લાલ કિલ્લાની પ્રાચીરથી પીએમ મોદીએ મણિપુર હિંસા પર આપ્યું અત્યંત મહત્વનું નિવેદન, જુઓ Video
PM Modi Independence Day Speech: ભારત આજે પોતાનો 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીએ આ અવસરે લાલ કિલ્લાની પ્રાચીર પર રાષ્ટ્રીય ધ્વજ તિરંગો ફરકાવ્યો. આ અવસરે પીએમ મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધન પણ કર્યું. પીએમ મોદીએ મણિપુર હિંસા પર શું કહ્યું તે ખાસ જાણો.
Trending Photos
PM Modi Independence Day Speech: ભારત આજે પોતાનો 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીએ આ અવસરે લાલ કિલ્લાની પ્રાચીર પર રાષ્ટ્રીય ધ્વજ તિરંગો ફરકાવ્યો. આ અવસરે પીએમ મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધન પણ કર્યું. પીએમ મોદીએ કહ્યું કે પૂર્વોત્તરમાં ખાસ કરીને મણિપુરમાં જે હિંસાનો દોર ચાલ્યો, અનેક લોકોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા, મા-બેટીઓના સન્માન સાથે રમત રમાઈ. કેટલાક દિવસથી મણિપુરથી સતત શાંતિના સમાચાર આવી રહ્યા છે. દેશ મણિપુરના લોકો સાથે છે.
મણિપુર પર પીએમ મોદીનું નિવેદન
પીએમ મોદીએ કહ્યું કે મણિપુરના લોકોએ કેટલાક દિવસથી જે શાંતિ જાળવી રાખી છે, તેને આગળ ધપાવો. સમાધાન ફક્ત શાંતિથી જ મેળવી શકાય છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર સમાધાન માટે દરેક શક્ય પ્રયત્ન કરી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર અને હવે જનસંખ્યાના મામલે પણ દેશ અગ્રણી છે. આટલો મોટો દેશ, મારા પરિવારના 140 કરોડ સભ્યો આજે સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા છે. હું ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં પોતાનું યોગદાન આપનારા તમામ બહાદુરોને શ્રદ્ધાંજલિ આપું છે.
મણિપુરમાં હિંસા મુદ્દે લાલ કિલ્લા પરથી શું કહ્યું PM મોદીએ....?#pmmodi #manipur #IndependenceDay #IndependenceDayIndia pic.twitter.com/FoUMc1Flf7
— Zee 24 Kalak (@Zee24Kalak) August 15, 2023
કુદરતી આફત પર શું બોલ્યા પીએમ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ વખતે કુદરતી આફતે દેશના અનેક ભાગોમાં અકલ્પનીય સંકટ પેદા કર્યા. જે પરિવારોઓ આ સંકટને સહન કર્યા છે તે તમામ પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય-કેન્દ્ર સરકાર મળીને તે તમામ સંકટોથી મુક્ત થઈને ઝડપથી વિકાસ તરફ આગળ વધશે. એ વિશ્વાસ અપાવું છું.
#WATCH जनसांख्यिकी, लोकतंत्र और विविधता की त्रिमूर्ति देश के सपनों को साकार करने की शक्ति रखती है: प्रधानमंत्री नरेंद्र मोदी pic.twitter.com/nY1GMlaSwX
— ANI_HindiNews (@AHindinews) August 15, 2023
ભારત પ્રત્યે નવું આકર્ષણ
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે વિશ્વભરમાં ભારતની ચેતના પ્રત્યે ભારતના સામર્થ્ય પ્રત્યે એક નવું આકર્ષણ, એક નવો વિશ્વાસ પેદા થયો છે. આ પ્રકાશપૂંજ ભારતથી ઉઠ્યો છે. જેને વિશ્વ પોતાના માટે જ્યોતિ સ્વરૂપે જોઈ રહ્યું છે. આજે આપણી પાસે જન સાંખ્યિકી, લોકતંત્ર અને વિવિધતા છે- આ ત્રણેય મળીને દેશના સપનાને સાકાર કરવાની ક્ષમતા ધરાવે છે.
પીએમ મોદીએ કહ્યું કે હું છેલ્લા 1000 વર્ષોની વાત એટલા માટે કરી રહ્યો છું કારણ કે હું જોઈ રહ્યો છું કે દેશની સામે એકવાર ફરીથી અવસર છે. હાલ આપણે જે યુગમાં જીવી રહ્યા છીએ, આ યુગમાં આપણે જે કરીશું, જે પગલાં ભરીશું અને એક બાદ એક જે નિર્ણય લઈશું તે સ્વર્ણિમ ઈતિહાસને જન્મ આપશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે