સામે મોત દેખાતું હોવા છતાં નીડર થઈ કેમેરામેને રેકોર્ડ કર્યો માતા માટે 'છેલ્લો' સંદેશ, જુઓ VIDEO
છત્તીસગઢના દંતેવાડામાં મંગળવારે (30 ઓક્ટોબર) નક્સલીઓએ હુમલો કર્યો જેમાં દુરદર્શનના એક કેમેરામેન સહિત બે જવાનો શહીદ થઈ ગયાં.
Trending Photos
બપ્પી રાય, દંતેવાડા: છત્તીસગઢના દંતેવાડામાં મંગળવારે (30 ઓક્ટોબર) નક્સલીઓએ હુમલો કર્યો જેમાં દુરદર્શનના એક કેમેરામેન સહિત બે જવાનો શહીદ થઈ ગયાં. આ દરમિયાન દુરદર્શનની ટીમમાં સામેલ અન્ય લોકોએ રસ્તા પાસેના એક ખાડામાં છૂપાઈને પોતાના જીવ બચાવ્યાં. મોત સામે દેખાઈ રહ્યું હતું ત્યારે ટીમના એક આસિસ્ટન્ટ કેમેરામેને પોતાની માતાના નામે એક વીડિયો સંદેશ રેકોર્ડ કર્યો. વીડિયોમાં તેણે તે ઘટનાનો ઉલ્લેખ કરતા માતાને કહ્યું કે આતંકી હુમલો થયો છે. મમ્મી હું તમને ખુબ પ્રેમ કરું છું. બની શકે કે આ હુમલામાં હું માર્યો જાઉ.
જ્યારે કેમેરામેન ઘટના સ્થળ પર પોતાનો વીડિયો બનાવી રહ્યો હતો ત્યારે નક્સલીઓ સતત ગાળાગાળી કરીને ફાયરિંગ કરી રહ્યાં હતાં. આ સાથે જ પત્રકારો પર હેન્ડગ્રેનેડ ફેંકી રહ્યાં હતાં. મોતને સામે જોઈને પણ જો કે કેમેરામેને હિંમત ન હારી અને માતાના નામે પોતાનો સંદેશો રેકોર્ડ કર્યો.
અત્રે જણાવવાનું કે દંતેવાડામાં અરનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના નિલાવાયમાં પત્રકારોની ટીમ ઈલેક્શન કવરેજ માટે ગઈ હતી. આ હુમલામાં બે જવાનો શહીદ થયાં જ્યારે ડીડી ન્યૂઝના એક કેમેરામેન અચ્યુતાનંદ સાહૂનું મોત થયું. ટીમના અન્ય સભ્ય જીવ બચાવવા માટે સતત સંઘર્ષ ખેડી રહ્યાં હતાં. તેઓ નજીકના ખાડામાં છૂપાઈ ગયા હતાં. કોઈના બચવાની આશા નહતી. મોત સામે જોઈને આસિસ્ટન્ટ કેમેરામેન મોરમુકુટ શર્માએ માતાના નામે એક વીડિયો સંદેશ રેકોર્ડ કર્યો.
માતાના નામે સંદેશ
આતંકી હુમલો થયો છે...અમે દંતેવાડામાં ઈલેક્શન કવરેજ માટે આવ્યાં હતાં.... એક રસ્તે જઈ રહ્યાં હતાં, સેના અમારી સાથે હતી...અચાનક નક્સલીઓએ ઘેરી લીધા....મમ્મી હું તમને ખુબ પ્રેમ કરું છું.... બની શકે કે હું હુમલામાં માર્યો જાઉ... પરિસ્થિતિ સારી નથી.... ખબર નહી મોત સામે જોઈને પણ મને ડર નથી લાગતો... બચવું મુશ્કેલ છે... અહીં 6-7 જવાનો સાથે છે....ચારે તરફથી ઘેરી લીધા છે...
બોલતી વખતે મોરમુકુટનું ગળું સૂકાઈ રહ્યું હતું. તે તરસથી તડપી રહ્યો હતો. પરંતુ તેણે હાર ન માની. આ દરમિયાન તે સતત હાથથી ખાડો ખોદતો રહ્યો. સતત 40થી 45 મિનિટના નક્સલી આતંક બાદ સુરક્ષાદળોની બીજી ટુકડી ત્યાં પહોંચી ત્યારે પત્રકારો અને બચેલા જવાનોએ રાહતના શ્વાસ લીધા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે