2 ગજ દૂરી ઘટી તો વધશે સંકટ, ગામ સુધી કોરોના ફેલાતા અટકાવાનો પડકાર: PM Modi
Trending Photos
નવી દિલ્હી: લોકડાઉન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચમી વખત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી રહ્યા છે. તેમણે પોતાના પ્રારંભિક નિવેદનમાં કહ્યું હતું કે, દેશના રાજ્યો કોરોના સામેના યુદ્ધમાં સાથે મળીને કામ કરી રહ્યા છે. કોરોના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરો, સક્રિયતામાં વધારો કરો. સંતુલિત વ્યૂહરચના સાથે આગળ વધો. આગળના પડકારો શું છે, આ માર્ગ પર કાર્ય કરો. તમારા બધાના સૂચનોના આધારે માર્ગદર્શિકા નિર્ધારિત કરવામાં આવશે.
ભારત આ સંકટથી પોતાને બચાવવામાં ઘણા હદ સુધી સફળ થયું. રાજ્યોએ તેમની જવાબદારીઓ નિભાવી. જો 2 ગજનું અંતર નબળું પડ્યું તો સંકટ વધશે. આપણે લોકડાઉનને કેવી રીતે અમલમાં મૂકીએ છીએ તે એક મોટો વિષય છે. આપણે બધાની ભૂમિકા મહત્વપૂર્ણ રહી. આપણા પ્રયત્નો છે કે જે જ્યાં છે ત્યાં જ રહે. પરંતુ મનુષ્યનું મન છે અને આપણે કેટલાક નિર્ણયો બદલવા પણ પડ્યાં. ગામ સુધી આ સંકટ ન પહોંચે, તે સૌથી મોટો પડકાર છે. તમે બધા આર્થિક વિષયો પર તમારા સૂચનો આપો.
ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, આરોગ્ય સેતુ એપ્લિકેશન કોરોના વાયરસને ટ્રેક કરવા અને તેની સામે લડવામાં ખૂબ મદદરૂપ છે. તે લોકો સુધી પહોંચાડવામાં આવે. અમે પ્રવાસી શ્રમિકોને પરત આવવાની વ્યવસ્થા કરી, ટ્રેનો શરૂ કરવાની વ્યવસ્થા કરી. રાજ્યોનું પરસ્પર સંકલન મહત્વપૂર્ણ છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોરોનાના બહાને રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે