લોકડાઉનની મજાક: દારૂની દુકાનની પુજા બાદ કિલોમીટર લાંબી લાઇન, પોલીસનો લાઠીચાર્જ
લોકડાઉનનાં ત્રીજા ફેઝમાં આજથી દારૂની દુકાનો ખુલવાના કારણે લોકોની લાંબી લાઇનો લાગી ગઇ. દિલ્હીના વિસ્તારોમાં દારૂ લેવા માટે કિલોમીટરો લાંબી લાઇનો લાગી. કેટલાક વિસ્તારોમાં તો લોકો ભાન ભુલ્યા અને સોશિયલ ડિસ્ટન્સિંગ પણ ભુલ્યા જેના કારણે પોલીસે હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો.
Trending Photos
નવી દિલ્હી : લોકડાઉનનાં ત્રીજા ફેઝમાં આજથી દારૂની દુકાનો ખુલવાના કારણે લોકોની લાંબી લાઇનો લાગી ગઇ. દિલ્હીના વિસ્તારોમાં દારૂ લેવા માટે કિલોમીટરો લાંબી લાઇનો લાગી. કેટલાક વિસ્તારોમાં તો લોકો ભાન ભુલ્યા અને સોશિયલ ડિસ્ટન્સિંગ પણ ભુલ્યા જેના કારણે પોલીસે હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો.
કાશ્મીરીગેટ, દેશબંધુ ગુપ્તા રોડ, કરોલબાગ અને ચંદરનગર વિસ્તારોમાં પોલીસે ન માત્ર હળવો લાઠીચાર્જ કર્યો પરંતુ દુકાનો પણ બંધ કરાવવી પડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હી સરકાર દ્વારા દારૂની દુકાનો બંધ કરવા માટેની પરવાનગી આપવામાં આવી છે. દિલ્હીના જોઇન્ટ કમિશ્નર આલોક કુમારે કહ્યું કે પૂર્વી જિલ્લામાં ખુલીલી દારૂની તમામ દુકાનો બંધ કરાવવામાં આવી છે, કારણ કે ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન થઇ રહ્યું હતું.
દિલ્હી હિંસા: મોતને ભેટેલા IB કર્મચારી અંકિત શર્માના પરિવારને ક્યારે મળશે 1 કરોડ, કેજરીવાલે જણાવ્યું
લોકડાઉનની છુટ મુદ્દે કેન્દ્ર રાજ્ય સામસામે
કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી ડૉ. હર્ષવર્ધન સિંહે કહ્યું કે, હાલની સ્થિતીને જોતા દિલ્હીમાં કડકાઇની જરૂર છે. કોરોના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે દિલ્હી સરકારને લોકડાઉનમાં શક્ય તેટલી ઓછી છુટ આપવી જોઇએ.
આંધ્રપ્રદેશમાં દારૂ 25% મોંઘો કરાયો છતા ટોળું યથાવત્ત
આંધ્રપ્રદેશ સરકારે ઓરેન્જ અને ગ્રીન ઝોન વિસ્તારમાં સવારે 11 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી દારૂના વેચાણને છુટ આપી છે. આ વિસ્તારમાં દારૂની દુકાનો ખુલતા પહેલા જ અડધા કિલોમીટર લાંબી લાઇનો લાગી હતી. જ્યારે સરકારે દારૂની કિંમતમાં 25 ટકાનો વધારો કર્યો છે. લોકોને ન તો કાળઝાળ ગરમીની ચિંતા છે ન તો કોરોના સંક્રમણ ફેલાવાનો ડર. અનેક વિસ્તારોમાં લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન નથી રાખી રહ્યા.
દુકાન ખુલતા પહેલા જ લોકોએ નારિયેળ અને અગરબતી ચઢાવ્યા
કર્ણાટકના કંટેનમેન્ટ જોનની બહાર સવારે 9 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી દારૂની દુકાનો ખોલવાની છુટ આપવામાં આવી છે. ત્યાંના કેટલાક વિસ્તારોમાં લોકો સુરજ ઉગે તે પહેલા જ લાઇન લગાવીને ઉભા થઇ ગયા હતા. એટલે સુધી કે અનેક દુકાનોની સામે ગ્રાહકોએ ફુલ અગરબતી અને નારિયેળ ચડાવીને પુજા કરી હતી. કેટલાક લોકોએ પોતાનાં ચપ્પલથી લાઇનો લગાવી દીધી હતી. જેથી લાઇનથી હટવું પણ પડે તો તેમનો યથાવત્ત જળવાઇ રહે. કેટલાક દુકાનદારોમાં સમય મુદ્દે કન્ફ્યુઝન હતી, એટલા માટે દુકાનો 9 વાગ્યે ખુલી શકી નહોતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે