ભૂમિ પૂજન પહેલાં અખિલેશ યાદવનું પણ મન બદલાયું? ટ્વિટર પર જય સિયા રામ સાથે આ લખ્યું
તમને જણાવી દઇએ કે સમાજવાદી પાર્ટી હંમેશાથી અયોધ્યામાં શ્રી રામ મંદિર બનાવવાનો વિરોધ કરતી રહી છે. તેમના પિતા મુલાયમ સિંહ યાદવ અને તત્કાલિન મુખ્યમંત્રી પર વર્ષ 1990માં અયોધ્યામાં કારસેવકો પર ગોળી ચલાવવાનો આરોપ છે. અખિલેશ યાદવે ક્યારેય શ્રી રામ મંદિરનું સમર્થન કર્યું નથી.
Trending Photos
લખનઉ: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ (Akhilesh Yadav) એ આજે 5 ઓગસ્ટના રોજ અયોધ્યા (Ayodhya)માં શ્રીરામ મંદિર જન્મભૂમિ પૂજન પહેલાં એક ટ્વિટમાં લખ્યું કે હું આશા કરું છું કે આજની અને ભવિષ્યની પેઢીઓ મર્યાદા પુરૂષોત્તમ ભગવાન રામ દ્વારા બતાવવામાં આવેલા માર્ગ અને શાંતિ માટે મર્યાદાનું પાલન કરશે.
અખિલેશ યાદવે કર્યું ટ્વિટ
'જય મહાદેવ જય સિયા-રામ
જય રાધે-કૃષ્ણ જય હનુમાન
ભગવાન શિવના કલ્યાણ, શ્રીરામના અભયત્વ તથા શ્રીકૃષ્ણના ઉન્મુક્ત ભાવથી બધુ પરિપૂર્ણ રહે!
આશા છે કે વર્તમાન તથા ભવિષ્યની પેઢીઓ પણ પુરૂષોત્તમના બતાવવામાં આવેલા માર્ગને અનુરૂપ સાચા મનથી બધાની ભલાઇ તથા શાંતિ માટે મર્યાદાનું પાલન કરશે.'
जय महादेव जय सिया-राम
जय राधे-कृष्ण जय हनुमान
भगवान शिव के कल्याण, श्रीराम के अभयत्व व श्रीकृष्ण के उन्मुक्त भाव से सब परिपूर्ण रहें!
आशा है वर्तमान व भविष्य की पीढ़ियां भी मर्यादा पुरूषोत्तम के दिखाए मार्ग के अनुरूप सच्चे मन से सबकी भलाई व शांति के लिए मर्यादा का पालन करेंगी.
— Akhilesh Yadav (@yadavakhilesh) August 5, 2020
તમને જણાવી દઇએ કે સમાજવાદી પાર્ટી હંમેશાથી અયોધ્યામાં શ્રી રામ મંદિર બનાવવાનો વિરોધ કરતી રહી છે. તેમના પિતા મુલાયમ સિંહ યાદવ અને તત્કાલિન મુખ્યમંત્રી પર વર્ષ 1990માં અયોધ્યામાં કારસેવકો પર ગોળી ચલાવવાનો આરોપ છે. અખિલેશ યાદવે ક્યારેય શ્રી રામ મંદિરનું સમર્થન કર્યું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે