Election Result: 200 થી વધુ બેઠકો પર AAP પૂરી તાકાતથી લડી હતી ચૂંટણી...સ્થિતિ જોઈને કેજરીવાલને લાગશે ઝટકો
દિલ્હી-પંજાબની સત્તાધારી પાર્ટી આમ આદમી પાર્ટીએ પણ એમપી, છત્તીસગઢ અને રાજસ્થાનમાં પૂરી તાકાતથી ચૂંટણી લડી હતી. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને પોતે અનેક રેલીઓ અને રોડ શો કર્યા હતા. જો કે ચૂંટણી પરિણામોમાં પાર્ટી કોઈ ખાસ છાપ છોડવામાં સફળ થતી જોવા મળી રહી નથી.
Trending Photos
મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, અને તેલંગણામાં મતગણતરી ચાલુ છે. એમપી, છત્તીસગઢ અને રાજસ્થાનમાં જ્યાં ભાજપ શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે તો તેલંગણામાં કોંગ્રેસની પહેલીવાર સરકાર બનતી જોવા મળી રહી છે. દિલ્હી-પંજાબની સત્તાધારી પાર્ટી આમ આદમી પાર્ટીએ પણ એમપી, છત્તીસગઢ અને રાજસ્થાનમાં પૂરી તાકાતથી ચૂંટણી લડી હતી. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને પોતે અનેક રેલીઓ અને રોડ શો કર્યા હતા. જો કે ચૂંટણી પરિણામોમાં પાર્ટી કોઈ ખાસ છાપ છોડવામાં સફળ થતી જોવા મળી રહી નથી.
દિલ્હી અને પંજાબમાં સરકાર બનાવ્યા બાદ કેજરીવાલ હિન્દી બેલ્ટના ત્રણ રાજ્યો રાજસ્થાન, છત્તીસગઢ, અને મધ્ય પ્રદેશમાં AAP નો જનાધાર વધારવાની કોશિશમાં હતા. જે હેઠળ મધ્ય પ્રદેશમાં 70થી વધુ બેઠકો પર, રાજસ્થાનમાં 88 અને છત્તીસગઢમાં 57 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા. કેજરીવાલે દિલ્હી-પંજાબની જેમ આ રાજ્યોમાં પણ મફત વીજળી-પાણી અને શિક્ષણનું વચન આપ્યું હતું. અનેક રેલીઓ અને રોડ શો છતાં AAP ને કોઈ ફાયદો મળતો જોવા મળ્યો નથી.
AAP નું ખાતું ન ખુલ્યું
AAP એ એમપી, છત્તીસગઢ અને રાજસ્થાનમાં 200થી વધુ ઉમેદવારો ઉતાર્યા હતા. જો કે એક પણ સીટ જીત્યા નહીં. એટલે સુધી કે મોટાભાગની બેઠકો પર ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્ત થઈ ગઈ. સિંગરોલીના મેયર અને આપ ઉમેદવાર રાણી અગ્રવાલ પણ ચૂંટણી હારતા જોવા મળી રહ્યા છે. આ સિવાય ટીવી અભિનેત્રી ચાહત પાંડેની પણ ડિપોઝિટ ડૂલ થતી જોવા મળી રહી છે.
AAP ને મળ્યા કેટલા મત
આમ આદમી પાર્ટીએ તેલંગણામાં ઉમેદવાર ઉતાર્યા નહતા. ચૂંટણી પંચ મુજબ આમ આદમી પાર્ટીને છત્તીસગઢમાં 0.97 ટકા મત મળતા જોવા મળી રહ્યા છે. જ્યારે મધ્ય પ્રદેશમાં 0.42 ટકા અને રાજસ્થાનમાં 0.37 ટકા મત મળી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે