Jammu Kashmir News: જમ્મુના રાજૌરીમાં પેટ્રોલિંગ દરમિયાન વિસ્ફોટ, સેનાના એક અધિકારી અને જવાન શહીદ

જમ્મુમાં રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં એક શંકાસ્પદ વિસ્ફોટમાં સેનાના એક અધિકારી અને એક જવાન શહીદ થઈ ગયા છે. 
 

Jammu Kashmir News: જમ્મુના રાજૌરીમાં પેટ્રોલિંગ દરમિયાન  વિસ્ફોટ, સેનાના એક અધિકારી અને જવાન શહીદ

શ્રીનગરઃ Jammu Kashmir News: જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં શનિવારે નિયંત્રણ રેખા (LOC) પાસે આવેલી અગ્રિમ ચોકીની પાસે પેટ્રોલિંગ દરમિયાન વિસ્ફોટની ઝપેટમાં આવી જવાથી એક અધિકારી સહિત સેનાના બે જવાન શહીદ થયા છે. અધિકારીઓએ આ જાણકારી આપી છે. અધિકારીઓએ જણાવ્યું કે નૌશેરા સેક્ટરના કલાક વિસ્તારમાં ધમાકો તે સમયે થયો, જ્યારે સેનાની એક કોલમ સરહદ પારથી આતંકવાદીઓની ઘુષણખોરીને રોકવા સંબંધી ઉપાયોનું નિરીક્ષણ કરવા માટે પેટ્રોલિંગ કરી રહી હતી. 

તેમણે કહ્યું કે, ઘટનામાં એક લેફ્ટિનેન્ટ સહિત બે જવાન ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત થઈ ગયા હતા, જેને તત્કાલ પાસેની સૈન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમનું નિધન થયું હતું. અધિકારીઓ જણાવ્યું કે, જે જગ્યા પર ધમાકો થયો, સેનાએ તે જગ્યાએ લેન્ડમાઈન બિછાવી છે જેથી સરહદ પારથી થતી ઘૂસણખોરીને રોકી શકાય.

આ વાતની આશંકાથી ઇનકાર ન કરી શકાયઃ અધિકારી
તેમણે જણાવ્યું કે, ધમાકો કેવા પ્રકારનો હતો, તે વિશે તત્કાલ માહિતી મળી શકી નથી. પરંતુ પેટ્રોલિંગ દળને નિશાન બનાવવા માટે આતંકીઓ દ્વારા આઈઈડી લગાવવાી આશંકાનો ઇનકાર કરી શકાય નહીં. સેનાના પ્રવક્તાએ ધમાકેની પુષ્ટિ કરી અને કહ્યુ કે, આગળની વિગતની રાહ જોઈ રહ્યાં છીએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news