જમ્મુ-કાશ્મીરમાં આતંકના આકાઓને PM મોદીનો પડકાર! દુશ્મનોને પાઠ ભણાવશે ભારત સરકાર
PM Modi Jammu Kashmir Visit: PM Modi એ જમ્મુ-કાશ્મીરની તેમની મુલાકાત દરમિયાન આતંકવાદના આકાઓ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે સરકારે આતંકવાદી ઘટનાઓને ગંભીરતાથી લીધી છે.
Trending Photos
- 'આતંકવાદીઓને સરકાર શીખવાડશે સબક'
- ત્રીજીવાર પ્રધાનમંત્રી બન્યા બાદ PM મોદીનો મોટો નિર્ણય
- જમ્મુ કાશ્મીરને ટૂંક સમયમાં મળશે રાજ્યનો દરજ્જો
- જમ્મુ કાશ્મીરમાં ટૂંક સમયમાં યોજાશે વિધાનસભાની ચૂંટણી
Jammu Kashmir Terrorism: જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ઘણા દિવસોથી આતંકવાદી ઘટનાઓ થઈ રહી છે અને ભારતીય સેના તેનો જડબાતોડ જવાબ આપી રહી છે. આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (20 જૂન) શ્રીનગર પહોંચ્યા, જ્યાંથી તેમણે આતંકવાદીઓ અને તેમના આકાઓને કડક સંદેશ આપ્યો. પીએમ મોદીએ કડક સ્વરમાં કહ્યું કે આ લોકો આજે અંતિમ પ્રયાસ કરી રહ્યા છે. દુશ્મનોને પાઠ ભણાવવામાં આવશે.
શ્રીનગરમાં 'યુવા સશક્તિકરણ, જમ્મુ અને કાશ્મીરમાં પરિવર્તન' કાર્યક્રમને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદના મુદ્દે કહ્યું કે શાંતિ અને માનવતાના દુશ્મનોને જમ્મુ-કાશ્મીરની પ્રગતિ પસંદ નથી. તેમણે કહ્યું, “આજે તેઓ જમ્મુ અને કાશ્મીરના વિકાસને રોકવાનો છેલ્લો પ્રયાસ કરી રહ્યા છે. સરકારે તાજેતરની આતંકવાદી ઘટનાઓને ખૂબ ગંભીરતાથી લીધી છે. હું તમને ખાતરી આપું છું કે અમે જમ્મુ-કાશ્મીરના દુશ્મનોને પાઠ ભણાવવામાં કોઈ કસર છોડીશું નહીં. ,
પ્રધાનમંત્રી મોદીએ જમ્મુ કાશ્મીરના લોકોને મોટી ભેટ આપી. શ્રીનગરના શેર-એ-કાશ્મીર ઈન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટરમાં તેમણે યુવાઓેને નિયુક્તિ પત્ર આપ્યા.... સાથે જ 3300 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી. અહીંયા તેમણે એ વાતનો ખુલાસો કરી દીધો કે કાશ્મીરમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે... આ સિવાય બીજી કઈ મોટી જાહેરાત કરી?...જાણો વિગતવાર...
આ જાહેરાત પ્રધાનમંત્રી મોદીએ જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં કરી. શેર-એ- કાશ્મીર ઈન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટરમાં તેમણે જમ્મુ કાશ્મીરના લોકો અને યુવાઓ સાથે આ વાતનો ખુલાસો કરી દીધો.
પીએમ મોદીએ એમ્પાવરિંગ યૂથ, ટ્રાન્સફોર્મિંગ જમ્મુ કાશ્મીર ઈવેન્ટમાં યુવાઓને નિયુક્તિ પત્ર આપ્યા. સાથે જ 1500 કરોડના પ્રોજેક્ટ્સ અને ખેતી સાથે જોડાયેલા સેક્ટરના વિકાસ માટે 1800 કરોડના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો.
PM મોદીએ વીતેલા દિવસોમાં જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આતંકવાદીઓને તેમની જ ભાષામાં આપણા જવાનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે.... અને સરકાર દેશના દુશ્મનોને કોઈપણ હિસાબે છોડશે નહીં.
2013 પછી પીએમ મોદી 25મી વખત જમ્મુ કાશ્મીરના પ્રવાસે આવ્યા. પીએમ મોદીની આ મુલાકાત એક રીતે ખાસ સૂચક છે. કેમ કે સપ્ટેમ્બરમાં ચૂંટણી પંચ વિધાનસભાની ચૂંટણી કરવાની તૈયારી કરી રહ્યું છે. ત્યારે પીએમ મોદીનું અહીંયા આવવું એક પોઝિટિવ મેસેજ માનવામાં આવી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે