મહાત્મા ગાંધી ઈચ્છતા હતા જિન્ના વડાપ્રધાન બને, પરંતુ નેહરૂએ સ્વીકાર ન કર્યોઃ દલાઈ લામા
યોગ્ય નિર્ણય લેવા સંબંધી એક વિદ્યાર્થીના પ્રશ્નનો ઉત્તર આપતા તેમણે કહ્યું, મારૂ માનવું છે કે સામંતી વ્યવસ્થાની જગ્યાએ લોકતાંત્રિક વ્યવસ્થા સારી હોય છે.
Trending Photos
પણજીઃ તિબેટના આધ્યાત્મિક ગુરૂ દલાઈ લામાએ કહ્યું કે, મહાત્મા ગાંધી ઈચ્છતા હતા કે મોહમ્મદ અલી જિન્ના દેશના સર્વોચ્ચ પદ પર બેસે પરંતુ પ્રથમ વડાપ્રધાન બનવા માટે જવાહરલાલ નેહરૂએ તા્મ કેન્દ્રીત વલણ અપનાવ્યું. દલાઈએ દાવો કર્યો કે જો મહાત્મા ગાંધીની જિન્નાને પ્રથમ વડાપ્રધાન બનાવવાની ઈચ્છાને અમલમાં લાવી હોત તો ભારતનું વિભાજન ન થાત. ગોવા મેનેજમેન્ટ સંસ્થાના એક કાર્યક્રમને સંબોધિત કરતા 83 વર્ષીય બૌદ્ધ ભિક્ષુએ આ વાત કરી.
યોગ્ય નિર્ણય લેવા સંબંધી એક વિદ્યાર્થીના પ્રશ્નનો ઉત્તર આપતા તેમણે કહ્યું, મારૂ માનવું છે કે સામંતી વ્યવસ્થાની જગ્યાએ લોકતાંત્રિક વ્યવસ્થા સારી હોય છે. સામંતી વ્યવસ્થામાં કેટલાક લોકોના હાથમાં નિર્ણય લેવાની શક્તિ હોય છે, જે ખૂબ ખતરનાક હોય છે. તેમણે કહ્યું, હવે ભારતની તરફ જુઓ. મને લાગે છે કે મહાત્મા ગાંધી જિન્નાને વડાપ્રધાન પદ આપવા ખૂબ ઈચ્છુક હતા. પરંતુ પંડિત નેહરૂએ તેનો સ્વીકાર ન કર્યો.
તેમણે કહ્યું, મને લાગે છે કે સ્વયંને વડાપ્રધાન પદના રૂપમાં જોવા પંડિત નેહરૂનો આત્મ કેન્દ્રીય વલણ હતું. જો મહાત્મા ગાંધીના વિચારને સ્વીકારાયો હોત તો ભારત અને પાકિસ્તાન એક હોત. દલાઈ લામાએ કહ્યું, હું પંડિત નેહરૂને સારી રીતે જાણું છું, તેઓ ખૂબ અનુભવી અને બુદ્ધિમાન વ્યક્તિ હતા, પરંતુ ક્યારેક-ક્યારેક ભૂલ થઈ જાય છે. જિંદગીમાં સૌથી મોટા ભયનો સામનો કરવાના સવાલ પર આધ્યાત્મિક ગુરૂએ તે દિવસને યાદ કર્યો જ્યારે તેમને સમર્થકોની સાથે તિબેટમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.
#WATCH Dalai Lama says, "Mahatma Gandhi ji was very much willing to give Prime Ministership to Jinnah but Pandit Nehru refused." pic.twitter.com/WBzqgdCJaJ
— ANI (@ANI) August 8, 2018
તેમણે યાદ કર્યું કે, કેમ તિબેટ અને ચીન વચ્ચે સમસ્યા ખરાબ થતી જતી હતી. ચીનના અધિકારીઓનું વલણ દિવસેને દિવસે વધુ આક્રમક થતું જતું હતું. તેમણે યાદ કર્યું કે સ્થિતિને શાંત કરવાના તમામ પ્રયત્નો છતા 17 માર્ચ 1959ની રાત્રે તેમણે નિર્ણય કર્યો કે તે અહીં નહીં રહે અને નિકળી જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે