આ રાજ્યમાં દારૂ પીવાની ઉંમર ઘટી, કાયદામાં થયો મોટો ફેરફાર
હરિયાણામાં હવે દારૂ પીવા તથા વેચવાની ઉંમર મર્યાદાને ઘટાડી 21 વર્ષ કરી દેવામાં આવી છે. નવી આબકારી નીતિ હેઠળ રાજ્યમાં દારૂને લઈને નવા કાયદામાં ફેરફાર કરવામાં આવ્યા છે.
Trending Photos
નવી દિલ્હીઃ દારૂના શોખીનો માટે હરિયાણા સરકારે મોટો નિર્ણય લીધો છે. હરિયાણામાં દારૂ પીવાની ઉંમર 25 વર્ષથી ઘટાડી 21 વર્ષ કરી દેવામાં આવી છે. હરિયાણા વિધાનસભા આબકારી (એક્સાઇઝ) કાયદો, 1914ની કુલ ચાર કલમોમાં સંશોધન કરવામાં આવ્યું હતું. હરિયાણાના સંશોધિત આબકારી બિલને રાજ્યપાલ બંડારૂ દત્તાત્રેયની મંજૂરી મળી ગઈ છે. 11 ફેબ્રુઆરી બાદ આ સંશોધન રાજ્યમાં લાગૂ થઈ ચુક્યુ છે.
કાયદામાં ફેરફાર થતાં દૂર થઈ મોટી મુશ્કેલી
કાયદામાં ફેરફાર બાદ કોઈપણ દેશી દારૂ કે નશીલી દવાઓના નિર્માણ, છુટક કે જથ્થાબંધ વેચાણ માટે ઉંમરની મર્યાદાને હટાવી દીધી છે. કાયદામાં સંશોધન બાદ રાજ્ય તરફથી આ વ્યાવસાય માટે ઉંમર મર્યાદા 25 વર્ષથી ઘટાડી 21 વર્ષ કરી દેવામાં આવી છે.
ઉંમરની મર્યાદા ઘટાડી 21 વર્ષ કરવામાં આવી
તેવી જ રીતે, કલમ 29 હેઠળ, લાઇસન્સ પ્રાપ્ત વિક્રેતા 25 વર્ષથી ઓછી ઉંમરના કોઈપણ વ્યક્તિને કોઈપણ દારૂ અથવા ડ્રગ્સનું વેચાણ અથવા વિતરણ કરી શકશે નહીં. સુધારા બાદ અહીં વય મર્યાદા પણ ઘટાડીને 21 વર્ષ કરી દેવામાં આવી છે.
દારૂની દુકાન પર નોકરીમાં પણ રાહત
તો કલમ 30માં સંશોધન બાદ 25 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિને હવે દારૂની દુકાને નોકરી પર રાખી શકાય છે. દારૂ કે નશીલી દવા વેચનારનું લાઇસન્સ રાખનાર હવે 21 વર્ષ સુધીના યુવક કે યુવતીને પોતાના કારોબારમાં નોકરી પર રાખી શકે છે.
હરિયાણાની નવી આબકારી નીતિ
હરિયાણામાં દારૂ સાથે જોડાયેલા કાયદામાં આ સંશોધન કરવાનો નિર્ણય પાછલા વર્ષે નવી આબકારી નીતિ તૈયાર કરતા સમયે લેવામાં આવ્યો હતો. મહત્વનું છે કે દેશના ઘણા રાજ્યોમાં દારૂ પીવા અને વેચવાની કાયદાકીય ઉંમર 21 વર્ષ કે તેનાથી વધુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે