વેવાણ અને વહુએ મળીને સાસુને અધમૂઈ કરી નાખી, પ્રાઈવેટ પાર્ટમાં નાખ્યું મરચું
રાજસ્થાનના બાડમેર જિલ્લાના સિણધરી પોલીસ મથક વિસ્તારથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.
Trending Photos
જયપુર: રાજસ્થાનના બાડમેર જિલ્લાના સિણધરી પોલીસ મથક વિસ્તારથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક મહિલા સાથે તેની વેવાણ અને મોટી વહુએ મારપીટ કરીને તેના પ્રાઈવેટ પાર્ટમાં મરચું ભરી દીધુ. ઘટના બાદ આરોપી મહિલાઓની પોલીસે ધરપકડ કરી લીધી છે.
અત્રે જણાવવાનું કે ઘટનાસ્થળે હાજર એક વ્યક્તિએ તે ઘટનાનો વીડિયો બનાવી લીધો જે હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોના આધારે પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસ અધિકારી બલદેવ રામે જણાવ્યું કે એક મહિલા તેની વહુને લેવા માટે તેના પિયર ગઈ હતી. જ્યાં તેની સાથે તેની વેવાણ અને તેની મોટી વહુએ મારપીટ કરી અને તેના પ્રાઈવેટ પાર્ટમાં મરચું નાખી દીધુ.
તેમણે જણાવ્યું કે આ ઘટના 6-7 દિવસ પહેલા ઘટી હતી અને તેનો વીડિયો આરોપી મહિલાના ભત્રીજાએ બનાવી લીધો હતો અને કોઈ સંબંધીને મોકલ્યો હતો. તેણે વીડિયો બુધવારે સોશિયલ મીડિયા પર નાખી દીધો અને પછી તો તે વાયરલ થઈ ગયો.
પોલીસ અધિકારી બળદેવ રામે જણાવ્યું કે વાયરલ વીડિયોને ગંભીરતાથી લેતા આરોપી મહિલાઓની ઓળખ કરીને તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમની પૂછપરછ ચાલુ છે. તેમણે કહ્યું કે પીડિતાની મેડિકલ તપાસ કરાવી છે અને તેમના નિવેદનના આધારે આરોપી મહિલાઓ વિરુદ્ધ કેસ દાખલ કરાયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે