Manipur Violence: મણિપુરમાં તણાવ બાદ પાંચ દિવસ માટે ઈન્ટરનેટ સસ્પેન્ડ, સ્કૂલ પણ બંધ
Manipur Violence: મણિપુરમાં તણાવ બાદ મંગળવાર (26 સપ્ટેમ્બર)થી પાંચ દિવસ માટે ઈન્ટરનેટ બંધ રહેશે. તેમજ બુધવાર (27 સપ્ટેમ્બર) થી શુક્રવાર (29 સપ્ટેમ્બર) સુધી શાળાઓ બંધ રહેશે.
Trending Photos
Manipur Violence: મણિપુરમાં તણાવ બાદ મંગળવાર (26 સપ્ટેમ્બર) થી પાંચ દિવસ માટે ઈન્ટરનેટ સેવા સ્થગિત કરી દેવામાં આવી છે. આ ઈન્ટરનેટ સેવા રવિવાર (1 ઓક્ટોબર) સાંજે 7.45 કલાક સુધી બંધ રહેશે. પાંચ મહિના બાદ રાજ્યમાં ઈન્ટરનેટ સેવા શરૂ કરવામાં આવી હતી.
આ સિવાય રાજ્યની તમામ સ્કૂલો ત્રણ દિવસ માટે બંધ રહેશે. રાજ્ય સરકારે જાહેરાત કરી કે બુધવાર (27 સપ્ટેમ્બર) થી 29 સપ્ટેમ્બર (શુક્રવાર) શાળાઓમાં રજા રહેશે. તો 28 સપ્ટેમ્બરે રાજ્યમાં ઈદ-એ-મિલાદની જાહેર રજા છે.
કેમ ફરી શરૂ થયો તણાવ?
મણિપુરથી જુલાઈમાં લાપતા થયેલા બે છાત્રોના મૃતદેહોની તસવીરો સોશિયલ મીડિયા પર સોમવારે વાયરલ થઈ હતી. ત્યારબાદ ઈમ્ફાલ સ્થિત સ્કૂલો અને કોલેજના વિદ્યાર્થીઓએ વિરોધ રેલી કાઢી હતી. તેના પર કાબુ મેળવવા પોલીસે લાઠીચાર્જ કર્યો તો 30થી વધુ વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી. ત્યારબાદ રાજ્યમાં ફરી તણાવ વધી ગયો છે.
બંને યુવકોની ઓળખ ફિઝામ હેમજીત (20) અને હિજામ લિનથોઇનગાંબી (17) ના રૂપમાં થઈ છે.
મણિપુરમાં ક્યારે શરૂ થઈ હિંસા?
મણિપુરમાં બે સમુદાયો વચ્ચે ત્રણ મેથી હિંસા શરૂ થઈ હતી. ત્યારબાદ ઘણા પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા. રાજ્યમાં હિંસાને કારણે 175 જેટલા લોકોના મોત થયા છે અને હજારો લોકો વિસ્થાપિત થયા છે. જધન્યા અપરાધ માટે ઘટનાની તપાસ સીબીઆઈ કરી રહી છે.
શું બોલી રાજ્ય સરકાર?
રાજ્યના મુખ્યમંત્રી એન બીરેન સિંહે લોકોને શાંતિ રાખવાની અપીલ કરતા કહ્યું કે ઘટના સીબીઆઈને સોંપી દેવામાં આવી છે. આરોપીઓને શોધવા માટે સીબીઆઈ અને પોલીસ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે