Paytm નહી પબ્લિકને RBI એ આપી મોટી રાહત, હવે આ તારીખ સુધી ચાલશે Paytm Paytment Bank
Paytm Paytment Bank Latest update: રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાએ પેટીએમને મોટી રાહત આપતાં તેને 15 દિવસનું એક્સટેંશન આપ્યું છે. આરબીઆઇએ પેટીએમને 15 દિવસની મુદ્દત આપતાં 15 માર્ચ સુધી એક્સટેંશન આપ્યું છે.
Trending Photos
Paytm Crisis: રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાએ પેટીમને મોટી રાહત આપતાં તેને 15 દિવસનું એક્સટેંશન આપ્યું છે. આરબીઆઇએ પેટીએમને 15 દિવસની મુદ્દત આપતાં 15 માર્ચ સુધી એક્સટેંશન આપ્યું છે. આરબીઆઇથી મળેલી રાહત બાદ હવે પેટીએમ પેમેંટ બેંક પર લાગેલી પાબંધીઓને 15 માર્ચ સુધી રોકી દેવામાં આવી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાએ નોટિફિકેશન જાહેર કરી તેની જાણકારી આપી, જેમાં કહેવામાં આવ્યું કે પેટીએમ પેમેંટ બેંક ગ્રાહકોને મર્ચન્ટના હિતોને જોતાં તેમણે 15 દિવસનું એક્સટેંશન આપ્યું છે.
પિતા કારગીલ જંગના હીરો, પુત્રએ ડેબ્યૂ ટેસ્ટમાં કર્યો કમાલ, સર્જ્યા ઘણા રેકોર્ડ
ફરવાના શોખીનો માટે ગુજરાત સ્વર્ગથી કમ નથી, ઇતિહાસ પ્રેમીઓ ખાસ લે આ સ્થળોની મુલાકાત
RBI gives 15-day relaxation to Paytm, extends the date to 15th March from the earlier stipulated timeline of February 29, 2024. https://t.co/UH52h5DIz4 pic.twitter.com/VP7Ou34zua
— ANI (@ANI) February 16, 2024
તેમણે કહ્યું કે પેટીએમ પેમેન્ટ બેંકના ગ્રાહકોને બીજા વૈકલ્પિક વ્યવસ્થા માટે થોડા વધુ સમયની જરૂર હતી. એવામાં ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આરબીઆઇએ કહ્યું કે સેક્શન બેકિંગ રેગુલેટરી એક્સટ 1946 ના 35 A અંતગર્ત લેવામાં આવેલા નિર્ણયોમાં આંશિક રૂપથી ફેરફાર કરતાં ડેડલાઇનને 15 માર્ચ સુધી વધારવામાં આવી છે.
Rajkot: આ 5 સ્થળોની મુલાકાત લીધા વિના અધુરી છે રાજકોટની ટૂર, એકવાર જરૂર આંટો મારજો
બમણા થઇને મળશે તમારા રૂપિયા, રિટર્નની ગેરન્ટીવાળી આ યોજનામાં કરી શકો છો રોકાણ
Paytm ને આરબીઆઇથી 15 માર્ચ સુધી રાહત
ગ્રાહકો અને પેટીએમ પેમેન્ટ બેંકના મર્ચન્ટના હિતો માટે આરબીઆઇએ પેટીએમ પેમેન્ટ બે6ક પર લગાવેલી પાબંધીઓમાં 15 માર્ચ સુધી રાહત આપી છે. પેટીએમ પેમેન્ટ બેંક સાથે જોડાયેલા ગ્રાહકો હવે માર્ચ સુધી પેટીએમ બેંકની ડિપોઝિટ અને ક્રેડિટ લેણદેણ સર્વિસનો લાભ ઉઠાવી શકશે. તમને જણાવી દઇએ કે 31 જાન્યુઆરી 2024 ના રોજ પોતાના આદેશમાં આરબીઆઇએ પેટીએમ બેંક લિમિટેડની મોટાભાગની સર્વિસીસ, ફંડ ટ્રાંસફર, ટોપ અપ પર 29 ફેબ્રુઆરી સુધી રોક લગાવી દીધી હતી. આરબીઆઇએ પેટીએમ પેમેન્ટ બેંકને નવા કસ્ટમર જોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.
ઘણા દેશો અને દરિયાકાંઠાના શહેરો ડૂબી જશે : ખતરાની ઘંટડી, ગ્રીનલેન્ડ હવે સફેદ નથી
સાવધાન! ઝડપથી બદલાઇ રહી છે દેશની ડેમોગ્રાફી, આગામી 30 વર્ષમાં 'ઘરડું' થઇ જશે ભારત!
15 માર્ચ સુધી ચાલુ રહેશે Paytm Paytment Bank સેવાઓ
તેના આદેશમાં સુધારો કરતાં આરબીઆઈએ જણાવ્યું હતું કે 31 જાન્યુઆરીએ આપવામાં આવેલા આદેશમાં જો ગ્રાહકના ખાતા, પ્રીપેડ ઈન્સ્ટ્રુમેન્ટ, વોલેટ, ફાસ્ટેગ, નેશનલ કોમન મોબિલિટી કાર્ડ્સ, કોઈપણ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન અથવા ટોપઅપમાં 29 ફેબ્રુઆરીથી કોઈ રકમ જમા કરાવવામાં ન આવે તો સૂચનાઓ આપવામાં આવી હતી. મોરેટોરિયમ લાદવા માટે આપવામાં આવ્યું હતું, જે હવે 15 માર્ચ, 2024 સુધી લંબાવવામાં આવ્યું છે. તેના આદેશમાં આરબીઆઈએ કહ્યું કે ગ્રાહકોના વોલેટમાં ઉપલબ્ધ બેલેન્સને દૂર કરવા માટે કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી નથી. બેલેન્સ ઉપાડવાની કે વાપરવાની સ્વતંત્રતા ચાલુ રહેશે. આ માટે કોઈ નિશ્ચિત સમય મર્યાદા નથી.
લસણ 400 રૂપિયે કિલો: ચોરીની બીકે ખેડૂતે ખેતરમાં લગાવ્યા કેમેરા, ખેડૂતો બન્યા કરોડપતિ
500 રૂપિયા લઇને નિકળેલા વ્યક્તિએ મહેનતથી લખ્યું નસીબ, શૂન્યથી 7 હજાર કરોડ સુધીની સફર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે