ઘુવડને કારણે તેલંગનાના નેતાઓની કાળા જાદુની પોલ ખૂલી, ચૂંટણી જીતવા માટે કરતા ‘આવું’
કાળો જાદુ કરવા માટે ઉલ્લુઓને મારી નાખવામાં આવે છે. તેમના શરીરના અંગો જેમ કે, માથુ, હાથ, આંખો વગેરે વિરોધી ઉમેદવારના ઘરની સામે ફેંકી દેવામાં આવે છે. જેથી તે વશમાં આવી જાય, અને તેને ઈલેક્શનમાં હારનો સામનો કરવો પડે. હંમેશા વિરોધી પાર્ટીઓ અંધશ્રદ્ધા દ્વારા જીતવાનો પ્રયાસ કરે ઠેય
Trending Photos
નવી દિલ્હી : તેલંગના વિધાનસભા ઈલેક્શનમાં નિવેદનબાજી, પ્રચાર, આક્ષેપબાજીમા હવે વધુ એક રોમાંચ ઉમેરાયો છે. અંધશ્રદ્ધા. ઈલેક્શન દરમિયાન અંધશ્રદ્ધાનો જે વિષય સામે આવ્યો, તે માનવામાં આવે તેમ નથી. પરંતુ તમારા મગજના તાર હલાવી દે તેવો છે. તેલંગનાના કલબુર્ગી જિલ્લામાં પોલીસ કર્મચારીઓએ એક ઘુવડ સાથે 6 લોકોને પકડ્યા. તેમની પૂછપરછમાં જે જવાબો મળ્યા તે જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી. ઈલેક્શનમાં ઉભા રહેલા એક નેતાએ ઈલેક્શનમાં જીત મેળવવા માટે આ ઘુવડનો ઓર્ડર આપ્યો હતો. જેના દ્વારા તેઓ તંત્રમંત્ર કરાવીને પોતાના વિરોધીના ગુડલકને બેડલકમાં બદલી શકે.
નવભારત ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, તેલંગનામા જંગલમાં રહેનારા લોકોનું કહેવુ છે કે, બેંગલુરુથી ત્રણ, મૈસૂરથી ત્રણ અને બેલાગવીથી આવા બે કિસ્સાઓ સામે આવ્યા છે. કાળો જાદુ કરવા માટે ઉલ્લુઓને મારી નાખવામાં આવે છે. તેમના શરીરના અંગો જેમ કે, માથુ, હાથ, આંખો વગેરે વિરોધી ઉમેદવારના ઘરની સામે ફેંકી દેવામાં આવે છે. જેથી તે વશમાં આવી જાય, અને તેને ઈલેક્શનમાં હારનો સામનો કરવો પડે. હંમેશા વિરોધી પાર્ટીઓ અંધશ્રદ્ધા દ્વારા જીતવાનો પ્રયાસ કરે ઠેય
ઘુવડથી કાળો જાદુ
ભારતમા માન્યતા છે કે, ઘુવડ પોતાની સાથે ખરાબ કિસ્મત લઈને આવે છે. તેથી તેનો ઉપયોગ લોકો પોતાના દુશ્મનને મિટાવવા, હરાવવા કરે છે. આ કારણે જ કર્ણાટકમા ઘુવડ વેચવાનો કાળો કારોબાર ચાલે છે. અહી દિવાળીમાં પણ ઉલ્લુઓની મોટી ડિમાન્ડ રહે છે. હાલ જ્યારે તેલંગનામાં વિધાનસભા ઈલેક્શન છે, ત્યારે જંગલમાં રહેલ ઘુવડોનું અસ્તિત્વ ખતરામાં પડી ગયું છે. કર્ણાટકના જમાખંડી, બાગલકોટ જિલ્લાઓમાંથી ઘુવડ લાવીને હૈદરાબાદમાં મોકલાઈ રહ્યા છે. આ ઘુવડ હંમેશા પહાડી વિસ્તારોમાં મળી આવે છે.
ઘુવડ સાથે જોડાયેલ અંધશ્રદ્ધા
કહેવયા છે કે, ઘુવડ ખજાનો શોધવાના કામમાં પણ આવે છે. આ માટે માન્યતા એ છે કે, ઉલ્લુ ખજાનાવાળી સંદિગ્ધ જગ્યા પર ચારેતરફ ચક્કર લગાવે છે. જ્યાં ઘુવડ પોતાની ગરદન 270 ડિગ્રી પર ફેરવી દે, તો ખજાનો ત્યાં છુપાયો હોય તેવી અંધશ્રદ્ધા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે