અકબર સાથે કામ કરી ચૂકેલા પુરુષ પત્રકારોએ પણ આરોપ લગાવનારી મહિલાઓનું કર્યું સમર્થન
પૂર્વ કેન્દ્રીય મંત્રી અકબરના સહયોગી રહી ચુકેલા રશીદ કિદવઈ પણ ટ્વીટ કરીને જાતીય શોષણનો આરોપ લગાવનારી મહિલાઓને સમર્થન આપ્યું છે
Trending Photos
નવી દિલ્હીઃ મહિલા પત્રકારો દ્વારા તેમની સાથે થયેલા જાતીય શોષણના આરોપનો #Me Too અભિયાન દ્વારા જાહેર કરાયા બાદ ચારેય તરફથી ઘેરાઈ ચુકેલા વિદેશ રાજ્યમંત્રી એમ. જે. અક્બરે સતત વધી રહેલા દબાણને પગલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. હવે, એમ.જે.અકબર સાથે ભૂતકાળમાં કામ કરી ચૂકેલા પુરુષ પત્રકારો પણ અકબર પર આરોપ લગાવનારી મહિલાઓના સમર્થનમાં આવ્યા છે.
અકબરના પૂર્વ સહયોગી રહી ચૂકેલા લેખક-પત્રકાર આકાર પટેલે નેશનલ હેરાલ્ડ અખબારમાં લખેલા એક લેખમાં લખ્યું છે કે, મને આશા છે કે, અકબરનું રાજીનામું લેવાને બદલે તેમને હાંકી કાઢવામાં આવે.
અકબરને હાંકી કઢાશે - આકાર પટેલ
આકાર પટેલે લખ્યું છે કે, યુવાન મહિલાઓ પર તેમના હુમલા અંગે રહસ્યોદઘાટનનો અર્થ છે કે તે પોતાની પ્રતિષ્ઠા સાથે આજે જ્યાં પણ ઊભો છે ત્યાં દરેક સમયે અને સાચા અર્થમાં ચીથડામાં રહ્યો છે. એક લેખક અને વિચારક તરીકે તેમની વિશ્વસનિયતા જો સમાપ્ત નથી થઈ તો ઘટી તો જરૂર છે. મને આશા છે કે, અકબરનું રાજીનામું લેવાને બદલે તેમને હાંકી કાઢવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આકાર પટેલ એક જાણીતા કટાર લેખક છે. તેમણે 2002નાં રમખાણો પર 'રાઈટ્સ એન્ડ રોન્ગ્સ' નામનો એક વિસ્તૃત અહેવાલ અન્ય લેખક સાથે ભાગીદારીમાં લખ્યો હતો. તેમણે ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીની પૃષ્ઠભુમિ પર 'ઈન્ડિયાઃ લો ટ્રસ્ટ સોસાયટી' નામનું એક પુસ્તક પણ લખ્યું છે.
# Me Too : જાણો કઈ-કઈ મહિલાઓએ એમ.જે. અક્બર લગાવ્યા હતા જાતીય શોષણનાં આરોપ
તમામ મહિલા પત્રકારોનાં આરોપો સાચા છેઃ રશીદ કિદવઈ
પૂર્વ કેન્દ્રીય મંત્રી એમ. જે. અકબરના પૂર્વ સહયોગી રશીદ કિદવઈએ પણ ટ્વીટ કરીને જાતીય શોષણનો આરોપ લગાવનારી મહિલાઓનું સમર્થન કર્યું છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે, હું એશિયન એજમાં 1993-96 દરમિયાન પોલિટિકલ બ્યૂરોમાં હતો. મારું માનવું છે કે, ગઝાલા વહાબ, સુપર્ણા શર્મા, તુશિતા પટેલ, પ્રિયા રામાણી, મીનલ બઘેલ અને અન્ય મહિલા પત્રકારોએ જે આરોપો લગાવ્યા છે તે સાચા હશે.
I was in #Asianage political bureau between 1993-96 & #IBelieve @ghazalawahab @SuparnaSharma @TushitaPatel @priyaramani @writemeenal and the rest #MeToo
— rasheed kidwai (@rasheedkidwai) October 16, 2018
રશીદ કિદવઈ એક લેખક અને પત્રકાર છે. કિદવઈએ કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની બાયોગ્રાફીના પણ લેખક છે. સાથે જ તેમણે કોંગ્રેસ પક્ષના વડા મથક 24, અક્બર રોડ પર પણ એક પુસ્તક લખ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે