પત્નીથી પરેશાન યુવક બ્રિજ પરથી કૂદીને કરવાનો હતો આપઘાત, બિરયાનીની એક પ્લેટે બચાવ્યો જીવ

કોલકત્તા પોલીસે આપઘાત કરવાના ઉરાદાથી પુલ ઉપર ચઢેલા એક વ્યક્તિને નીચે ઉતારવા માટે ખુબ મહેનત કરવી પડી હતી. શહેરના વ્યસ્ત માર્ગ પર હાઈવોલ્ટેજ ડ્રામા ખતમ કરવા માટે પોલીસે વ્યક્તિને બિરયાની અને નોકરીની લાલચ આપી હતી.
 

પત્નીથી પરેશાન યુવક બ્રિજ પરથી કૂદીને કરવાનો હતો આપઘાત, બિરયાનીની એક પ્લેટે બચાવ્યો જીવ

કોલકત્તાઃ કોલકત્તામાં આત્મહત્યા કરવાના ઈરાદાથી પુલ પર ચડેલા એક વ્યક્તિને પોલીસે નોકરી અને બિરયાનીની લાલચ આપીને નીચે ઉતાર્યો હતો. એક અધિકારીએ આ જાણકારી આપી છે. કરાયા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે ઘટના સોમવારે બપોરે બની, જેના કારણે શહેરના સૌથી વ્યસ્ત રસ્તામાંથી એક પર લગભગ અડધો કલાક અવરજવરમાં મુશ્કેલી થઈ હતી.

તેમણે કહ્યું કે વ્યક્તિની ઓળખ 40 વર્ષિક વ્યક્તિના રૂપમાં થઈ છે, જે પોતાની પત્નીથી અલગ થવા અને વેપારમાં નુકસાન જતાં નાણાકીય સમસ્યાઓને કારણે ભાવનાત્મક તણાવમાં હતો. 

પોલીસે જણાવ્યું- બપોરે આશરે અઢી કલાક આપસાપ તે પોતાની પુત્રીને ટુ-વ્હીલર પર સાયન્સ સિટી લઈ જતો હતો. તે અચાનક પુલ પાસે રોકાયો અને પુત્રીને જણાવ્યું કે તેનો મોબાઈલ રોડ પર પડી ગયો છે અને તે શોધવાનો પ્રયાસ કરી રહ્યો છે. પુત્રીને રસ્તા પર છોડી તે પુલ પર ચઢી ગયો અને કૂદવાની ધમકી આપી રહ્યો હતો.

અધિકારી પ્રમાણે, પ્રત્યક્ષદર્શિઓએ જણાવ્યું કે કોલકત્તા પોલીસ ઈમરજન્સી મેનેજમેન્ટ સમૂહ (ડીએમજી, ફાયર વિભાગના કર્મીઓ સાથે સ્થાનીક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તેની સાથે વાતચીત કરી.

ત્યારબાદ તે વ્યક્તિને નીચે ઉતારવા માટે પોલીસે બિરયાની ખવડાવવાની લાલચ આપી હતી. પોલીસ કર્મીએ તેને નોકરી આપવાની વાત પણ કહી હતી. પોલીસની વાતોમાં આવ્યા બાદ આ વ્યક્તિ નીચે ઉતરી ગયો હતો. પોલીસે કહ્યું- પુલ પર આપઘાત માટે ચઢનાર વ્યક્તિ કરાયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે. તે પોતાની પત્નીથી અલગ થવા અને ધંધામાં ખોટને કારણે ગંભીર તણાવમાં હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news