નગરોટા એનકાઉન્ટર મામલામાં NIAએ 6 આતંકીઓ વિરુદ્ધ દાખલ કરી ચાર્જશીટ
આ આતંકી, ત્રણ પાકિસ્તાની આતંકીઓને જમ્મૂના સાંબા બોર્ડરથી ટ્રકમાં છુપાવીને કાશ્મીર લઈ જવા રહ્યાં હતા જ્યારે સુરક્ષાદળોની સાથે આ આતંકીઓની અથડામણ થઈ હતી અને પાકિસ્તાની આતંકી માર્યા ગયા હતા.
Trending Photos
નવી દિલ્હીઃ એનઆઈએએ જાન્યુઆરીમાં જમ્મૂના નગરોટામાં ત્રણ પાકિસ્તાની જૈશ આતંકીઓના માર્યા જવાના મામલામાં છ આતંકીઓ વિરુદ્ધ જમ્મૂની NIA કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે.
આ આતંકી, ત્રણ પાકિસ્તાની આતંકીઓને જમ્મૂના સાંબા બોર્ડરથી ટ્રકમાં છુપાવીને કાશ્મીર લઈ જવા રહ્યાં હતા જ્યારે સુરક્ષાદળોની સાથે આ આતંકીઓની અથડામણ થઈ હતી અને પાકિસ્તાની આતંકી માર્યા ગયા હતા.
પરંતુ તેને ટ્રકમાં છુપાવીને લઈ જનાર આતંકી સમીર અહમદ ડાર, આસિફ અહમદ મલિક અને સરતાજ મંટૂ ફરાર થઈ ગયા હતા. બાદમાં સર્ચ દરમિયાન ત્રણ પકડાય ગયા હતા. આવ પહેલા એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત પણ થયો હતો.
એનઆઈએએ આ મામલાની તપાસ ફેબ્રુારીમાં શરૂ કરી હતી અને તપાસ બાદ વધુ ત્રણ આતંકી જે જૈશ માટે OGW એટલે કે Over Ground Worker નું કામ કરતા હતા, જેની ધરપકડ થઈ હતી.
એનઆઈએએ પોતાની તપાસમાં જાણ્યું કે મોડ્યૂલ આતંકી સંગઠન જૈશ માટે કામ કરતા હતા અને જે આતંકી પાકિસ્તાનમાં લોન્ચપેડ પર ભારતમાં ઘુસવાની તૈયાર રહેતા હતા, તેને ભારતમાં ઘુસવામાં મદદ કરતા હતા. તેની છુપાવવામાં પણ મદદ કરતા હતા.
UAE પહોંચ્યા પાંચેય રાફેલ વિમાન, જાણો ભારતમાં ક્યારે થશે લેન્ડિંગ
અહમદ ડાર પાકિસ્તાનમાં જૈશના આતંકીઓની સાથે સિક્યોર મેસેજિંગ એપ પર સંપર્કમાં રહેતા હતા અને જ્યારે આતંકી સરહદ પાર કરી ભારતમાં દાખલ થતા હતા તો તેને ટ્રકમાં છુપાવીને કાશ્મીર લાવવામાં આવતા હતા. બાકી ધરપકડ કરાયેલા ત્રણ OGW સુહૈબ મંજૂર, જહુર અહમદ ખાન અને સુહૈલ જાવેદ આ આતંકીઓને છુપાવવામાં મદદ કરતા હકતા અને આતંકીઓ માટે જરૂરી સામાન તૈયાર રાખતા હતા. આ ત્રણેયે પાકિસ્તાની આતંકીઓ માટે કાશ્મીરી કાશમીરી પોશાક ફિરન પણ તૈયાર રાખ્યો હતો જેથી તેના પર કોઈને શંકા ન થાય અને હથિયાર પણ છુપાવી શકાય.
NIAએ આ મામલામાં આતંકીઓ પાસેથી 2 એકે47, એકે56, એકે74, 1M4 કાર્બાઈન, 2 ગ્લોક પિસ્તોલ, 3 ચાઇનીઝ પિસ્તોલ, 35 ગ્રેનેડ, 12 કિલો Detonetorને જપ્ત કર્યું હતું. આ બધા હથિયાર અને ડિવાઇસ આતંકી પોતાની સાથે પાકિસ્તાનથી લાવ્યા હતા અને જે ટ્રક અને કારમાં તે સામાન છુપાવીને લઈને જતા હતા તેને પણ જપ્ત કરી લેવામાં આવ્યો હતો.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે