શું મોદીની 'કૂટ'નીતિ જ પાકિસ્તાનની દવા? શું દાઉદને બચાવી શકશે પાકિસ્તાન
મોસ્ટ વોન્ટેડ આતંકવાદી દાઉદ ઇબ્રાહીમ પર મોટા ખુલાસાએ પાકિસ્તાનના આતંકવાદી ચરિત્રનો પર્દાફાશ કરી દીધો છે. ઝી ન્યૂઝએ પાકિસ્તાનમં દાઉદના ઠેકાણાના પુરાવા બતાવ્યા. જેથી પાકિસ્તાન કોઇપણ હાલતમાં ઇનકાર ન કરી શકે.
Trending Photos
નવી દિલ્હી: મોસ્ટ વોન્ટેડ આતંકવાદી દાઉદ ઇબ્રાહીમ પર મોટા ખુલાસાએ પાકિસ્તાનના આતંકવાદી ચરિત્રનો પર્દાફાશ કરી દીધો છે. ઝી ન્યૂઝએ પાકિસ્તાનમં દાઉદના ઠેકાણાના પુરાવા બતાવ્યા. જેથી પાકિસ્તાન કોઇપણ હાલતમાં ઇનકાર ન કરી શકે. ઝી ન્યૂઝે પાકિસ્તનમાં દાઉદના પરિવારના સભ્યોના પાસપોર્ટથી માંડીને તેમની અરબોની પ્રોપર્ટી વિશે જે ખુલાસો કર્યો. તેનાથી પાકિસ્તાનનું ઝુઠાણું ઉઘાડું પડી ગયું છે.
ઝી ન્યૂઝ પર દાઉદ ઉબ્રાહીમ તરફથી કરવામાં આવેલા ખુલાસા પર પાકિસ્તાન હેરાન છે. તો બીજી તરફ પોતાના રાજ ઉઘાડા પડી જતાં દાઉદ ઇબ્રાહીમ પરેશાન છે. ભારત તરફથી કોઇ કાર્યવાહીની આશંકા જોતાં તેણે પણ ISI ને પોતાના ઠેકાણા બદલવાની ભલામણ કરી છે. તેના પર ખતરા દેખાતા પાકિસ્તાની સેના અને ISI તેના માટે બીજા ઠેકાણા શોધવા લાગી છે. તો બીજી તરફ ભારતમાં રાજકીય પક્ષોએ પણ દાઉદ પર કાર્યવાહીની માંગ તેજ કરી દીધી છે.
મોટો પ્રશ્ન એ છે કે 257 ભારતીયોના મોતના જવાબદાર દાઉદ ઇબ્રાહીમને સજા ક્યારે મળશે? નક્કર પુરાવા છતાં પાકિસ્તાન આતંકવાદી કેમ ફેલાવી રહ્યું છે? આતંકવાદ પર પાકિસ્તાનનો 'હિસાબ' ક્યારે થશે? આંતરરાષ્ટ્રીય આતંકવાદીઓ પર દુનિયા કેમ વહેચાયેલી છે? દાઉદ-હાફિઝ-મસૂદ પર અને દુનિયાને વધુ કેટલા પુરાવા જોઇએ? શું મોદીની 'કૂટ'નીતિ જ પાકિસ્તાનની દવા છે? પાકિસ્તાનથી ત્રસ્ત દુનિયા આખરે ક્યારે તેના વિરૂદ્ધ શસ્ત્ર ઉઠાવશે?
તમને જણાવી દઇએ કે ઝી ન્યૂઝના DNA માં દાઉદ ઇબ્રાહીમ પર ZEE NEWS WORLD EXCLUSIVE નો ખુલાસો કર્યો છે. આ આતંકવાદ પનાહગાર પાકિસ્તાન વિરૂદ્ધ ભારતની મોટી જીત ગણવામાં આવી રહી છે. ZEE NEWS એ દાઉદ ઇબ્રાહીમનો ઘર બતાવ્યું. દાઉદના પરિવાર, પ્રોપર્ટી, પાસપોર્ટ, ઓળખપત્ર, બેંક એકાઉન્ટના સમાચાર પર બતાવ્યા. ત્યારબાદથી દાઉદ ઇબ્રાહીમની વિરૂદ્ધ કાર્યવાહી માટે પાકિસ્તાન પર દબાણ વધતું જાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે