Exclusive: સમગ્ર વિશ્વ સમક્ષ પાકિસ્તાનને ઉઘાડુ પાડનારા 9 રાજદ્વારીઓ
ગત અઠવાડીયે પાકિસ્તાને પરિષદની બેઠકમાં કાશ્મીર રાગ આલાપ્યો હતો પરંતુ તેને પોતાનો આંતરિક મુદ્દો ગણાવતા પાકિસ્તાનની વિશ્વ સંગઠન સમક્ષ ઝાટકણી કાઢી હતી
Trending Photos
ન્યૂયોર્ક : જીનીવામાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC) નું 42મું સત્ર ચાલી રહ્યું છે. આ સત્ર 27 સપ્ટેમ્બર સુધી ચાલશે એટલે કે આ સત્રનો કાર્યકાળ પુરો થવામાં એક અઠવાડીયા કરતા પણ ઓછો સમય બાકી છે. ગત અઠવાડીયે પાકિસ્તાને (Pakistan) પરિષદની બેઠકમાં કાશ્મીર રાગ (Kashmir Issue) આલાપ્યો હતો પરંતુ ભારતે (India) તેને પોતાનો આંતરિક મુદ્દો ગણાવતા પાકિસ્તાનની ઝાટકણી કાઢી હતી. ભારતની કૂટનીતિક જીતના અસલી હીરો 9 ભારતીય રાજદ્વારીઓ હતા, જેણે પોતાની રણનીતિના પગલે પાકિસ્તાનને જમ્મુ કાશ્મીરનાં મુદ્દે પરાજય આપ્યો.
ભુલથી ખાતામાં આવ્યા 40 લાખ, ખુબ જલ્સા કર્યા પણ પછી જે થયું...
આ 9 ભારતીય રાજદ્વારીઓનું નેતૃત્વ વિદેશ મંત્રાલયનાં પૂર્વી મુદ્દાઓના સચિવ વિજય ઠાકુર સિંહે (Vijay thakur singh) કર્યો હતો. વિદેશ મંત્રી એસ. જયશંકરે (S. Jaishankar) તેને રણનીતિ બનાવવાની ખાસ જવાબદારી સોંપી હતી. તે યુએનએચઆરસીની મીટિંગ દરમિયાન પોતે જીનીવામાં હાજર હતા. વિજય ઠાકુર સિંહે જ જીનીવામાં જમ્મુ કાશ્મીર અંગે પાકિસ્તાનના અસત્યનો પર્દાફાશ કર્યો હતો. ભારતના પ્રતિનિધિમંડળના મહત્વના સભ્યોમાં પૂર્વ ભારતીય હાઇકમિશ્નર અજય બિસારિયા, યુએનમાં ભારતના પ્રતિનિધિ રાજીવ ચંદેર, ઉપ સચિવ (યુએન) પુનીત અગ્રવાલ, ભારતનાં યુએનએચઆરસીમાં પહેલા સેક્રેટરી વિમર્શ આર્યન, અનિમેશ ચૌધરી, ભારતના સેકન્ડ સેક્રેટરી કુમામ મિની દેવી, ગ્લોરિયા ગંગટે અને આલોક રંજન ઝાનો સમાવેશ થાય છે.
અહો વૈચિત્રમ! EDએ મની લોન્ડ્રીંગ કેસમાં સંપત્તી તરીકે 7 વાંદરાઓ જપ્ત કર્યા
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરેશીને આકરો જવાબ આપનાર વિમર્શ આર્યનનો સંબંધ જમ્મુ કાશ્મીર સાથે છે. તેઓ કિશ્તવાડાનાં રહેવાસી છે. વિદેશ મંત્રી એસ.જયશંકરે જે પ્રકારે તેમને પ્રતિનિધિમંડળમાં સમાવેશ કર્યો, તે જોવા જેવું હતું. જમ્મુ કાશ્મીરના વિમર્શ આર્યને જે પ્રકારે પાકિસ્તાનનાં વિદેશ મંત્રીને જવાબ આપ્યો, તેને સમગ્ર વિશ્વએ જોયો. સમગ્ર વિશ્વમાં જોયું કે, જે પાકિસ્તાન જમ્મુ કાશ્મીરનો મુદ્દો યુએનએચઆરસીમાં ઉઠી રહ્યો છે, તેનો જવાબ તે જ જમ્મુ કાશ્મીરનો રહેવાસી રાજદ્વારી આપી રહ્યો છે.
ખેડૂતોના પ્રતિનિધિ મંડળે કૃષિ ભવનમાં અધિકારીઓ સાથે કરી મુલાકાત, 5 માગણીઓ સ્વીકારાઈ
અનિમેશે ભારતનાં પાડોશી દેશો અને લેટિન અમેરિકી દેશોનો સંપર્ક કર્યો. તેઓ સ્પેનિશ પણ બોલે છે. તેમણે લેટિન અમેરિકાનાં દેશોનો સંપર્ક કર્યો તે ખુબ જ મહત્વપુર્ણ રહ્યું, તેમને આ મહત્વપુર્ણ અસાઇનમેન્ટ તેનાં કારણે જ મળ્યું હતું અને તેને તેમણે સારી રીતે નિભાવ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે