‘જે અમારા દીકરાઓના લગ્ન કરાવશે, તેને જ વોટ આપીશું’ ચાવાળાની અજીબોગરીબ શરત
ઝુંઝનુના વિસ્તારોમાં યુવકોના લગ્ન ન થવા મોટી સમસ્યા બની ગઈ છે. ક્ષેત્રમાં દીકરીઓની અછત ઉભી થઈ છે. ભ્રૂણ હત્યા સમગ્ર સમાજ માટે મોટો મુદ્દો બની ગયો છે. જેને કારણે ચૌધરી કહે છે કે, સરકારે તે માટે ખાસ કાયદો બનાવવો જોઈએ. ક્ષેત્રમાં અનેક એવા ગામ છે, જ્યાં મોટી સંખ્યામાં યુવકોના લગ્ન થઈ નથી રહ્યાં.
Trending Photos
ઝુંઝનુ/રાજસ્થાન : લૈગિંગ ભેદભાવને કારણે બદનામ થયેલા રાજસ્થાનના ઝુંઝનુ જિલ્લામાં એક વ્યક્તિએ કાયદેસર રીતે બેનર લગાવીને યુવકોના લગ્ન કરાવવા પર જ વોટ આપવાની જાહેરાત કરી હતી. આ બોર્ડ સિંધાના પ્રાંતના ચાના એક દુકાનદારે લગાવ્યું છે. તેમાં લખાયેલું છે કે, જે અમારા દીકરાઓના લગ્ન નક્કી કરાવશે, તેને જ વોટ આપવામાં આવશે. હકીકતમાં, ઝુંઝનુના વિસ્તારોમાં યુવકોના લગ્ન ન થવા મોટી સમસ્યા બની ગઈ છે. ક્ષેત્રમાં દીકરીઓની અછત ઉભી થઈ છે. ભ્રૂણ હત્યા સમગ્ર સમાજ માટે મોટો મુદ્દો બની ગયો છે. જેને કારણે ચૌધરી કહે છે કે, સરકારે તે માટે ખાસ કાયદો બનાવવો જોઈએ. ક્ષેત્રમાં અનેક એવા ગામ છે, જ્યાં મોટી સંખ્યામાં યુવકોના લગ્ન થઈ નથી રહ્યાં.
આ સમસ્યાને કારણે સિંધાનાના હરિદાસ માર્કેટમાં મેહરાણા ગામના નિવાસી નંદલાલ ચૌધરીએ પોતાની અજીબોગરીબ માંગ નેતાઓ સામે રાખી છે. નેતાઓ તેમની આ માંગને પૂરી કરવાનો વાયદો પણ નથી કરી રહ્યા. નંદલાલે પોતાની દુકાન પર આ બોર્ડ લગાવી રાખ્યું છે. બોર્ડ પર લખ્યું છે કે, જે પ્રત્યાક્ષી ઉમેદવાર યુવકોના લગ્ન કરાવશે, તેને અમે વોટ આપીશું. આ બોર્ડ સમગ્ર ઈલેક્શનમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
આમ તો આખા ઝુઝનુમાં આ સ્થિતિ છે. પરંતુ ખાસ કરીને હરિયાણાની પાસે આવેલા બુહાના, સિંધાના, ખેતડી, પચેરી જેવા ક્ષેત્રોમાં અનેક ગામ એવા છે, જ્યાં યુવકો માટે લગ્ન મોટી સમસ્યા બની ગઈ છે. આ વિસ્તારોમાં દરેક ગામમાં 30-40 વહુઓ અન્ય ગામમાંથી આવી છે. અહીંના નિવાસીઓ પોતાની જાતિ અને સમાજમાં યુવતીઓ નથી મળી રહી. તેથી મોટાભાગની મહારાષ્ટ્ર, બંગાળ, બિહારથી ખરીદીને લાવવામા આવી રહી છે, અને લગ્ન કરાવાઈ રહ્યા છે.
વર્ષ 2011માં વસ્તી ગણતરીમાં રાજસ્થાનના 33 જિલ્લાઓમાં સૌથી ખરાબ સ્થિતિ ઝુઝનુમાં હતી. અહીં 2011માં જ્યા 1000 યુવકો પર માત્ર 837 યુવતીઓ હતી. તેને પગલે હવે યુવકોને લગ્ન માટે મોટી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, બાદમાં ધીરે ધીરે લૈગિંક અનુપાતમાં સુધાર તો તયો છે. 2014માં અહી યુવક-યુવતીઓનો 800/1000, 2015માં 901/1000 અને 2017માં 955/1000 આંકડો નોંધાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે