PM મોદીએ અલગ અંદાજમાં કર્યું રાફેલનું સ્વાગત, આ ભાષામાં કર્યું ટ્વિટ
રાફેલ વિમાનોની હરિયાણાના અંબાલા એરબેસ પર લેડિંગ થઇ ગયું છે. રાફેલ વિમાનોની લેડિંગને જોતાં અંબાલા એરબેસ પર પોલીસે સૈન્ય અડ્ડાની આસપાસ આકરી સુરક્ષા કરવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્હી: રાફેલ વિમાનોની હરિયાણાના અંબાલા એરબેસ પર લેડિંગ થઇ ગયું છે. રાફેલ વિમાનોની લેડિંગને જોતાં અંબાલા એરબેસ પર પોલીસે સૈન્ય અડ્ડાની આસપાસ આકરી સુરક્ષા કરવામાં આવી છે. ભારતીય વાયુસીમામાં પાંચ રાફેલ વિમાનો પ્રવેશતાં જ યુદ્ધોપત INS કલકત્તાએ સ્વાગત કરતાં કહ્યું- આ ગર્વની ઉડાન છે, હેપ્પી લેડિંગ.
તો બીજી તરફ વિમાનોની ઐતિહાસિક લેડિંગ પર પીએમ મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનથ સિંહે પણ ટ્વિટ કર્યું.
પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ટ્વિટ કર્યું, 'રાષ્ટ્ર રક્ષા સમાન કોઇ પુણ્ય નથી, રાષ્ટ્ર રક્ષા જેવું કોઇ વ્રત નથી, રાષ્ટ્ર રક્ષાથી મોટો કોઇ યજ્ઞ નથી.'
राष्ट्ररक्षासमं पुण्यं,
राष्ट्ररक्षासमं व्रतम्,
राष्ट्ररक्षासमं यज्ञो,
दृष्टो नैव च नैव च।।
नभः स्पृशं दीप्तम्...
स्वागतम्! #RafaleInIndia pic.twitter.com/lSrNoJYqZO
— Narendra Modi (@narendramodi) July 29, 2020
શક્તિશાળી લડાકૂ વિમાનોના સ્વાગતમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) એ લખ્યું 'આ બર્ડ્સ (રાફેલ વિમાનોની) સુરક્ષિત રીતે અંબાલામાં લેડિંગ થઇ ગઇ છે.
From speed to weapon capabilities, Rafale is way ahead!
I am sure these world class fighter jets will prove to be a game changer. Congratulations to PM @narendramodi ji, DM @rajnathsingh ji, Indian Air Force and the entire country on this momentous day. #RafaleInIndia pic.twitter.com/1PuSgVtlZm
— Amit Shah (@AmitShah) July 29, 2020
તો બીજી તરફ ગૃહ મંત્રી અમિત શાહે ટ્વિટ કરીને કહ્યું 'ભલે ગતિની વાત હોય અથવા પછી હથિયારોની ક્ષમતાની, રાફેલ દરેક વાતમાં આગળ છે, મને વિશ્વાસ છે કે આ વર્લ્ડ ક્લાસ ફાઇટર જેટ્સ ગેમ ચેંજર સાબિત થશે. પીએમ મોદીજી, રક્ષા મંત્રી રાજનાથ સિંહજી, ભારતીય વાસુ સેના અને આખા દેશને આ મહત્વપૂર્ણ દિવસની શુભેચ્છા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે