Phone Tracking: હવે ઝટથી મળી જશે ખોવાયેલો ફોન! સરકાર લાવી રહી છે નવી સિસ્ટમ

ટેલિકોમ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે હવે આ સિસ્ટમને અખિલ ભારતીય સ્તરે શરૂ કરી શકાશે. અધિકારીએ જણાવ્યું હતું કે, "સીઇઆઇઆર સિસ્ટમ સમગ્ર ભારતમાં 17 મેના રોજ શરૂ કરવામાં આવશે.

Phone Tracking: હવે ઝટથી મળી જશે ખોવાયેલો ફોન! સરકાર લાવી રહી છે નવી સિસ્ટમ

Phone Tracking: હવે તમારો મોબાઈલ ચોરાઈ જાય અથવા ખોવાઈ જાય તો ચિંતા કરવાની નહીં પડે જરૂર! જી હાં મોબાઈલની મળી જશે ભાળ, કારણકે, સરકાર લાગુ કરવા જઈ રહી છે નવી સિસ્ટમ. સરકાર ઉભી કરવા જઈ રહી છે એક નવી વ્યવસ્થા. મોદી સરકાર લાવી રહી છે એવી ટેક્નોલોજી, તમે ખોવાયેલા મોબાઈલને શોધી શકો છો અથવા બ્લોક કરી શકો છો. સરકારના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, “સિસ્ટમ તૈયાર છે અને હવે આ ક્વાર્ટરમાં સમગ્ર ભારતમાં તૈનાત કરવામાં આવશે. આની મદદથી લોકો તેમના ખોવાયેલા મોબાઈલ ફોનને બ્લોક અને ટ્રેક કરી શકશે. CDOT એ તમામ ટેલિકોમ નેટવર્ક્સ પર ક્લોન કરેલા મોબાઈલ ફોનના ઉપયોગને ટ્રેસ કરવા માટે નવી સુવિધાઓ ઉમેરી છે.

સરકાર આ અઠવાડિયે મોનિટરિંગ સિસ્ટમ (ટ્રેકિંગ સિસ્ટમ) શરૂ કરવા જઈ રહી છે. આ સિસ્ટમ દ્વારા, દેશભરના લોકો તેમના ગુમ થયેલા અથવા ચોરાયેલા મોબાઈલ ફોનને 'બ્લોક' અથવા ટ્રેસ કરી શકશે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ આ માહિતી આપી. ટેક્નોલોજી ડેવલપમેન્ટ બોડી સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ (CDOT) દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક અને નોર્થ ઈસ્ટ રિજન સહિત કેટલાક ટેલિકોમ વર્તુળોમાં પ્રાયોગિક ધોરણે સેન્ટ્રલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજિસ્ટર (CEIR) સિસ્ટમ ચલાવી રહી છે.

ટેલિકોમ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે હવે આ સિસ્ટમને અખિલ ભારતીય સ્તરે શરૂ કરી શકાશે. અધિકારીએ જણાવ્યું હતું કે, "સીઇઆઇઆર સિસ્ટમ સમગ્ર ભારતમાં 17 મેના રોજ શરૂ કરવામાં આવશે." જ્યારે સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે સીડીઓટીના સીઇઓ અને ચેરમેન પ્રોજેક્ટ બોર્ડ રાજકુમાર ઉપાધ્યાયે તારીખની પુષ્ટિ કરી ન હતી, પરંતુ જણાવ્યું હતું કે આ ટેક્નોલોજી સમગ્ર ભારતમાં રજૂ કરવા માટે તૈયાર છે.

આ પણ ખાસ વાંચોઃ​  દિયર-જેઠ અહીં વારાફરતી બધા સાથે સુવે છે વહુ! મોટો ભાઈ, પછી નાનો, પછી એનાથી નાનો...
આ પણ ખાસ વાંચોઃ  ભાભી આખો દિવસ મોબાઈલમાં શું જોયા કરે છે? જાણીને 'ભઈ'ને પણ લાગશે ઝટકો
આ પણ ખાસ વાંચોઃ  ઉઘાડો વીડિયો બતાવી દિયર રોજ ભાભીને કહેતો કે ભાઈ સાથે કરો છો એવું મારી સાથે પણ કરો..!
આ પણ ખાસ વાંચોઃ  બહુ જીજૂ જીજૂ કરતી હતી...તો પત્નીને પડતી મુકી, સાળીને ઉપાડી ગયા જીજાજી! પછી તો...

મોબાઇલ ફોન-
ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, “સિસ્ટમ તૈયાર છે અને હવે આ ક્વાર્ટરમાં સમગ્ર ભારતમાં તૈનાત કરવામાં આવશે. આની મદદથી લોકો તેમના ખોવાયેલા મોબાઈલ ફોનને બ્લોક અને ટ્રેક કરી શકશે. CDOT એ તમામ ટેલિકોમ નેટવર્ક્સ પર ક્લોન કરેલા મોબાઈલ ફોનના ઉપયોગને ટ્રેસ કરવા માટે નવી સુવિધાઓ ઉમેરી છે. સરકારે ભારતમાં મોબાઈલ ઉપકરણોના વેચાણ પહેલા ઈન્ટરનેશનલ મોબાઈલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી (IMEI-15 અંક નંબર) જાહેર કરવાનું ફરજિયાત બનાવ્યું છે.

નેટવર્ક-
મોબાઇલ નેટવર્ક્સ પાસે તેમના નેટવર્કમાં અનધિકૃત મોબાઇલ ફોન એન્ટ્રી શોધવા માટે માન્ય IMEI નંબરોની સૂચિ હશે. ટેલિકોમ ઓપરેટર્સ અને CEIR સિસ્ટમ પાસે ઉપકરણના IMEI નંબર અને તેની સાથે સંકળાયેલ મોબાઇલ નંબર વિશેની માહિતી હશે. કેટલાક રાજ્યોમાં આ માહિતીનો ઉપયોગ CEIR દ્વારા ખોવાયેલા અથવા ચોરાયેલા મોબાઈલ ફોનને શોધવા માટે કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news