Lok Sabha Chunav 2024: આ બંધારણ બચાવવાની લડાઈ હતી, ચૂંટણી પરિણામ બાદ રાહુલ ગાંધીની પ્રથમ પ્રતિક્રિયા
લોકસભા ચૂંટણીમાં ભાજપ સહિત એનડીએની ઘટેલી સીટોથી કોંગ્રેસ ખુબ ખુશ છે. પાર્ટી નેતા રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી હતી. તેમણે પીએમ મોદી પર પ્રહારો પણ કર્યાં હતા.
Trending Photos
Rahul Gandhi on Lok Sabha Chunav 2024 Result: લોકસભા ચૂંટણીમાં ભાજપ સહિત એનડીએની ઘટેલી સીટોથી કોંગ્રેસ ખુબ કુશ છે. પાર્ટી નેતા રાહુલ ગાંધીએ સાંજે પાર્ટી મુખ્યાલયમાં પત્રકાર પરિષદમાં કહ્યું કે દેશે મોદીજીને સ્પષ્ટ કહી દીધું છે કે અમે તમને ઈચ્છતા નથી. તેથી હવે તમારે પદ છોડી દેવું જોઈએ.
આ લડાઈ બંધારણ બચાવવાની હતી
ચૂંટણી પરિણામથી ખુશ રાહુલ ગાંધીએ કહ્યું- આ ચૂંટણી ઈન્ડિયા ગઠબંધન માત્ર રાજકીય દળ વિરુદ્ધ નહીં પરંતુ હિન્દુસ્તાનના બંધારણ અને બધા સ્ટ્રક્ચર્સને તોડવાના ષડયંત્ર વિરુદ્ધ અમે લડ્યાં. આ બધાને મોદી અને અમિત શાહે કેપ્ચર કર્યાં અને લોકોને ધમકાવ્યા- ડરાવ્યા. આ લડાઈ બંધારણ બચાવવાની હતી, આ વાત મારા મગજમાં પહેલાથી સ્પષ્ટ હતી.
રાહુલ ગાંધીએ કહ્યું- જ્યારે તેમણે અમારા બેન્ક એકાઉન્ટ સીઝ કર્યાં. પાર્ટીઓ તોડી તો મને લાગ્યું કે જનતા તેની સામે લડી લેશે અને તેમ થયું. ઈન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસ કાર્યકર્તાઓનો આભાર. કોંગ્રેસ કોંગ્રેસના બધા નેતાઓએ બે-ત્રણ વસ્તુ કરી. અમે ગઠબંધનના પાર્ટનર્સનું સન્માન કર્યું. અમે એક સાથે લડ્યા. હિન્દુસ્તાનને એક વિઝન આપ્યું. અમને ગઠબંધનનો સાથ મળ્યો છે.
દેશની જનતા મોદીજીને ત્રીજીવાર પીએમ બનાવવા નથી ઈચ્છતી
મોદી સરકાર પર આરોપ લગાવતા કોંગ્રેસ નેતાએ કહ્યું- અનામત પર ભાજપે આક્રમણ કર્યું. અદાણીનો સ્ટોક રાખ્યો. તેનો મતલબ છે કે સીધું કનેક્શન છે. દેશે કહી દીધું કે તે નરેન્દ્ર મોદીને ત્રીજીવાર પીએમ બનતા જોવા ઈચ્છતા નથી ન અમિત શાહને.
રાહુલ ગાંધીએ અમેઠીથી ચૂંટણી લડી રહેલા કિશોરી લાલ શર્માને તેમના પીએ જણાવવા પર કહ્યું- ભાજપ કોઈનું સન્માન કરતી નથી. કેએલજી જમીન સાથે જોડાયેલા રહ્યાં છે. તેથી તે જીત્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે