રાજસ્થાનમાં રાજકીય ગરમાવો, સીએમ અશોક ગેહલોતના નજીકના વ્યક્તિઓના ઘરે ITના દરોડા


અશોક ગેહલોતના નજીકના ધર્મેન્દ્ર રાઠોડ અને રાજીવ અરોડાના ઘરે આવકવેરા વિભાગના દરોડા ચાલી રહ્યાં છે. બંન્નેના દિલ્હી અને રાજસ્થાનના ઠેકાણા પર દરોડા પડ્યા છે. 

રાજસ્થાનમાં રાજકીય ગરમાવો, સીએમ અશોક ગેહલોતના નજીકના વ્યક્તિઓના ઘરે ITના દરોડા

જયપુરઃ રાજસ્થાનમાં રાજકીય વાતાવરણ ખુબ ગરમ થઈ ગયું છે. રાતભર સરકાર બચાવવા માટે કોંગ્રેસમાં મંથન ચાલ્યું હતું. તો ડેપ્યુટી સીએમ સચિન પાયલટે દિલ્હીમાં કેમ્પ કર્યો છે. આ રાજરમતમાં સીએમ અશોક ગેહલોતના  નજીકના લોકો પર આવકવેરા વિભાગના દરોડા ચાલી રહ્યાં છે. કોંગ્રેસનો આરોપ છે કે આ કાર્યવાહી બદલાની ભાવનાથી થઈ રહી છે. 

અશોક ગેહલોતના નજીકના ધર્મેન્દ્ર રાઠોડ અને રાજીવ અરોડાના ઘરે આવકવેરા વિભાગના દરોડા ચાલી રહ્યાં છે. બંન્નેના દિલ્હી અને રાજસ્થાનના ઠેકાણા પર દરોડા પડ્યા છે. પરંતુ સત્તાવાર રૂપે આવકવેરા વિભાગ તરફથી તેની ખાતરી કરવામાં આવી નથી. જાણકારી અનુસાર ધર્મેન્દ્ર રાઠોડ અને રાજીવ અરોરા સીએમ અશોક ગેહલોતના પોલિટિક્સ અને ફંડ મેનેજર છે. 

હકીકતમાં આ દરોડા ત્યારે પડ્યા છે, જ્યારે અશોક ગેહલોતે ધારાસભ્ય દળની જયપુરમાં બેઠક બોલાવી છે. તો ડેપ્યુટી સીએમ પાયલટે દિલ્હીમાં કેમ્પ કર્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ગેહલોતના નજીકના લોકોના 24 ઠેકાણા પર દરોડા ચાલી રહ્યાં છે. તેને લઈને સીએમનું હજુ કોઈ નિવેદન સામે આવ્યું નથી. 

તો આવકવેરા વિભાગે આ દરોડાને લઈને રાજસ્થાન પોલીસની પાસે કોઈ જાણકારી નથી. જાણવા મળી રહ્યું છે કે ગેહલોતના નજીકના ઘરે સીઆરપીએફની મદદથી દરોડા પાડવામાં આવ્યા છે. આ સાથે જયપુરની એક મોટી હોટલમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે, જે કથિત રૂપે ગેહલોતના સંબંધીઓની જણાવવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે હોટલમાં ગેહલોતના સંબંધીઓનું રોકાણ છે.

જુઓ LIVE TV

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news