં વ્યક્તિને હાર્ટએટેક આવી શકશે કે નહીં તેની પણ જાણકારી આપશે.
Trending Photos
અમિત કોટેચા/ મુંબઇ: ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નૉલોજી આઇઆઇટી બોમ્બેના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓએ મળીને એક એવું ડિવાઇસ બનાવ્યું છે જે ન માત્ર હાર્ટ અટેકની માહિતી આપશે પરંતુ ભવિષ્યમાં વ્યક્તિને હાર્ટએટેક આવી શકશે કે નહીં તેની પણ જાણકારી આપશે. શોધકર્તાઓએ જે ડિવાઇસ બનાવ્યું છે તે હાર્ટ અટેકના કેસમાં લોહીમાં ચાલી રહેલા કેમિકલ્સની માત્રાને માપે છે અને સ્માર્ટફોન પર તેનું રીડિંગ બતાવે છે.
મુંબઈના આઇઆઇટી કેમ્પસમાં બાયોસાયન્સ અને બાયો એન્જિનિયરિંગના પ્રોફેસરે તેમના વિદ્યાર્થીઓ સાથે મળી ચાર વર્ષની મહેનતથી અનોખુ ડિવાઇઝ તૈયાર કર્યું છે. આ ડિવાઇસને ગાંધીવાદી યંગ ટેક્નોલોજીકલ ઈનોવેશન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવેલું છે. દેબસ્મિતા અને સૌરભના જણાવ્યા અનુસાર આ ડિવાઇસ હ્નદયમાંથી છૂટનારા કેમિકલ્સનું પ્રમાણ લોહીમાં કેટલું છે તેની માહિતી આપે છે. સામાન્ય રીતે હાર્ટ અટેકના સમયે હૃદયમાંથી માયોગ્લોબીન અને માયલોપેરોક્સીડેસ નામના કેમિકલનો સ્ત્રાવ થાય છે. આ ડિવાઇસ તેની માપન શક્તિથી લોહીમાં આ કેમિકલનું પ્રમાણ જાણી શકશે. આ ડિવાઈસની મદદથી ભવિષ્યમાં આવનારા હાર્ટ-અટેકને પણ ટાળી શકાશે.
આઇઆઇટી મુંબઇના પ્રોફેસર સૌમ્યા મુખર્જીએ જણાવ્યું હતું કે હૃદયમાંથી નીકળતા માયોગ્લોબિન કેમિકલ હાર્ટ અટેકનો શરૂઆતી હિસ્સો છે. જેનાથી વ્યક્તિના જીવને ખતરો હોતો નથી પરંતુ જ્યારે હૃદયમાંથી માયલોપેરોક્સીડેસ કેમીકલનો સ્ત્રાવ શરૂ થાય છે ત્યારે ખતરાની ઘંટડી વાગે છે. જો આ કેમીકલનું પ્રમાણ વધી જાય તો તેનાથી હાર્ટ અટેક જાનલેવા સાબિત થઈ શકે છે એટલે કે માયલોપેરોક્સીડેસનું સ્તર જો વધુ હશે તો તેનો અર્થ એમ છે કે શરીરમાં એન્ડોથેલિયલ અસ્થિર છે. જેનો અર્થ એમ થાય કે રક્તવાહિકાઓની અંદરની પરત અસ્થિર છે અને તેનો એક હિસ્સો બંધ પડી શકે છે. જો આ હિસ્સો સ્મોલ આર્ટરીમાં ફસાઈ ગયો તો વ્યક્તિ ને જાનલેવા હાર્ટ અટેક આવી શકે છે.
આ ટેસ્ટને માયોગ્લોબિન ટેસ્ટ કહેવાય છે. એક સાધારણ પેથોલોજી લેબમાં આ ટેસ્ટ માટે ૮૦૦ રૂપિયા ચુકવવા પડે છે. આ ટેસ્ટ કરાવવા માટે ડોક્ટરોને પણ એક સિરિંજ લોહીની જરૂર પડે છે. પરંતુ આઇઆઇટી બોમ્બે દ્વારા તૈયાર કરવામાં આવેલી આ મશીનની કિંમત પંદરસો રૂપિયા છે. જેમાં એક વાર ટેસ્ટ કરવા માટે માત્ર 30 રૂપિયા જેટલો ખર્ચ કરવો પડશે. માત્ર લોહીનું એક ટીપું 15 મિનિટ સેન્સર પર રાખતા સ્માર્ટફોનના મદદથી ઉત્તમ રિઝલ્ટ મળી શકશે. સ્વાભાવિક રીતે હાર્ટએટેકને ટાળવા માટે માયોગ્લોબિન ટેસ્ટ દર ત્રણ મહિને કરાવવું જોઈએ. માટે આઇઆઇટી દ્વારા બનાવવામાં આવેલા આ ડિવાઈસની મદદથી સસ્તા દરે કોઈપણ વ્યક્તિ આ ટેસ્ટ કરાવી શકશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે