Howdy Trump: ટ્રમ્પે સંબોધનમાં PMનો આભાર વ્યક્ત કર્યો, મોદીને કહ્યું હેપ્પી બર્થ ડે
હ્યુસ્ટનનાં NRG સ્ટેડિયમમાં વડાપ્રધાન મોદી 50 હજાર ભારતીય અમેરિકી સમુદાયને સંબોધિત કરશે
Trending Photos
ટેક્સાસ : Howdy Modi Event: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હ્યુસ્ટનનાં એનઆરજી સ્ટેડિયમમાં આજે 50 હજાર લોકોની વિશાળ જનમેદનીને સંબોધિત કરશે. આ કાર્યક્રમને હાઉડી મોદી નામ આપવામાં આવ્યું છે. જેનો રંગારંગ કાર્યક્રમ ચાલુ થઇ ચુક્યો છે. આ પ્રસંગે વડાપ્રધાનમોદીની સાથે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર રહેશે. બંન્ને દિગ્ગજ આશરે 100 મિનિટ સુધી સાથે રહેશે. વડાપ્રધાન મોદી બસ ગણત્રીની મિનિટોમાં પોતાનું સંબોધન ચાલુ કરવાનાં છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પનું સંબોધન...
- ભારત માટે સીમા સુરક્ષા ખુબ જ જરૂરી છે
- ભારત અને અમેરિકા માટે બિનકાયદેસર પ્રવાસીઓ પણ એક મોટી સમસ્યા છે.
- ઇસ્લામીક આતંકવાદને પહોંચી વળવા માટે ભારત- અમેરિકા સંરક્ષણ સહયોગને વધારે મજબુત બનાવશે.
- ગત્ત એક વર્ષમાં ભારતને ક્રૂડ ઓઇલનાં નિકાસ 400 ટકા જેટલું વધ્યું છે.
- વડાપ્રધાન મોદી શું તમે મને બાસ્કેટબોલ ચેમ્પિયનશીપ જોવાની તક આપશો.
- જો આવતા અઠવાડીયે ભારતમાં યોજાનારી બાસ્કેટ બોલની ચેમ્પિયનશીપ જોવાની તક આપશો.
- આવા અઠવાડીયે ભારતમાં એનબીએ રમતનું આયોજન થઇ રહ્યું છે.
- અમેરિકામાં ભારતના વધતા રોકાણનું સ્વાગત કરીએ છીએ.
- ભારતીય બજાર ખુબ જ ઝડપથી વિકસી રહ્યું છે.
- અમેરિકી કંપનીઓએ રોજગાર વધારવા માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
- ભારતીય અમેરિકી સમુદાય અમારા દેશને સતત મજબુત બનાવી રહ્ોય છે.
- બંન્ને દેશો અર્થવ્યવસ્થા મુદ્દે નવા કિર્તીમાન સ્થાપિત કરી રહ્યા છે.
- આતંકવાદ અંગે ડોનાલ્ડ ટ્રમ્પનું મોટુ નિવેદન, ઇસ્લામીક આતંકવાદ વિરુદ્ધ બંન્ને સાથે કામ કરસે
- અર્થવ્યવસ્થા અને રોજગારની દિશામાં ભારત અને અમેરિકાએ સારુ કામ કરી રહ્યા છે.
- અર્થવ્યવસ્થા અને રોજગારની દિશામાં ભારત અને અમેરિકા સારુ કામ કરી રહ્યા છે.
- ભારત અને અમેરિકા બંન્ને વિકાસનાં કામ કરી રહ્યા છે.
- વડાપ્રધાન મોદીની આગેવાનીમાં ભારત પ્રગતી કરી રહ્યું છે.
- ભારત અને અમેરિકાનું સંબોધન એક જ શબ્દ 'We The People પરથી આવ્યું છે.
- આ અસાધારણ કાર્યક્રમમાં જોડાયેલા તમામ લોકોનો ખુબ ખુબ આભાર
- વડાપ્રધાન મોદીને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ
- વડાપ્રધાન મોટી ખુબ જ સારુ કામ કરી રહ્યા છે.
- વ઼ડાપ્રધાન મોદી બીજી વખત ચુંટાવા બદલ તેમને ખુબજ શુભકામનાઓ
- હું હ્યુસ્ટનનાં આ કાર્યક્રમમાં આવીને ખુબ જ ગોરવ અનુભવી રહ્યો છું.
- વડાપ્રધાન મોદી બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચાલુ કર્યું પોતાનું સંબોધન
2017માં ટ્રમ્પે પોતાનાં પરિવાર સાથે મારો પરિચય કરાવ્યો હતો
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે બે મોટી લોકશાહીની મિત્રતાનો દિવસ છે. આજે ઐતિહાસિક પળ સમગ્ર વિશ્વ જોઇ રહ્યું છે. મને 2017માં ટ્રમ્પે પોતાનાં પરિવાર સાથે મુલાકાત કરાવી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત અમેરિકીના સંબોધન ખુબ જ સારા છે અને અમે સારા મિત્રો છીએ.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમેરિકામાં અબકી બાર ટ્રમ્પ સરકાર
વડાપ્રધાન મોદીએ કાર્યક્રમની પ્રસ્તુતી કરતા અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન મોદી સંબોધનની શરૂઆત ગુડ મોર્નિંગ હ્યુસ્ટન, ગુડ મોર્નિંગ ટેક્સસ, ગુડ મોર્નિંગ અમેરિકા થી કરી. વડાપ્રધાન મોદીએ પોતાનાં સંબોધનમાં કહ્યું કે, ટ્રમ્પ કોઇ પરિચયનાં મોહતાજ નથી. અબજો લોકો ટ્રમ્પનાં શબ્દે શબ્દને ફોલો કરે છે. વિશ્વની રાજનીતિમાં ટ્રમ્પનું ખુબ જ મોટુ ગજુ છે. મને ટ્રમ્પ હંમેશા પરિવારના વ્યક્તિ લાગે છે. તેમણે કહ્યું કે, અબ કી બાર ટ્રમ્પ સરકાર
PM Narendra Modi: We in India connected well with President Trump and with the words of candidate Trump, 'Ab ki baar Trump sarkar', rang loud and clear https://t.co/NNNLJAy7Dr pic.twitter.com/5pSvbwcJGm
— ANI (@ANI) September 22, 2019
રાષ્ટ્રગાન સાથે પ્રસ્તુત
હ્યુસ્ટનનાં એનઆરજી સ્ટેડિયમનાં વડાપ્રધાન મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાજર છે. વડાપ્રધાન મોદીએ સંબોધિત કરવાનું ચાલુ કરી દીધું છે. આ અગાઉ બંન્ને દેશોનાં રાષ્ટ્રગીતની પ્રસ્તુતી થઇ રહી છે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પહોંચ્યા NRG સ્ટેડિયમ
થોડા જ સમયમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હ્યુસ્ટનનાં એનઆરજી સ્ટેડિયમ પહોંચવાનાં છે. હાઉડી મોદી કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીની સાથે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક જ મંચ પર હાજર રહેશે.
US President Donald Trump arrives at NRG stadium in Houston, received by External Affairs Minister Subrahmanyam Jaishankar. #HowdyModi pic.twitter.com/EcXrCVEedv
— ANI (@ANI) September 22, 2019
ગાંધીના શિક્ષણથી ભવિષ્ય સુરક્ષીત થઇ શક્યું
વડાપ્રધાન મોદીનું હ્યુસ્ટનનાં એનઆરજી સ્ટેડિયમમાં ખુબ જ ઉષ્માથી સ્વાગત કરવામાં આવ્યું. થોડા જ મસમયમાં અહીં તેઓ એક વિશાળ જનસભાને સંબોધિત કરવાનાં છે. હાઉડી મોદી કાર્યક્રમ હાઉસ મેજોરિટી લીડર સ્ટેની એચ હોપરે કહ્યું કે, ભારત જેવા અમેરિકા પણ પોતાની પરંપરાઓ પર ગર્વ કરે છે જેથી ગાંધીના શિક્ષણથી ભવિષ્ય સુરક્ષીત થઇ શકે છે અને નેહરૂની ભારતની દ્રષ્ટિ એક ધર્મનિરપેક્ષ લોકશાહી રીતે થાય જ્યાં માનવાધિકારોનું સન્માન પ્રત્યેક વ્યક્તિનું સંરક્ષણ કરે છે.
House Majority Leader Steny H. Hoyer: (India) Like America proud of its traditions to secure a future according to Gandhi's teachings and Nehru's vision of India as a secular democracy where respect for pluralism and human rights safeguard every individual. #HowdyModi pic.twitter.com/hosDK9O03l
— ANI (@ANI) September 22, 2019
કી ઓફ હ્યુસ્ટન આપીને કરવામાં આવ્યા મોદીને સન્માનિત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કી ઓફ હ્યુસ્ટન આપીને સન્માનિત કરવામાં આવી. આ દરમિયાન અમેરિકી પ્રતિનિધિએ પોતાનાં સંબોધનમાં કહ્યું કે, ભારત અમારી પાસે મુખ્ય સંરક્ષણ ભાગીદાર તરીકે સાથે છે. અમેરિકા ભારતને એક વિશ્વાસપાત્ર મિત્ર તરીકે જુએ છે. અમેરિકામાં રહેતા ભારતીયોનાં કારણે બંન્ને દેશોમાં સંબંધ ખુબ જ સારા થઇ ચુક્યા છે. ભારતનાં લોકોએ અમેરિકામાં થોડુ વધારે યોગદાન આપ્યું છે. ભારત ઝડપથી વિકાસ કરી રહ્યું છે અને દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે.
મંચ પર પહોંચ્યા મોદી
વડાપ્રધાન મોદી મંચ પર પહોંચી ચુક્યા છે. તેઓ 50 હજાર લોકોની વિશાળ જનસભાને સંબોધિત કરવાનાં છે. હાઉડી મોદી કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીની સાથે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક મંચ પર હાજર રહેવાનાં છે. બંન્ને દિગ્ગજ 100 મિનિટથી વધારે સમય સુધી એક જ મંચ પર હાજર રહેશે.
#WATCH LIVE from Houston, USA: 'Howdy Modi' event underway at NRG Stadium https://t.co/HWDTCUbbAP
— ANI (@ANI) September 22, 2019
મંચ પર પહોંચ્યા નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંચ પર પહોંચી ચુક્યા છે. અહીં 50 હજાર લોકોનીવિશાળ સભાને સંબોધિત કરવાનાં છે. હાઉડી મોદી કાર્યક્રમમાંવડાપ્રધાન મોદીની સાથે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મંચ શેર કરશે. બંન્ને દિગ્ગજ આશરે 100 મિનિટ સુધી સાથે રહેશે.
Thank you Houston for such amazing affection! #HowdyModi pic.twitter.com/xlbWsMVkae
— PMO India (@PMOIndia) September 22, 2019
અમેરિકન સેનેટે કહ્યું વ્યાપારિક મતભેદો પણ ઉકેલી શકીએ છીએ આપણે
અમેરિકી સેનેટર જોન કોર્નિને કહ્યું કે, હું આ અંગે વિશેષ રીતે નથી જાણતો કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી કયા વિષય અંગે વિચાર વિમર્શ કરવાનાં છે. જો રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા આજે કેટલીક જાહેરાત કરવામાં આવે છે તો મને આશ્ચર્ય નહી થાય. આશા છેકે આપણે વ્યાપારિક મતભેદો ઉકેલી શકીશું.
#WATCH US Senator for Texas, John Cornyn: I don't know specifically about what sort of discussions the President & PM are going to have. I won't be surprised if there is some announcement by President Trump today, hopefully we'll be able to sort out trade differences. #HowdyModi pic.twitter.com/a9aEOidzgP
— ANI (@ANI) September 22, 2019
હ્યુસ્ટનમાં કોરિયન ડાંસે કર્યું કથક
હ્યુસ્ટનમાં કોરિયન ડાન્સરનાં કથક અંગે શાનદાર પ્રસ્તૃતી કરી હતી. આ દરમિયાન ગરબા પણ થયા હતા. જેમાં કલાકારોએ શાનદાર પ્રદર્શન પ્રસ્તુતી કરી હતી. આ તરફ કલાકાર ડીજે પર પણ નાચતા જોવા મળ્યા હતા.
વડાપ્રધાન મોદીએ ટ્રમ્પના ટ્વીટને રિટ્વીટ કર્યું
વડાપ્રદાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પનાં ટ્વીટને રીટ્વીટ કર્યું છે. વડાપ્રધાન મોદીએ રિપ્લાઇમાં લખ્યું કે, સાચે જ આજનો દિવસ ખુબ જ શાનદાર હશે. તમને મળવા માટે ઉત્સુક છું.
It surely will be a great day! Looking forward to meeting you very soon @realDonaldTrump. https://t.co/BSum4VyeFI
— Narendra Modi (@narendramodi) September 22, 2019
હાઉડી મોદી શો અંગે ટ્રમ્પે ટ્વીટ કર્યું.
હાઉડી મોદી કાર્યક્રમ મુદ્દે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું છે. ટ્રમ્પે લખ્યું કે, ટેક્સાસમાં આજનો દિવસ ખુબ જ અદભુત રહેશે. હ્યુસ્ટનમાં આજે હું મારા મિત્રો સાથે રહીશ.
Will be in Houston to be with my friend. Will be a great day in Texas! https://t.co/SqdOZfqd2b
— Donald J. Trump (@realDonaldTrump) September 22, 2019
હ્યુસ્ટનમાં સાંસ્કૃતિક કાર્યક્રમ ફરી શરૂ
હ્યુસ્ટનનું એનઆરજી સ્ટેડિમમાં હાઉડી મોદી શો ચાલુ થઇ ચુક્યો છે. અહી સાંસ્કૃતીક કાર્યક્રમની શરૂઆત ગુરૂવાણી સાથે થઇ. સ્ટેડિયમમાં હાજર લોકોની એનર્જી અનોખી છે. આ સ્ટેડિયમમાં 70 હજાર લોકો બેસી શકે છે. સમગ્ર સ્ટેડિયમ ખચાખચ ભરેલું છે.
#HowdyModi event begins with a Sikh Gurbani prayer from the Kirtan singers of the Guru Nanak Society of Greater Cincinnati.
Watch Live: https://t.co/xt1QcyA6x5 pic.twitter.com/bI6L4yaF7z
— Texas India Forum (@howdymodi) September 22, 2019
સ્ટેડિયમમાં ઢોલ નગારાઓનો અવાજ
HowdyModi કાર્યક્રમ માટે એનઆરજી સ્ટેડિયમમાં લોકો એકત્ર થઇ રહ્યા છે. આ દરમિયાન લોકોનો ઉત્સાહ જોવા લાયક છે. વંદે માતરમની સાથે સાથેમોદીના નારા સ્ટેડિયમમાં લાગી રહ્યા છે. કેટલાક લોકો સ્ટેડિયમમાં મંદિર અહીં જ બનાવીશુંના નારા પણ લગાવતા જોવા મળ્યા હતા.
હ્યુસ્ટન માટે નિકળ્યા અમેરિકી રાષ્ટ્રપતિ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હ્યુસ્ટન માટે નિકલી ચુક્યા છે. થોડા જ સમયમાં તેઓ કાર્યક્રમમાં ભાગ લેસે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ 100 મિનિટ સાથે રહેસે. આ દરમિયાન 30 મિનિટ ટ્રમ્પ ભાષણ આપશે.
એનઆરજી સ્ટેડિયમમાં મોદી-મોદી
હાઉડી મોદી કાર્યક્રમમાં લોકો પહોંચી રહ્યા છે. લોકોનો ઉત્સાહ પહોંચી રહ્યા છે. લોકોનો ઉત્સાહ જોવા જેવો છે. સ્ટેડિયમમાં મોદી- મોદીના નારા અને ઢોલ વાગવાનું ચાલુ થઇ ચુક્યું છે.
અમેરિકાના હ્યુસ્ટનમાં (Huston) આજે રાત્રે 9 વાગ્યે ભારતીયોનો સૌથી મોટો શો હાઉડી મોદી (Howdy Modi) ચાલુ થશે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પણ તેમાં ભાગ લેશે. હ્યુસ્ટનનાં NRG સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) 50 હજાર ભારતીય અમેરિકી સમુદાયને સંબોધિત કરશે. ભારતીય સમય અનુસાર રાત્રે 09.30 વાગ્યે ડોનાલ્ડ ટ્રમ્પ હાઉડી મોદી કાર્યક્રમમાં ભાગ લેશે. ટ્રમ્પ ભારત- અમેરિકાની સંયુક્ત વારસો અને વિશ્વ શાંતિ, માનવ સભ્યતાની પ્રગતિ અંગે વાત કરશે. આ કાર્યક્રમમાં અમેરિકાનાં તમામ 50 રાજ્યોના પ્રતિનિધિ ભાગ લેવા માટે આવી રહ્યા છે. મહેમાનો માટે સ્ટેડિયમનો ગેટ કાર્યક્રમના એક કલાક પહેલા ખોલી દેવામાં આવશે.
કલમ 370 સંવિધાનમાં એક કાળા ડાઘ સમાન, તેને હટાવવાનું સપનું સાકાર થયું: રાજનાથ
હાઉડી મોદના 3 કલાકના કાર્યક્રમ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રનું પણ આયોજન કરવામાં આવશે. 90 મિનિટના સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત ધ ઇન્ડિય અમેરિકન સ્ટોરીથી ચાલુ થશે. ત્યાર બાદ 'Shared Dreams, Bright Future' સેશન થશે. જેનું ફોકસ ભારત અમેરિકાના અને સફળતા પર રહેશે.આ કાર્યક્રમમાં કલાકાર ભારતીય શાસ્ત્રીય સંગિત, લોકગીત અને નૃત્ય રજુ કરશે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીના સ્વાગત માટે ગુજરાતી પારંપારિક ડાંડિયા નૃત્ય પણ રજુ કરશે.
આવતીકાલે 23 સપ્ટેમ્બરે અદભૂત ખગોળીય ઘટના બનશે, જેને તમે અનુભવી શકશો
વડાપ્રધાન મોદી અમેરિકાની એનર્જી સિટી કહેવાતા હ્યુસ્ટનમાં આજે તેલ ક્ષેત્રની અનેક કંપનીઓનાં સીઇઓને મળ્યા. આ બેઠકમાં 16 ઉર્જા કંપનીઓનાં CEO જોડાશે. ઉર્જાના ક્ષેત્રમાં ભારત અને અમેરિકા વચ્ચે સહયોગને વિસ્તાર આપવાના ઉદ્દેશ્ય સાથે થયેલી બેઠક બાદ ભારતીય કંપની પેટ્રોનેટ અને અમેરિકી કંપની ટેલ્યુરિયન વચ્ચે મહત્વની મહત્વની સમજુતી કરી. ટેલ્યૂરિયન અને પેટ્રોનેટ એનએનજી લિમિટેડ વચ્ચે એક એમઓયુ સાઇન કરવામાં આવ્યો. જેના હેઠળ પીએલએલ અમેરિકાથી વાર્ષિક 50 લાખ ટન લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) આયાત કરશે. સમજુતી અનુસાર અમેરિકી કંપની 5 મિલિયન ટન LNG સપ્લાય કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે