જયશંકરે SCO સમિટમાં PAKને દેખાડ્યો અરીસો, બિલાવલને કહ્યો આતંકવાદની ફેક્ટરીનો પ્રવક્તા
SCO Summit 2023: જયશંકરે કહ્યું, પાકિસ્તાન-ચીન કોરિડોર અંગે એસસીઓની બેઠકમાં એક કે બે વાર નહીં તે સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે વિકાસ માટે કનેક્ટિવિટી જરૂરી છે પરંતુ કનેક્ટિવિટી કોઈનું સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું ઉલ્લંઘન કરી શકે નહીં.
Trending Photos
India-Pakistan Relations: ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર સતત તણાવની સ્થિતિ હોય છે. જેનું કારણ પાકિસ્તાનનો અવળચંડાઈ છે. ત્યારે SCO Summit 2023માં ભારતના વિદેશ મંત્રી જયશંકરે કહ્યું, પાકિસ્તાન-ચીન કોરિડોર અંગે એસસીઓની બેઠકમાં એક કે બે વાર નહીં તે સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે વિકાસ માટે કનેક્ટિવિટી જરૂરી છે પરંતુ કનેક્ટિવિટી કોઈનું સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું ઉલ્લંઘન કરી શકે નહીં.
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે શુક્રવારે ગોવામાં આયોજિત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)માં પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને અરીસો બતાવતા વિદેશ મંત્રીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ હતો, છે અને રહેશે. દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની જેમ જમ્મુ-કાશ્મીરમાં પણ G-20ની બેઠકો થઈ રહી છે, તેમાં કંઈ અસામાન્ય નથી.
તેમણે વધુમાં કહ્યું કે, પાકિસ્તાન-ચીન કોરિડોરને લઈને એસસીઓની બેઠકમાં એક કે બે વાર સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે વિકાસ માટે કનેક્ટિવિટી જરૂરી છે. SCOની બેઠકમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, SCO સભ્ય દેશના વિદેશ મંત્રી તરીકે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી સાથે અન્ય સભ્ય દેશોના વિદેશ મંત્રી જેવો વ્યવહાર કરવામાં આવ્યો હતો. પરંતુ આતંકવાદના પ્રમોટર, સંરક્ષક અને પ્રવક્તા તરીકે તેમની (પાકિસ્તાનની) પોઝિશનનો વિરોધ કરવામાં આવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે