આજથી સંસદનું ચોમાસુ સત્ર, PM મોદીએ કહ્યું-'સમગ્ર દેશ વીર જવાનોની સાથે'
સત્ર શરૂ થતા પહેલા પીએમ મોદીએ સંબોધન કર્યું. તેમણે કહ્યું કે આજે જ્યારે આપણા જવાનો સરહદે ડટેલા છે, જે વિશ્વાસ સાથે ઊભા છે, એક ભાવ, એક સંકલ્પ સાથે સદન અને દેશ સેનાના જવાનોની પડખે છે. સદન સંસદના માધ્યમથી જવાનો સાથે છે.
Trending Photos
દિલ્હી: દિલ્હીમાં આજથી સંસદનું ચોમાસું સત્ર શરૂ થયું છે. જો કે લોકસભાની કાર્યવાહી એક કલાક માટે સ્થગિત કરાઈ હતી જે હવે ફરી શરૂ થઈ છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને શ્રદ્ધાંજલિ અપાઈ. 20 વર્ષમાં પહેલીવાર સર્વદળીય બેઠક યોજાઈ નથી સત્ર શરૂ થયા પહેલા જ લોકસભા-રાજ્યસભાના તમામ સાંસદોએ કોરોના ટેસ્ટ કરાવ્યો છે. રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણી આજે થવાની છે જેમાં એનડીએના હરિવંશ અને વિપક્ષના સંયુક્ત ઉમેદવાર મનોજ ઝા વચ્ચે મુકાબલો છે. સત્ર શરૂ થતા પહેલા પીએમ મોદીએ સંબોધન કર્યું. તેમણે કહ્યું કે આજે જ્યારે આપણા જવાનો સરહદે ડટેલા છે, જે વિશ્વાસ સાથે ઊભા છે, એક ભાવ, એક સંકલ્પ સાથે સદન અને દેશ સેનાના જવાનોની પડખે છે. સદન સંસદના માધ્યમથી જવાનો સાથે છે.
Parliament session is beginning in distinct times. There's Corona & there's duty. MPs chose the path to duty. I congratulate & express gratitude to them. This time RS-LS will be held at different times in a day. It'll be held on Saturday-Sunday too. All MPs accepted this: PM Modi pic.twitter.com/BbqgPhFb5a
— ANI (@ANI) September 14, 2020
પીએમ મોદીનું સંબોધનપીએમ મોદીએ પોતાના સંબોધનમાં હિન્દી દિવસની શુભકામનાઓ પાઠવી. તેમણે કહ્યું કે હિન્દી દિવસ પર તમને બધાને ખુબ ખુબ શુભકામનાઓ. આ અવસરે હિન્દીના વિકાસમાં યોગદાન આપી રહેલા તમામ ભાષાવિદોને મારા હાર્દિક અભિનંદન. તેમણે કહ્યું કે આજે આપણી સેનાના વીર જવાનો સરહદ પર ખડેપગે છે. હિંમત સાથે, જુસ્સા સાથે, દુર્ગમ પહાડીઓ પર અડીખમ છે. થોડા સમય બાદ બરફવર્ષા પણ શરૂ થશે. કપરા સમયમાં સંસદનું સત્ર શરૂ થઈ રહ્યું છે. એક બાજુ કોરોના છે અને બીજી બાજુ કર્તવ્ય. સાંસદોએ કર્તવ્ય પથ પસંદ કર્યો છે. હું તેમનો આભાર વ્યક્ત કરું છું. કોરોના વિરુદ્ધ જંગમાં પીએમ મોદીએ કહ્યું કે જ્યાં સુધી દવા નહીં ત્યાં સુધી કોઈ ઢીલાશ નહીં.
તેમણે વધુમાં કહ્યું કે બજેટ સત્ર સમય કરતા પહેલા અટકાવવું પડ્યું હતું. આ વખતે પણ દિવસમાં બે વખત એક વાર સવારે એકવાર લોકસભા સમય પણ બદલવો પડ્યો છે. શનિવાર અને રવિવાર પણ આ વખતે કેન્સલ કરી દેવાયા છે પરંતુ તમામ સભ્યોએ તેનો સ્વીકાર કર્યો છે. સ્વાગત કર્યું છે અને કર્તવ્ય પથ પર આગળ વધવાનો નિશ્ચય કર્યો છે.
પીએમ મોદીએ કહ્યું કે આ સત્રમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાશે અને અનેક વિષયો પર ચર્ચા થશે તથા અમારા બધાનો અનુભવ છે કે લોકસભામાં જેટલી વધુ ચર્ચા થાય છે, જેટલી ઊંડી ચર્ચા થાય છે, જેટલી વિવિધતાઓ ભરેલી ચર્ચા થાય છે એટલો જ સદનને પણ વિષયવસ્તુને પણ અને દેશને પણ ઘણો લાભ મળે છે. આ વખતે પણ તે મહાન પરંપરામાં આપણે બધા સાંસદ મળીને વેલ્યુ એડિશન કરીશું, એવો મારો વિશ્વાસ છે.
પીએમ મોદીએ કહ્યું કે આ વખતે લોકસભા અને રાજ્યસભા અલગ અલગ સમય પર ચાલશે. આ વખતે શનિવાર અને રવિવારે પણ સંસદ ચાલશે. તમામ સાંસદો તેની સાથે સહમત છે.
સવારે 9થી 1, બપોરે 3થી 7 સુધી ગૃહની કાર્યવાહી ચાલશે. આ વખતે સંસદમાં રાજ્યસભા અને લોકસભાની બેઠક અલગ-અલગ સમય મળશે.. કોવિડ-19 મહામારીના કારણે આ વર્ષે ચોમાસું સત્રનું આયોજન કરવું એક પડકાર હતો, પરંતુ આ ઐતિહાસિક હશે. સંસદનું ચોમાસું સત્ર આજથી શરૂ થઈને એક ઓક્ટોબરે સમાપ્ત થશે. આ સત્રમાં કોરોનાની તમામ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. આ સત્રમાં શૂન્યકાળ અડધા કલાકનો હશે અને કોઈ પ્રશ્નકાળ નહીં હોય. જો કે લેખિતમાં પ્રશ્નો પુછી શકાશે અને તેનો જવાબ મળશે.
Jab tak dawai nahi tab tak koi dhilai nahi. We want that a vaccine be developed at the earliest from any corner of the world, our scientists succeed and we succeed in bringing everyone out of this problem: Prime Minister Narendra Modi, ahead of #MonsoonSession of Parliament pic.twitter.com/0epCvMpCb9
— ANI (@ANI) September 14, 2020
આ સત્રમાં લોકસભા અને રાજ્યસભામાં અંતર જાળવીને બેસવાની વ્યવસ્થા પણ સામેલ છે. જેના માટે બે ચેમ્બરો અને ગેલેરીનો ઉપયોગ કરવામાં આવશે. લોકસભા અધ્યક્ષે કહ્યું કે લોકસભા હૉલમાં 257 સભ્યો બેસશે જ્યારે લોકસભા ગેલેરીમાં 172 સભ્યો હશે. રાજ્યસભામાં 60 સભ્યો અને રાજ્યસભા ગેલેરીમાં 21 સભ્યોના બેસવાની વ્યવસ્થા છે. સાથે જ સંસદમાં કાગળના બદલે ડિજિટલ માધ્યમના ઉપયોગ પર ભાર મુકવામાં આવશે. સત્રમાં આ વખતે એક પણ રજા નહી હોય એટલે કે કુલ 18 બેઠક યોજાશે.
Delhi: Prime Minister Narendra Modi arrives in the Parliament. #MonsoonSession pic.twitter.com/XW9roYuaw2
— ANI (@ANI) September 14, 2020
વિપક્ષ ચીન મુદ્દો, રોગચાળા અને આર્થિક પરિસ્થિતિ અંગે સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. કોરોના મહામારીમાં સંસદનું ચોમાસું સત્ર નવા રૂપમાં યોજવામાં આવી રહ્યું છે. ઘણા મહત્વપૂર્ણ વટહુકમો બીલના રૂપમાં પસાર કરવાના છે. સત્ર દરમિયાન લેવાયેલા મહત્વના વટહુકમોમાં રોગચાળા રોગ સુધારણા અધ્યાદેશ -2020, વાણિજ્યિક બાબતો અને સુવિધાયુક્ત વટહુકમ 2020, ખેડૂત અધિકારીતા અને સુરક્ષા કરાર ભાવ ખાતરી અને કૃષિ સેવાઓ વટહુકમ 2020 નો સમાવેશ થાય છે. સત્ર દરમિયાન સાંસદોના પગાર અને ભથ્થાને લગતા વટહુકમની રજૂઆત પણ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે