93 વર્ષના થયા ભાજપના શિખર પુરુષ લાલકૃષ્ણ અડવાણી, PM મોદીએ ઘરે જઈને પાઠવી શુભેચ્છા

ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપક સભ્ય અને દાયકાઓ સુધી BJPને ઘરે ઘરે સુધી પહોંચાડવા માટે સંઘર્ષ કરનારા રાજનીતિના શિખર પુરુષ લાલકૃષ્ણ અડવાણીનો આજે જન્મદિવસ છે. તેઓ 93 વર્ષના થયા. 

93 વર્ષના થયા ભાજપના શિખર પુરુષ લાલકૃષ્ણ અડવાણી, PM મોદીએ ઘરે જઈને પાઠવી શુભેચ્છા

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપક સભ્ય અને દાયકાઓ સુધી BJPને ઘરે ઘરે સુધી પહોંચાડવા માટે સંઘર્ષ કરનારા રાજનીતિના શિખર પુરુષ લાલકૃષ્ણ અડવાણીનો આજે જન્મદિવસ છે. તેઓ 93 વર્ષના થયા. તેમના જન્મદિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત તમામ વરિષ્ઠ નેતાઓએ લાલકૃષ્ણ અડવાણીને શુભેચ્છાઓ પાઠવી. આ અવસરે પીએમ મોદીએ ટ્વીટ ઉપરાંત તેમના ઘરે જઈને પણ શુભેચ્છાઓ પાઠવી. પીએમ મોદીની સાથે ગૃહમંત્રી અમિત સાહ અને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહ્યા હતા. 

— Narendra Modi (@narendramodi) November 8, 2020

પીએમ મોદીએ ભાજપના સૌથી વરિષ્ઠ અને સન્માનિત નેતા લાલકૃષ્ણ અડવાણીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. તેમણે અડવાણીજીના વ્યક્તિત્વ અને રાજનીતિક જીવનને સમગ્ર દેશ માટે પ્રેરણાદાયક ગણાવ્યું. પીએમ મોદીએ ટ્વીટ કરીને  કહ્યું કે ભાજપને જન જન સુધી પહોંચાડવાની સાથે દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવનારા શ્રદ્ધેય શ્રી લાલકૃષ્ણ અડવાણીજીને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા. તેઓ પાર્ટીના કરોડો કાર્યકરોની સાથે સાથે દેશવાસીઓના પ્રત્યક્ષ પ્રેરણાસ્ત્રોત છે. હું તેમની લાંબી આયુ અને સ્વસ્થ જીવનની પ્રાર્થના કરું છું. 

— Narendra Modi (@narendramodi) November 8, 2020

અમિત શાહ અને સીએમ યોગીએ પણ પાઠવી શુભેચ્છા
ગૃહમંત્રી અમિત શાહે પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતા ટ્વિટર પર લખ્યું કે આદરણીય અડવાણીજીએ પોતાના પરિશ્રમ અને નિસ્વાર્થ સેવાભાવથી માત્ર દેશના વિકાસમાં જ નહીં પરંતુ ભાજપની રાષ્ટ્રવાદી વિચારધારાના વિસ્તારમાં પણ મુખ્ય ભૂમિકા ભજવી. તેમના જન્મદિવસ પર તેમને શુભકામનાઓ પાઠવું છું અને ઈશ્વર પાસે તેમના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની કામના કરું છું. 

उनके जन्मदिन पर उन्हें शुभकामनाएँ देता हूँ और ईश्वर से उनके अच्छे स्वास्थ्य व दीर्घायु की कामना करता हूँ।

— Amit Shah (@AmitShah) November 8, 2020

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વીટ કરીને અડવાણીજીને શુભેચ્છાઓ પાઠવી. તેમણે લખ્યું કે લોકપ્રિય રાજનેતા, કુશળ પ્રશાસક, રાષ્ટ્રવાદી ચિંતક, ભારતીય રાજકારણના શિખર પુરુષ, અમારા બધાના માર્ગદર્શક, આદરણીય શ્રી લાલકૃષ્ણ અડવાણીજીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાો. પ્રભુ શ્રી રામ પાસે તેમના સ્વસ્થ અને સુદીર્ઘ જીવનની કામના કરું છું. 

1927માં થયો હતો અડવાણીનો જન્મ
ઉલ્લેખનીય છે કે ભાજપના વરિષ્ઠ નેતા અને દશના પૂર્વ ઉપ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણીનો જન્મ પાકિસ્તાનના કરાચીમાં 8 નવેમ્બર 1927ના રોજ હિન્દુ સિંધી પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ કિશનચંદ અડવાણી અને માતાનું નામ જ્ઞાની દેવી છે. તેમના પિતા ઉદ્યોગપતિ હતા. 2015માં તેમને ભારતના બીજા સૌથી મોટા નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી સન્માનિત કરાયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news