2 કરોડ નોકરીઓનું આપ્યું હતું વચન, 14 કરોડ થઈ ગયા બેરોજગાર, રાહુલનો PM પર હુમલો
રાહુલ ગાંધીએ કહ્યુ કે, જ્યારે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા હતા તો તેમણે દેશના યુવાઓને વચન આપ્યું હતું કે, 2 કરોડ યુવાઓને રોજગાર આપશે પરંતુ તેમની નીતિઓથી 14 કરોડ લોકો બેરોજગાર થઈ ગયા.
Trending Photos
નવી દિલ્હીઃ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર પર હુમલો કરવાની એક પણ તક ગુમાવતા નથી. હવે તેમણે યુવાઓમાં બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો છે. યુવા કોંગ્રેસ સ્થાપના દિવસના અવસર પર 9 ઓગસ્ટે રાહુલ ગાંધીએ બેરોજગારીનો સવાલ ઉઠાવ્યો છે.
ટ્વીટર પર જારી કરાયેલા વીડિયોમાં રાહુલ ગાંધીએ કહ્યુ, 'જ્યારે નરેન્દ્ર મોદી પીએમ બન્યા હતા તો તેમણે દેશના યુવાનોને વચન આપ્યું હતું કે 2 કરોડ યુવાનોને રોજગારી આપશે. દર વર્ષે. ખુબ મોટું સપનું દેખાડ્યું. પરંતુ તે સત્ય છે કે નરેન્દ્ર મોદીની નીતિઓએ 14 કરોડ લોકોને બેરોજગાર બનાવી દીધા છે.'
देश के युवाओं के मन की बात:
रोज़गार दो, मोदी सरकार!
आप भी अपनी आवाज़ युवा कॉंग्रेस के #RozgarDo के साथ जोड़कर, सरकार को नींद से जगाइये।
ये देश के भविष्य का सवाल है। pic.twitter.com/zOt6ng2T0M
— Rahul Gandhi (@RahulGandhi) August 9, 2020
રાહુલ ગાંધીએ કહ્યુ કે, આ કેમ થયું. ખોટી નીતિઓને કારણે થયું. નોટબંધી, ખોટુ જીએસટી અને પછી લૉકડાઉન. આ ત્રણેય તત્વોએ હિન્દુસ્તાનના માળખાને, ઇકોનોમિક સ્ટ્રક્ચરને ખતમ કરી દીધું. હવે સત્ય છે કે હિન્દુસ્તાન પોતાના યુવાઓને રોજગાર ન આપી શકે. તેથી યૂથ કોંગ્રેસ રસ્તા પર ઉતરી રહી છે.
રાહુલ ગાંધીએ કહ્યુ કે, મને ખુબ ખુશી છે કે આ મુદ્દાને યુથ કોંગ્રેસ દરેક ગામ, દરેક રસ્તા પર ઉઠાવશે. યુથ કોંગ્રેસ સંપૂર્ણ તાકાત સાથે બેરોજગારીના મુદ્દાને ઉઠાવવા જઈ રહ્યું છે. રાહુલ ગાંધીએ લોકોને અપીલ કરી કે તમે બધા રોજગાર આપો મુહિમ સાથે જોડાવ અને યુથ કોંગ્રેસની સાથે મળીને દેશના યુવાનોને રોજગારી અપાવો.
મનોજ તિવારીએ લોચો માર્યો? MHAએ કહ્યું- અમિત શાહનો કોરોના ટેસ્ટ થયો જ નથી
આદિવાસી દિવસની શુભકામનાઓ
આ પહેલા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, 'આદિવાસી સમુદાયોની જીવનશૈલીમાં પ્રકૃતિ પ્રત્યે આસ્થા, પ્રેમ અને સન્માન હોય છે, જેથી વિશ્વ સંરક્ષણ અને સાથે મળીને રહેવાનું શીખી શકે છે. આપણે મળીને એક સાંસ્કૃતિક વારસાને સાચવીને રાખવો પડશે. વિશ્વ આદિવાસી દિવસની શુભકામના.'
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે