Corona Updates: ભારતમાં 24 કલાકમાં 61,408 કેસ, કુલ સંક્રમિતો 31 લાખને પાર

Corona in india, Covid-19 Latest Updates: વિશ્વભરમાં ભારત સૌથી વધુ કોરોના સંક્રમિતોના મામલે ત્રીજા સ્થાન પર છે. અહીં કોરોનાની સંખ્યા 31 લાખને પાર પહોંચી ગઈ છે. 

Corona Updates: ભારતમાં 24 કલાકમાં 61,408 કેસ, કુલ સંક્રમિતો 31 લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતો (corona virus)નો આંકડો 31 લાખને પાર પહોંચી ગયો છે. અત્યાર સુધી 31 લાખ 5 હજાર 185 કેસ સામે આવી ચુક્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 61 હજાર 749 કેસ સામે આવ્યા છે. તો 56 હજાર 896 લોકો સાજા પણ થયા છે. તો છેલ્લા 24 કલાકમાં 836 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. 

બીજીતરફ દેશમાં કોરોના સંક્રમણના મળતા દરમાં ઘટાડો જોવા મળ્યો છે. જુલાઈના અંત સુધી દર 100 ટેસ્ટમાં 12થી વધુ દર્દીઓ મળતા હતા, જે હવે સાત મળી રહ્યાં છે. એટલે કે સંક્રમણ દર 6.7 ટકા રહી ગયો છે. તેનું સૌથી મોટું કારણ ટેસ્ટ વધારવા છે. હવે દેશમાં દરરોજ 8થી 10 લાખ લોકોના ટેસ્ટ થઈ રહ્યાં છે. 

— ANI (@ANI) August 24, 2020

સ્વાસ્થ્ય મંત્રલાય દ્વારા સોમવારે સવારે 8 કલાકે જારી કોરોનાના આંકડા
દેશમાં અત્યાર સુધી નોંધાયેલા દર્દીઓની સંખ્યા- 31,06,349
કોરોનાની ઝપેટમાં આવીને મૃત્યુ પામનારની સંખ્યા- 57,542
દેશમાં અત્યાર સુધી સાજા થયેલા દર્દીઓ- 23,38,036
છેલ્લા 24 કલાકમાં થયેલા મૃત્યુ- 836
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસ - 61,408
દેશમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા- 7,10,154

વિશ્વમાં કોરોનાનો ગ્રાફ સતત વધી રહ્યો છે. કોરોના દર્દીઓની સંખ્યા 2.34 કરોડને પાર પહોંચી ગઈ છે. તો મૃત્યુઆંક 8.10 લાખને પાર થી ગયો ભારત સૌથી વધુ કોરોના સંક્રમિતોના મામલામાં ત્રીજા નંબર પર છે. અહીં કોરોના કેસની સંખ્યા 31 લાખને પાર થઈ ગઈ છે. તો 57.5 હજાર દર્દીઓના મૃત્યુ થયા છે. ભારતમાં 23.3 લાખથી વધુ દર્દીઓ કોરોના મહામારીથી સાજા થઈ ગયા છે. તો એક્ટિવ કેસની સંખ્યા 7 લાખને પાર પહોંચી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news